ભારત દેશને ‘સોને કી ચીડિયા’ બનાવવા માટે આટલું તો કરવું જ પડે

Wjatsapp
Telegram

પહેલાં તો હાલની “સોને કી ચીડિયા” અમેરિકા વિશે થોડુંક જાણી લઈએ.

ગઈ તારીખ 25 મે ના રોજ અમેરિકાના મીનીઆપૉલીસ શહેરના એક સ્ટોરમાં એક કાળો વ્યક્તિ સિગારેટના પેકેટ ખરીદવા આવે છે. તેના વોલેટમાંથી તે 20 ડોલરની નોટ કાઢી સ્ટોરના કર્મચારીને આપે છે. સ્ટોર કર્મચારી 20 ડોલરની નોટને આમ તેમ ફેરવી જુએ છે. તેને નોટ બનાવટી હોવાનું માલુમ થાય છે. તે કાળા માણસને બાકીના છૂટા પરત કરી તેની જાણ બહાર પોલીસને ખબર પહોંચાડે છે કે, એક કાળો માણસ મારા સ્ટોરમાં 20 ડોલરની બનાવટી નોટ પધરાવી ગયો છે. પોલીસ નજીકમાં જ હોય છે. હજુ કાળો માણસ સ્ટોરની બહાર નીકળી ઊભો ઊભો સિગારેટના કસ મારી રહ્યો હોય છે અને પોલીસ પોતાની કાર સાથે આવી ચડે છે.

સિગારેટ પીતા કાળા માણસને કે જેનું નામ છે જ્યોર્જ ફ્લોયડ છે તેની ધરપકડ કરે છે. તેના હાથ પાછળથી બાંધી દે છે અને રસ્તાના સામા છેડે આવેલી કાર સુધી લઈ જાય છે. જ્યોર્જ ફ્લોયડને કારમાં ધકેલવા માટે પોલીસ અમલદાર ધક્કો મારે છે. જેનાથી જ્યોર્જ ગડથોલું ખાઈ જાય છે. જેને પેલો ગોરો અમલદાર વિરોધ ગણી લે છે. તે જ્યોર્જ પર તુટી પડે છે અને જ્યોર્જને છાતી ભેર કાર પાસે જ નીચે પાડી દે છે. નીચે પડેલા જ્યોર્જની ગરદન પર તે પોતાનો પગ વાળીને મૂકી દે છે. લગાતાર 8 મિનિટ સુધી જ્યોર્જ તરફડે છે. તે ગોરા અમલદારને ચીસો પાડી ને વિનવણી કરતા કરતા કહે છે. પ્લીઝ મારા પરથી પગ હટાવી લો. હું મરી જઈશ, મારો શ્વાસ રુંધાય છે. અંતે જ્યોર્જ ફ્લોયડના શ્વાસ અટકી જાય છે. તે મૃત્યુ પામે છે. કોઈ વ્યક્તિએ આ આખી ઘટના પોતાના સ્માર્ટ ફોન પર વિડિયો સ્વરૂપે કેદ કરી લીધી જે વિડિયો જોતા જોતામાં વાયરલ થઈ ગયો. વીડિયોથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ એક રંગભેદી ઘટના હતી જ્યોર્જનો ગુન્હો મામૂલી ગુન્હો હતો.

હજારો લાખો બનાવટી નોટો અમેરિકામાં ફરી રહી છે. દરેક સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તો અમેરિકાની ચોથા ભાગની વસ્તી નાબૂદ થઈ જાય. પણ, આ મામલે ગોરા અમલદારે પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરી એક કાળા માણસની સરજાહેર હત્યા કરી. આ ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા. અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રેસિડેન્ટ ટ્રમ્પને લોકોએ રેસિસ્ટ કહ્યા. તેમને અમેરિકામાં વધી રહેલી વ્હાઇટ સુપ્રીમસી અને રંગભેદની નીતિને પોષણ કરતા શાસક કહેવાયા. તેઓ સામે હાલ પુષ્કળ વિરોધ થઈ રહ્યો છે. ગઇકાલે જ્યોર્જ ની હત્યાના મામલે ચાલતા પ્રદર્શનથી ચિંતિત સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાના કારણોસર પ્રેસિડેન્ટ ટ્રમ્પને બંકરમાં રોકાવાની સૂચના આપી છે.

આ ઘટનામાં સહુથી ખૂબસૂરત વાત હોય તો એ છે કે અમેરિકામાં વસતા ન્યાયપ્રિય ગોરા લોકો અંદરથી ખળભળી ઉઠયા તેઓ પણ રસ્તા ઉપર આવી ગયા. હજારોની સંખ્યામાં ગોરાલોકો બહાર નીકળ્યા અને આ આંદોલનની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. લેટેસ્ટ સમાચાર મુજબ અમેરિકન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી 4100 લોકોને લોકઅપમાં પૂરી દીધા છે. જેમાં 3000 લોકો તો ગોરા લોકો છે. જ્યોર્જની હત્યા કરનાર ગોરા પોલીસ અમલદારની પત્ની પણ આ આંદોલનમાં સામેલ છે. તેણીએ પોતાના પતિને જ્યોર્જની હત્યાના બીજા દિવસે મૌખિક છૂટાછેડા આપી દીધા છે અને શનિવારના દિવસે કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે. આ સન્નારીએ જાહેર મંચ પર કહ્યું ” હું આવા નીચ અને અધમ વિચારધારા ધરાવતા હેવાન સાથે જીવન વિતાવી રહી હતી તેનો મને બેહદ અફસોસ છે…”

અમેરિકાની ગોરી પ્રજાને સલામ છે. જે આ વિકૃત માનસિકતાને ખતમ કરવા તમામ પ્રયાસો કરવા કટિબદ્ધ છે અને એમની આ કટિબદ્ધતાનું સન્માન મહાત્મા જ્યોતિબા ફૂલેએ આજથી દોઢ સદી પહેલાં પોતાની કિતાબ “ગુલામગીરી” ને કાળા લોકોના સામાજિક ન્યાયના આંદોલનમાં હિસ્સો લેતા ગોરાલોકોને સમર્પિત કરીને કર્યું છે. ભારતના આકાશમાં હજી જાતિવાદનો અંધકાર છવાયેલો છે. હજી સૂર્યોદય થવાને ઘણી વાર છે. ભારતના જાતિવાદી સવર્ણોના દિમાગમાં બંધુત્વની, સમાનતાની, ન્યાયની આવી (અમેરિકનો જેવી) સમજ ક્યારેય નહિ આવે! ભારતનો જાતિવાદી સવર્ણ સમાજ જાતિ ગૌરવના ગંદા ખાબોચિયામાં ભૂંડની જેમ આળોટી રહ્યો છે. તે ક્યારેય પોતાની વ્હાલી એવી ગંદકીને છોડવા તૈયાર નહિ થાય..

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્રનો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

ભારતમાં પણ બધાએ પાર્ટી, પક્ષ ,જાતિ, ધર્મ થી ઉપર આવી અન્યાયની સામે એક થઈને લડીએ તો આ દેશ ફરીથી સોનાની ચીડિયા બનતાં વાર નહીં લાગે. શરૂઆત હંમેશા પોતાના ઘરથી અને એમાં પણ પોતાનાથી કરજો.

✍️ પાયલ રાઠવા વારલી આર્ટિસ્ટ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.