બળાત્કાર પીડિતાની ઓળખ છતી થાય તે રીતે સોશિઅલ મીડિયામાં ફોટા શેયર કરવા ગુનો બને છે.

જેઓ #બળાત્કાર_પીડિતાના ફોટો અને વિડીઓ સોશ્યલ મીડિયા અથવા જાહેર ક્ષેત્રે ઉપલોડ કરી રહ્યા છે તે સહુને કાયદાકીય સલાહ :
આઈ.ટી.એક્ટ - ૨૦૦૦ની કલમ - ૬૭ અને ભારતીય ફોજદારી અધિનીયમ - ૧૮૬૦ ની કલમ - ૨૨૮ (ક) મુજબ કોઇપણ વ્યક્તિ કે જેની સામે કલમ - ૩૭૬, ૩૭૬ - ક, ખ, ગ , અથવા ઘ ( બળાત્કાર) હેઠળનો ગુનો કયૉ હોવાનુ કહેવાતુ હોય અથવા ગુનો થયો હોવાનુ જણાય તેવી વ્યક્તિનુ નામ અથવા તેની ઓળખ જાહેર કરે તેવુ કાંઇપણ છાપે કે પ્રસિદ્ધ કરે તે ગુનો બને છે. જેમાં ૨ વષૅની સજા અને દંડની જોગવાઈ છે.
તથા નામદાર સુપ્રિમ કોટૅમાંની WRIT PETITION (CRL.) NO.68 OF 2016 Youth Bar Association of India Petitioner(s) Versus Union of India and Others September 07, 2016 ના ચુકાદાના પેરા 12(d) મુજબ આ પ્રકારના ગુનાઓની એફ.આઈ.આર. પણ યોગ્ય અને સક્ષમ સત્તા અધિકારી શ્રીની પરવાનગી સિવાય પ્રસિધ્ધ કરવા બદલ પ્રતિબંધ છે.
જાતિય અત્યાચારનો ભોગ બનેલ પિડીતાની સોશીયલ મિડીયા/ઈન્ટરનેટ જેવા જાહેર માધ્યમમાં બહોળા સ્તરે ઓળખ પ્રસિધ્ધ કરીને પિડીતા અને તેના પરિવારની માનહાની કરી કહેવાય.
………………………………
Rohit Manu
Secretary , NIRMAN
9727745633