તુષારે બહુજન સમાજનું નામ કર્યું રોશન, CBSE ધોરણ-12માં 100% ગુણ મેળવ્યા

Wjatsapp
Telegram

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના વિદ્યાર્થી તુષારસિંહે CBSE ધોરણ-૧૨ની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તુષારે 500 માંથી 500 સ્કોર કર્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. તુષારે આખા ઉત્તર પ્રદેશ રાજ્યને ગૌરવ અપાવ્યું છે. તેના ભવિષ્ય માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.

અન્ય લોકોએ તુષારને લખ્યું છે:

અમારા ગુરુ રહેલા ઓમપ્રકાશસિંહજી (NREC કોલેજના પ્રોફેસર) ના પુત્રએ આજે સીબીએસઈની પરીક્ષામાં આખા ભારતમાં ટોપ કર્યું છે. અમારા જિલ્લામાં બાબાસાહેબના મિશનને આગળ વધારવામાં યોગદાન આપનાર પૂજનીય પ્રોફેસર ઓ.પી.સિંઘ ના પુત્રએ CBSE પરીક્ષામાં ૫૦૦માંથી ૫૦૦ ગુણ મેળવીને જિલ્લામાં ટોપ તો કર્યું જ છે સાથે આખા ભારતમાં ટોપ કર્યું છે. આપણા સમાજનું નામ રોશન કર્યું. ખૂબ ખૂબ અભિનંદન! જય ભીમ જય ભારત

તુષારની સાથે સાથે તેના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો, શિક્ષકો તથા તેને માર્ગદર્શન પૂરું પાડનાર દરેક જણ ને ખૂબ ખૂબ અભિનંદન.

બાબા સાહેબના મિશનને આગળ વધારતાં, શ્રીમાન ઓ.પી.સિંહજીએ તેમના પરિવારના એક સદસ્યને બાબાસાહેબના મિશનના રૂપમાં સામેલ કરી લીધો છે. હું તુષારસિંહને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું કે તેના માતાપિતા અને તુષાર ઈચ્છે છે તેવી ઉંચાઇ તે પ્રાપ્ત કરે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

જ્યાં એકતરફ અમુક લોકો આરક્ષણનો વિરોધ કરતા હોય છે તો મેરીટધારીઓએ આના પરથી એટલું સમજી લેવું જોઈએ કે આરક્ષણ વગર ૫૦૦ માંથી ૫૦૦ ગુણ લાવવા તેમના અને તેમની માનસિકતા માટે એક મોટો તમાચો છે.

આખા દેશનું નામ રોશન કર્યું છે તુષારસિંહે. તુષારસિંહના પિતા ઓ.પી.સિંહ NREC ખૂર્જામાં સહાયક પ્રોફેસર છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

  1. Govind Maru says:

    🌹 તુષારસીંહને અઢળક અભીનન્દન અને શુભકામાો… 💐

  2. હિતેશભાઈ ખીમજીભાઈ પરિયા says:

    Congratulation

  3. Rajendra Singh Rathore says:

    Tushar Singh follows Hinduism

Leave a Reply

Your email address will not be published.