ન્યાયતંત્ર | 70 વર્ષથી સુપ્રીમ કોર્ટના સવર્ણ હિંદુ જજો ન્યાયતંત્રની ઘોર ખોદી રહ્યા છે. તથ્યો સાથે વાંચો.

ન્યાયતંત્ર | 70 વર્ષથી સુપ્રીમ કોર્ટના સવર્ણ હિંદુ જજો ન્યાયતંત્રની ઘોર ખોદી રહ્યા છે. તથ્યો સાથે વાંચો.
Wjatsapp
Telegram

આઝાદ ભારતના 73 વર્ષ અને પ્રજાસત્તાક ભારતના 70 વર્ષ પછી પણ ભારતીય બંધારણનો નિષ્ઠા અને પ્રામાણિક પૂર્વક અમલ કરવામાં લોકતંત્રના બે (૨) સ્તંભો સંસદ અને ન્યાયપાલિકા સરેઆમ નિષ્ફળ ગયા છે. ભારત દેશમાં બંધારણને સર્વોચ્ય સ્થાન આપવામાં આવેલ છે અને આ બંધારણની જોગવાઈઓનું અમલીકરણ અને યોગ્ય જાળવણી કરવા નામદાર સુપ્રીમ કોર્ટને બંધારણના રખેવાળ તરીકે ભૂમિકાનું સ્થાન આપવામાં આવેલ છે તેમજ ભારતીય બંધારણની જોગવાઈઓનો અમલ અને તેનું યોગ્ય પાલન થાય તે માટે દેશમાં સંઘ સરકાર અને રાજ્ય સરકારોને બંધારણ મુજબ જવાબદારી સોંપવામાં આવેલી છે.

ભારતીય બંધારણ મુજબ ઉપરોક્ત બંને પાંખોને ભારતીય બંધારણના પાયાના સ્તંભ તરીકે કાર્ય કરવાની જવાબદારી નિભાવવાની હોય છે. પરંતુ આઝાદીના 73 વર્ષ અને પ્રજાસત્તાક ભારતના 70 વર્ષથી સંસદ અને ન્યાયપાલિકા દ્વારા જ ભારતીય બંધારણ, બંધારણના આમુખ તેમજ બંધારણના આર્ટિકલ-૧૪, ૧૫, ૧૬ અને ૩૧૨નું પાલન કે અમલીકરણ કરેલ નથી અને અમલ અને પાલન કરવાની જવાબદારી આજદિન સુધી સંવૈધાનિક રીતે નિભાવેલ નથી. જે લોકતંત્ર માટે ખૂબ જ શરમજનક, આપત્તિજનક અને વિભાજનકારી છે.

ભારત દેશમાં બંધારણથી સંઘ સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમવાય તંત્ર દ્વારા ચાલતી શાસન પ્રણાલી અપનાવવામાં આવેલ છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારમાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓની પસંદગી ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ વિવિધ ભરતી બોર્ડ/આયોગની રચના કરવામાં આવેલ અને તે બોર્ડ/આયોગ દ્વારા ચકાસણી કરીને કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. ત્યારે દેશની સર્વોચ્ય અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા દ્વારા લોકોના ન્યાયની, હિતની અને અસ્તિત્વની રખેવાળી કરતી સંસ્થામાં જ કોઈપણ પ્રકારની સંવૈધાનિક પ્રક્રિયા વગર અસંવૈધાનિક રીતે “કોલેજીયમ” પદ્ધતિથી જજોની પસંદગી કરવામાં આવે છે તેને ગેરબંધારણીય, અસંવૈધાનિક જાહેર કરી ભારતીય બંધારણની વિરુદ્ધ ઉપરવટ જઈને જ્ઞાતિ આધારિત “કોલેજીયમ” પદ્ધતિને તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ.

બ્રિટિશ શાસન સમયે સર્વેને સમાન માનવા માટેના કાયદા થયા કારણ કે, બ્રિટિશ પ્રજા ન્યાય વ્યવસ્થામાં તેમજ કાયદાના શાસન “રૂલ ઓફ લૉ” ની હિમાયતી હતી. ૧૭૭૩માં રેગ્યુલેટિંગ એક્ટ અન્વયે સર્વોચ્ય અદાલતની સ્થાપના કરવામાં આવી. ૧૮૩૩ના ચાર્ટમાં પણ એ ઘોષણા કરવામાં આવી હતી કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનમાં સર્વે પ્રજાજનોને કોઈપણ જગ્યાએ નિમણૂક કરવા બાબતે કોઈપણ પ્રકારનો ધર્મ, જન્મ, સ્થાન, નિવાસનો ભેદભાવ રાખવામાં આવશે નહીં.

આમ, બ્રિટિશ શાસનના ૧૮૩૩ના ચાર્ટરમાં અને ભારતીય બંધારણ, બંધારણના આમુખ તેમજ બંધારણના આર્ટિકલ-૧૪, ૧૫, ૧૬ અને ૩૧૨ ને એક સમાન સમન્વય જોતાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાનના કારણે ભેદભાવ રાખી શકાશે નહીં, નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણુંક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે અને સંઘ અને રાજ્યો વચ્ચે સહિયારી તેવી એક અથવા વધુ અખિલ ભારતીય ન્યાયિક સેવા આયોગ ઉભું કરવાનું રાષ્ટ્રના હિતમાં જરૂરી કે ઈષ્ટ છે. તો સંસદ તેને માટે કાયદાથી જોગવાઈ કરી શકશે.

પ્રજાસત્તાક ભારતના 70 વર્ષ પછી પણ ભારતીય સંવિધાનમાં નામદાર સર્વોચ્ય અદાલતને વિશ્વાસ ના હોય તેવું ચિત્ર ઉભું થાય છે. ભારતીય સંવિધાનના રક્ષણ, સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી અને રખેવાળી કરવાની જેમના શીરે છે તેવી નામદાર સર્વોચ્ય અદાલત જ ભારતીય સંવિધાનમાં માનતી ના હોય તેવું પ્રસ્થાપિત થાય છે અને ખુદ નામદાર સુપ્રિમ કોર્ટ જ ભારતીય બંધારણ, બંધારણના આમુખ તેમજ બંધારણના આર્ટિકલ-૧૪, ૧૫, ૧૬ અને ૩૧૨નો ભંગ/અવમાનના અને અવગણના કરતી હોય તેવું લાગી રહ્યું છે.

આમ ઉપરોક્ત વિગતો તેમજ બ્રિટિશ શાસન પ્રણાલી અને રેગ્યુલેટીંગ એક્ટ-૧૭૩૩ તથા ૧૮૩૩ના ચાર્ટરના ઘોષણાપત્ર અને ભારતીય બંધારણ, બંધારણના આમુખ અને બંધારણના આર્ટિકલ-૧૪, ૧૫, ૧૬ તથા ૩૧૨ના કામે લોકતંત્રના રક્ષણ, સંરક્ષણ અને સંવર્ધન માટે લોકતંત્રના સ્તંભ એવી ન્યાયપાલિકા દ્વારા ભારતીય ન્યાયિક સેવા આયોગની રચના કરવા આદેશ આપવો જોઈએ.

“અમારી સંવૈધાનિક માંગણીઓ”

૧) ભારતીય બંધારણ, બંધારણના આમુખના કામે અખિલ ભારતીય ન્યાયિક સેવા આયોગની તાત્કાલીક રચના કરવી.

૨) ભારતીય બંધારણના આર્ટિકલ-૩૧૨ના કામે અખિલ ભારતીય ન્યાયિક સેવા આયોગની તાત્કાલીક રચના કરવી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

૩) ભારતીય બંધારણના આર્ટિકલ-૧૪, ૧૫, ૧૬ના કામે અખિલ ભારતીય ન્યાયિક સેવા આયોગની તાત્કાલીક રચના કરવી.

✍️ સંજયકુમાર એ. પરમાર (કન્વીનર, જ્ઞાતિ નિર્મૂલન સમિતિ)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.