સવર્ણ મીડિયા | ગુજરાત સમાચારને કોઈ કહેજો કે, “આપણો” નહીં ફક્ત “હિંદુઓનો” જ વાંક છે.

બીજાને પાડી દેવાની લાયમાં, બીજાઓને બરબાદ કરવાની લાયમાં, આરક્ષણ -એટ્રોસિટી નાબૂદ કરવા માટે ભાજપ – આરએસએસને પાળીને મોટા રાક્ષસ બનાવ્યા તો વાંક હિંદુઓનો કે આપણો?
અન્ય જાતિ, ધર્મ પ્રત્યે દિવસ – રાત દ્વેષ કરવો, ષડ્યંત્રો કરવા અને પછી જાતે બરબાદ થાવ તો વાંક બધાનો કેમ? વાંક ફક્ત અને ફક્ત તમારો જ છે.
રામના નામે ભાજપને વર્ષો સુધી વોટ આપનાર આજે હનુમાન કથાના નામે, આમ આદમી પાર્ટીને વોટ આપે છે હિંદુઓ. તો વાંક આપણો કેમ? વાંક ફક્ત અને ફક્ત હિંદુઓનો.
હિંદુત્વના નામે બનેલી સરકાર ખેડૂત વિરોધી ત્રણ બિલો લઈ આવે અને ખેડૂત નેતાઓ મંદિર મંદિર પગે પડવા જાય તો વાંક આપણો કેવી રીતે? વાંક ફક્ત અને ફક્ત હિંદુઓનો જ.
અંગ્રેજો સામે આઝાદીની લડાઈ હતી દેશવાસીઓની. એમાં રામધૂન અને ભજનો કરે તમારો મહાત્મા. તો વાંક આપણો કેમ? વાંક ફક્ત અને ફક્ત હિંદુઓનો જ.
ભારતના પ્રત્યેક નાગરિકને સમાનતાની દ્રષ્ટિથી જોવાને બદલે તમે જાતિગત ભેદભાવ કરો, જાતિગત અત્યાચાર કરો, દેશ આઝાદ થયાના 42 વર્ષ બાદ એસ્ટ્રોસિટી એકટ બનાવવો પડે તો વાંક આપણો કેવી રીતે? વાંક ફક્ત અને ફક્ત હિંદુઓનો જ.
મીડિયા જેવાં પવિત્ર વ્યવસાયમાં તમે જાતિવાદ, કોમવાદ ચલાવો અને સત્તામાં બેઠેલા તમારા સવર્ણ હિંદુ પાર્ટી, નેતાઓના તળિયા ચાટો તો વાંક તમારો, અમારો નહિ.
જે અધર્મે તમને બરબાદ કરી નાંખ્યા, એ અધર્મને તમે છોડવા તૈયાર નથી, તો વાંક ફક્ત તમારો. અમારો નહિ. તમારા પાપ, તમારો જાતિવાદ, તમારો કોમવાદ, તમારી નફરત, તમારી ઘૃણાએ દેશ બરબાદ કર્યો. તમારા કુકર્મોમાં અમને ના ઢસેડો. જવાબદારી લો. માંફી માંગો. પ્રાયશ્ચિત કરો.
અને દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરીટીને સત્તા, સંપત્તિ, શિક્ષણમાં પૂરતી ભાગીદારી આપો.
કૌશિક શરૂઆત
નોંધ : લુચ્ચાઓ, ફક્ત તમે… એકલા તમે જ, હિંદુ માનસિકતાવાળા છાપાઓ, મીડિયાવાળાઓ, નેતાઓ, લોકો જ જવાબદાર, તમારો જ વાંક…. અમારો નહિ. 😡😡😡