વિજય નેહરા – અણઘડ વહીવટનું ઉત્તમ ઉદાહરણ. એપિડેમીક એકટ મુજબ થઈ શકે કાર્યવાહી. અમદાવાદ

Wjatsapp
Telegram

અમદાવાદ | જ્યારથી કોરોના વાઈરસ ફેલાયો છે ત્યારથી કોર્પોરેશન દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવે છે પણ તે જાહેરાતોની ચકાસણી કરતાં પોકળ સાબિત થાય છે. આજે લોકડાઉનને 1 મહિનો ઉપર વીતી ગયા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના સામે લડવાની તૈયારીઓ દેખાતી નથી.

થોડા દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી હતી કે, “મેના અંત સુધીમાં 8 લાખ કોરોના કેસ આવશે.”
અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ડર વ્યાપી ગયો હતો. પેનિક ફેલાઈ ગયો હતો. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની હોઈ આખા ગુજરાતમાંથી લોકો નોકરી-ધંધા અર્થે અહીં આવે છે. તેમના પરિવારના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.
પછી બીજા દિવસે કહે છે 8 હજાર કેસ આવશે. મતલબ એક દિવસમાં 8 લાખથી સુધા 8 હજાર કેસો ઘટી ગયા અને એના પછી જાહેરાત કરે છે કે, “સ્થિતિ કંટ્રોલમાં છે.”

અમદાવાદમાં મે અંત સુધીમાં 8 લાખ કોરોના સંક્રમિત લોકો હશે.

એપિડેમીક એકટ મુજબ અફવા ફેલાવવી, ભય ફેલાવવો, ખોટી માહિતી આપવી ગુનો બને છે અને આ કાયદા મુજબ છેલ્લા એક મહિનામાં અસંખ્ય કેસો થઈ ગયા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પર એપિડેમીક એકટ મુજબ કાર્યવાહી કેમ ના થાય?

આમ,
કોરોના જેવી મહામારીમાં કોઈપણ જાતના ચોક્કસ સોર્સ, આંકડા વગર વિજય નેહરા ગપ્પા મારી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં ભય ફેલાવી રહ્યા છે.

વિજય નેહરાની 8 લાખ લોકોને કોરોના સંક્રમણ થવાની જાહેરાત બાદ, તેમને ગાંધીનગર તેડુ આવ્યું હતું અને મુખ્યમંત્રીએ તેમને ખખડાવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ વિડિઓ દ્વારા કોરોના સંક્રમણનો આંકડો 8 લાખથી ઘટાડી 8 હજાર કર્યો હતો.

વિજય નેહરાની આવી બાલિશ હરકત પરથી સવાલ ઉભા થાય કે,
૧) વિજય નેહરા પાસે એવી કઈ ટિમ છે જેને 8 લાખ કોરોના સંક્રમણ થશે, નો આંકડો આપ્યો હતો?
૨) મુખ્યમંત્રીના ખખડાવ્યા બાદ આંકડો કેમ બદલવો પડ્યો? શુ 8 લાખનો આંકડો ખોટો હતો?
૩) આ 8 હજારનો આંકડો મુખ્યમંત્રી ઓફિસે આપ્યો છે કે તેમની ટીમે?
૪) વિજય નેહરાએ જણાવ્યા મુજબ 8 લાખ કે 8 હજાર કોરોના સંક્રમિત દર્દીઓ થાય ત્યારે અગમચેતી સ્વરૂપે શુ પગલાં લીધા છે?
૫) આગામી દિવસોનું શુ આયોજન છે?
૬) અત્યારે કહે છે કે સ્થિતિ કંટ્રોલમાં છે. અને જો સ્થિતિ વણસે તો જવાબદારી વિજય નેહરાની બને કે નહીં?

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા

૭) કોરોના સામે લડવા વિજય નેહરાએ શુ સ્ટ્રેટેજી બનાવી છે? કેવી રીતે માત્ર 1-2 દિવસમાં 8 લાખ સંક્રમણ થવાની સંભાવનાથી સ્થિતિ કન્ટ્રોલ, સુધી પહોંચી ગયા.
૮) અત્યાર સુધીની પ્રેસ કોન્ફ્રાન્સમાં વિજય નેહરાએ એવી કોઈ માહિતી આપી નથી કે આગામી દિવસોમાં તેઓ શુ કરવા માંગે છે? કોરોના સામે લડવા ટેસ્ટ વધારવા માંગે છે? નવા બેડ, નવી હોસ્પિટલો, નવા વેન્ટીલેટરો ઉભા કરવા માંગે છે? હર્ડ ઇમ્યુનિટી કરવા માંગે છે? આખરે કમિશ્નર કરવા શુ માંગે છે? એ જાહેર કરવામાં નથી આવ્યું.
૯) પહેલા એમ કહેવામાં આવતું કે તંદુરસ્ત માણસે માસ્ક પહેરવો જરૂરી નથી, અને પછી માસ્ક ના પહેરનારને 5000 દંડ જાહેર કર્યો? તો આ માસ્ક ના પહેરવું જોઈએ, એવું સંશોધન કોનું હતું?
૧૦) કોરોનાને ફેલાતો તો રોક્યો નહિ, પણ લોકડાઉન દરમ્યાન પર કોઈ વિશેષ તૈયારી કરી હોય તેવું દેખાતું નથી.
૧૧) ઘણા લોકો ડરના માર્યા પોતાની બીમારી છપાવે છે. કોરોના દરમ્યાન જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા? કે નેચરલ ડેથ અને અન્ય કારણોમાં ખપાવી દીધા? ખરેખર તો હવે દરેક મૃત્યુ પછી કોરોના ટેસ્ટ ફરજીયાત થવો જોઈએ.
૧૨) પહેલા દુકાનો શરૂ કરવાની જાહેરાત કરી અને પછી વેપારી એસોસિએશને ના પાડતા, દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી. તો શું જવાબદાર અધિકરીઓ મનસ્વી રીતે નિર્ણયો લે છે? વેપારીઓ સાથે પહેલા વાતચીત કરવી, તેમને વિશ્વાસમાં લેવા જરૂરી નોહતું?
વિજય નેહરાએ ડબલીગ રેટની થિયરી આપી કે, દર ચાર દિવસે કેસ ડબલ થશે. તેઓએ કહ્યું હતું કે, 31મી મે સુધી 8 લાખ કેસ થઈ શકે અને હવે કહે છે અમદાવાદમાં ડબલીગ રેટ 8થી 10 દિવસનો છે. આપણે 12 દિવસ કરવાનો છે તો પહેલા ચાર દિવસનો ડબલીગ રેટ હતો એવું ક્યાંથી લાવ્યા હતા?

વિજય નેહરાની બાલીસ હરકતોએ સમગ્ર ગુજરાતના બુદ્ધિજીવીઓનું ધ્યાન ખેંચ્યું છે. આખરે 60 લાખ અમદાવાદીઓ કોના ભરોસે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છે?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

વિજય નેહરાના અણઘડ વહીવટની તપાસ થવી જોઈએ અને એપિડેમીક એકટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ, તેવી અમદાવાદના બુદ્ધિજીવી વર્ગમાં માંગ ઉઠી છે.

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.