વાઈરલ કવિતા | સમગ્ર દેશમાં ખૂબ વાઈરલ થઈ રહેલી કવિતા દરેકે વાંચવી જોઈએ

आसान नहीं होता प्रतिभाशाली
स्त्री से प्रेम करना,
क्योंकि उसे पसंद नहीं होती जी हुजूरी,
झुकती नहीं वो कभी,
जब तक न हो रिश्तों में प्रेम की भावना,
तुम्हारी हर हाँ में हाँ और न में न, कहना वो नहीं जानती,
क्योंकि उसने सीखा ही नहीं झूठ की डोर में रिश्तों को बाँधना,
वो नहीं जानती स्वांग की चाशनी में डुबोकर अपनी बात मनवाना,
वो तो जानती है बेबाक़ी से सच बोल जाना,
फ़िज़ूल की बहस में पड़ना उसकी, आदतों में शुमार नहीं,
लेकिन वो जानती है तर्क के साथ, अपनी बात रखना,
वो क्षण-क्षण गहने- कपड़ों की माँग नहीं किया करती,
वो तो सँवारती है स्वयं को अपने आत्मविश्वास से,
निखारती है अपना व्यक्तित्व मासूमियत भरी मुस्कान से,
तुम्हारी गलतियों पर तुम्हें टोकती है,
तो तकलीफ़ में तुम्हें सँभालती भी है,
उसे घर सँभालना बख़ूबी आता है,
तो अपने सपनों को पूरा करना भी,
अगर नहीं आता तो किसी की,अनर्गल बातों को मान लेना,
पौरुष के आगे वो नतमस्तक नहीं होती,
झुकती है तो तुम्हारे निःस्वार्थ प्रेम के आगे,
और इस प्रेम की ख़ातिर अपना सर्वस्व न्यौछावर कर देती है,
हौसला हो निभाने का तभी ऐसी स्त्री से प्रेम करना,
क्योंकि टूट जाती है वो धोखे से,
छलावे से,
पुरुष अहंकार से,
फिर जुड़ नहीं पाती किसी प्रेम की ख़ातिर..
…….copy from Pal Mahida ‘s fb post……..
ગુજરાતી અનુવાદ
દૂષ્કર હોય છે
પ્રતિભાશાળી સ્ત્રીને પ્રેમ કરવો.
કેમ કે
એને પસંદ નથી હોતી હા જી હા
ઝૂકતી નથી એ કદી પણ
જ્યાં સુધી સબંધોમાં
સ્નેહ ભાવ ન દેખે
એ તારી હા માં હા ને ના માં ના
કહેવાનું નથી જાણતી
કેમ કે
એણે શીખ્યું નથી
જુઠની દોરીથી સબંધો ને બાંધતા
એ જાણતી નથી
દંભની ચાસણીમાં ડૂબાવીને
ખુદની વાત મનાવતા
એ તો ફક્ત જાણે છે
બેબાક સાચું બોલવાનું
વ્યર્થના
વિવાદમાં પડવું
એની આદતમાં સામેલ નથી
પરંતુ
એ જાણે છે
તર્ક સંગત એની વાત રાખતાં
એ વારેઘડીએ
ઘરેણાં કપડાંની માંગણી નથી કરતી
એ સજાવે છે
ખુદને આત્મવિશ્વાસથી
એ નિખારે છે
એનું વ્યક્તિત્વ
માસુમ મલકાટ થી
તમારી ભૂલો ઉપર
તમને ટોકે છે
તો તમારી તકલીફમાં
તમને સાચવી પણ લે છે
એને ઘર સંભાળતાં
સારી રીતે આવડે છે
તો એનાં સપનાં ને
પૂર્ણ કરતા પણ
સારી રીતે આવડે છે
ફક્ત નથી આવડતું તો
મનઘડંત વાતોને માની લેતા
પૌરુષની સામે એ
નતમસ્તક નથી રહેતી
એ ઝૂકે છે તો
સીર્ફ તમારા નિસ્વાર્થ સ્નેહ માટે
અને એ પ્રેમ માટે
એ એનું બધું જ ન્યોછાવર કરી દે છે
હિંમત હોય નિભાવવાની
તો જ એવી સ્ત્રીને પ્રેમ કરવાનો
કારણ કે
તૂટી જાય છે
એ દગાથી
છળથી
પુરુષના અભિમાનથી
અને ફરી
જોડાઈ નથી શકતી કોઈના પ્રેમથી
✍️ડોમિનેર (પોલેન્ડની પ્રસિદ્ધ કવયિત્રી)
ગુજરાતી અનુવાદ : જોષી બાબુલાલ