નફરતના વાઈરસ | કૌમી વૈમનશ્ય ફેલાવતા વધુ 7 લોકો પર ફરિયાદ

દેશમાં કૌમી વૈમનશ્ય ફેલાવતા વધુ 7 લોકો પર ફરિયાદ થઈ. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા કેટલાક વર્ષોમાં ધર્મ આધારિત અને આરક્ષણ, એટ્રોસીટી આધારિત ફેક ન્યુઝ, ઘૃણા ફેલાવતા મેસેજોની સોશિઅલ મીડિયામાં ઘોડાપુર આવ્યું છે.
કોરોના જેવી મહામારીમાં જ્યારે તમામ ભારતીયો એક થઈને લડી રહ્યા છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સતત મુસ્લિમ અને દલિત સમાજને ટાર્ગેટ કરીને ઘૃણા ફેલાવવામાં આવે છે. આ ઘૃણાને નાથવા સામાજિક કાર્યકર્તાઓએ કમર કસી છે અને સમગ્ર ગુજરાતમાં એકબીજા સાથે સંકલન સાધી કાયદાનો સહારો લઈ, આવા નફરત ફેલાવનાર અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાનું કેમ્પઈન શરૂ કર્યું છે.
આ કેમ્પઈનમાં જે પણ નાગરિક ફરિયાદ કરાવવા ઈચ્છતા હોય એમને ફક્ત કાનૂની માર્ગદર્શન આપવામાં આવે છે અને તેમની ફરિયાદને FIR સુધી પહોંચાડવામાં આવે છે.
આવી મુહિમના ભાગ રૂપે, ગઈકાલે વેરાવળ, ગીર સોમનાથ ખાતે 7 લોકો સામે ફરિયાદ આપવામાં આવી છે. જેઓ એક ધર્મને ટાર્ગેટ કરી સોશિઅલ મીડિયામાં સતત ઘૃણા ફેલાવી રહ્યા હતા. આરોપીના ફેસબુક આઈડી છે.
1) હિન્દૂ તેજસ આહીર
2) ગિગેશ આહીર
3) અર્જુન શર્મા
4) L B Bhuva
5) राष्ट्रवादी भरत सोलंकी आहिर
6) राष्ट्रवादी भरत कृष्ण आहिर
7) ગોવિંદ સોલંકી
આમ, રાષ્ટ્રવાદ, હિન્દૂ ધર્મને પોતાની ફેસબુક આઈડી જોડે જોડીને નફરત ફેલાવવાનું કામ ચાલે છે. આવા નફરતના વાઈરસને રોકવા સમગ્ર ગુજરાતના સામાજિક કાર્યકર્તાઓએ કમર કસી છે અને હજારો લોકોને જેલ ભેગા કર્યા છે.
તારીખ 7 મે 2020 સુધી મળતી માહિતી મુજબ, 686 FIR માં 1423 લોકોની ધરપકડ થઈ છે અને 647 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.