ભાગ ૧ : જાગ ઓબીસી જાગ

part 1 wake up obc dharmsi dhapa manubhai chavda
Wjatsapp
Telegram

તારીખ : ૬ ઓગસ્ટ ૨૦૨૧

ઓબીસી સવર્ણ હિંદુઓના રવાડે ચડવાનું બંધ કરી “જાતિ આધારિત વસ્તી ગણતરી” માંગે. સવર્ણ હિંદુ સરકારો સૌથી વધુ શોષણ દલિત, આદિવાસી નહીં પણ ઓબીસીનું કરે છે.

શિક્ષણ, નોકરી, યોજનાઓ, પાર્ટીમાં હોદ્દાઓ, સરકારમાં ખાતાઓ, વિગેરે જ્યાં જુઓ ત્યાં સૌથી મોટી વસ્તી ઓબીસીની 60% હોવા છતાં ઓબીસીને જ સૌથી વધુ નુકશાન કરે છે.

sc.st_.obc_.tmari-anamat-nabudini-kagar-par-sharuaat-book-store
હિંદુત્વ એ ઓબીસીને ગુલામ બનાવી રાખવાનો એજન્ડા છે. છેલ્લા 7 વર્ષમાં હિંદુત્વ એ ઓબીસીનું કોઈ ભલું નથી કર્યું અને આગળ પણ નહીં કરે.
 • રામમંદિર માટે સૌથી મોટો ફાળો ઓબીસીએ આપ્યો, સૌથી વધુ જીવ ઓબીસીએ ગુમાવ્યો અને તોય એક પણ ઓબીસીને ટ્રસ્ટમાં સ્થાન ના આપ્યું. મતલબ મરવા મારવા માટે ઓબીસી અને મલાઈ ખાય સવર્ણ હિંદુ.
 • છેલ્લા 4 વર્ષમાં ઓબીસીને NEET માં 10,000 થી વધુ સીટોનું નુકશાન કર્યું છે. ઓબીસીને બદલે જનરલથી ભરતી કરી. ઓબીસીને માલુમ થાય કે દલિત, આદિવાસીની તો ભરતી થઈ છે બસ તમારી, ઓબીસીનું જ નુકશાન થયું છે. ઓબીસી સમાજના 10 હજાર ઓછા ડોકટર બનશે.
 • સવર્ણ હિંદુઓના #EBC આરક્ષણ સામે સુપ્રીમમાં કેસ ચાલુ છે તોય બધી જગ્યાએ EBC આરક્ષણ લાગુ કરી રહ્યા છે અને NEET (ડોકટર બનવાની પરીક્ષા) માં કેન્દ્ર સરકાર (નરેન્દ્ર મોદી જ હો!) સુપ્રીમમાં એમ જણાવે છે કે “ઓબીસી આરાક્ષણનો એક કેસ ચાલતો હોવાથી અમે ઓબીસી આરક્ષણ લાગુ નહિ કરીએ.” સવર્ણ હિંદુઓમાં એમને કેસો નથી નડતા અને ઓબીસીમાં નડે છે. નકલી ઓબીસી નરેન્દ્ર મોદી અસલી ઓબીસી વિરોધી નથી તો બીજું શું છે?
 • ૨૦૧૮ નો ડેટા છે કે 40 કેન્દ્રીય યુનિવર્સીટીઓમાં એકપણ ઓબીસી પ્રોફેસર કે એસસોસીએટ પ્રોફેસર નથી. તો તમારું વર્ષોથી લાગુ થયેલું ઓબીસી આરક્ષણ ગયું ક્યાં? સવર્ણ હિંદુ સરકારો જે આરક્ષણ લાગુ જ નથી કરતી એ આરક્ષણ કાઢવા સવર્ણ હિંદુઓના નબીરાઓ આંદોલન શેના કરે છે?
 • ગુજરાતમાં પ્રોફેસરની ભરતીમાં લેખિતમાં ટોપ કરેલ હોવાં છતાં ઓબીસીને વીણીવીણીને ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને તેમના સવર્ણ હિન્દુ નબીરાઓને એટલા વધારે માર્ક્સ આપવામાં આવે છે કે લેખિત અને ઈન્ટરવ્યુના સરવાળો કરીને તે પ્રોફેસર બની જાય. શું હવે ઓબીસી હિંદુ નથી?
 • કોળી સમાજનું ગૌરવ એવા રાષ્ટ્રપતિનું જાતિના લીધે અપમાન કોણ નથી જાણતું. આ જ સવર્ણ હિન્દુઓએ અમદાવાદના મેયર દલિત હોવાથી રથયાત્રા, જળયાત્રાથી દૂર રાખેલા એ કોણ નથી જાણતું? પછાત સમાજના લોકો ઉચ્ચ સંવિધાનીક પદો પર પહોંચ્યા પછી પણ આ સવર્ણ હિંદુઓ જાતિવાદ કરવાનું નથી છોડતા.
 • ગુજરાતના સવર્ણ હિન્દુઓએ જેટલા અનામત વિરોધી આંદોલનો કર્યા એ દલિત અને આદિવાસી સામે નોહતા પણ ઓબીસી આરક્ષણ સામે હતા. અને તોય ઓબીસી આરક્ષણ બચાવવા દલિત, આદિવાસી રોડ પર ઉતાર્યા, માર ખાધો અને કેટલાયે લોકોએ જીવ પણ ગુમાવ્યો.
 • હિંસક, ધમકી આપતા, તોડફોડ કરતાં કટ્ટર હિંદુ સંગઠનોમાં દલિત, આદિવાસી, ઓબીસીને મોટા હોદ્દા આપે છે પણ RSS અને વિહિપ જેવા નિર્ણાયક સંગઠનોમાં હોદ્દા આપતા નથી. મોટેભાગે સવર્ણ હિંદુઓ જ ઉચ્ચ હોદ્દા પર બેસીને ઓર્ડર કરે છે અને દલિત, આદિવાસી, ઓબીસી તેમના ઓર્ડર ફોલો કરે છે.
 • ઓબીસી સમાજના ઉત્થાન માટે મંડલ કમિશન રચાયું હતું. જેમાં ઘણી બધી ભલામણો કરેલી. ઓબીસી આરક્ષણ એ પણ એક ભલામણ છે. આવી કેટલીય ભલામણો સત્તામાં બેઠેલા સવર્ણ હિંદુઓ લાગુ કરતા નથી.
 • દરેક ઓબીસીને વિનંતી કે “મંડલ કમિશન રિપોર્ટ” વાંચે અને એ બધી જ ભલામણો લાગુ કરાવે. અને તમારે જ લડી-ઝગડીને લાગુ કરાવવાની છે. સવર્ણ હિંદુઓ આપમેળે ક્યારેય લાગુ નહીં કરે.
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

જાગ #ઓબીસી જાગ

 • કૌશિક શરૂઆત

નોંધ : કોળી સમાજ ગુજરાતમાં ઓબીસી છે અને બાકીના રાજ્યોમાં દલિત છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published.