ઈદ સ્પેશ્યલ | એક સાચા મુસલમાનની ખાસિયત શું?

Wjatsapp
Telegram

મોમીન અર્થાત્ સાચો મુસલમાન એ ખાસિયત ધરાવે છે કે જો જીવનમાં તેને નિષ્ફળતા મળે તો તે ગમગીન નથી થતો, અને જીવનમાં ક્યારેક જીત મળે તો ઘમંડી નથી બનતો.
મોમીન હમેશાં તકવાનો માર્ગ અપનાવે છે અને ત્યારે કોઈ પણ તેનો માર્ગ રોકી શકતો નથી.
(એક્ટર બાજુમાં બેઠેલા લોકોને સંદેશ આપતા કહે છે કે) આ યાદ રાખજો, પછી તમારા માર્ગમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ નહીં આવે.
કોઈ પણ દરવાજો કે કિલ્લો જીતવો મુશ્કેલ રહેશે નહીં.
આ ઘટના તમે બધા યાદ રાખજો, તમને બધાને કામ આવશે.
(તકવા એક એરેબીક શબ્દ છે, કુર્આનમાં વિવિધ મોકા પર તેનો ઉપયોગ થયો છે, ટૂંકમાં એનો અર્થ છે કે “જીવનમાં દરેક કામમાં ઇસ્લામિક માર્ગદર્શનને અનુસરી ચાલવું. જેમ કે પ્રથમ વાક્યમાં નિષ્ફળતા અને જીત (સફળતા) નો ઉલ્લેખ છે, અહીં તકવાનો અર્થ એ થાય કે નિષ્ફળતા મળે તો ગમગીન એ હદે ન થાવ કે બેસી જાવ, બલ્કે ફરી નિષ્ફળતા દુર કરવા માટે ફરી પ્રયત્નો કરો અને સફળતા પ્રાપ્ત થાય તો તકવાનો અર્થ એ કે તેના પર ઘમંડ ન કરો, બલ્કે અલ્લાહનો આભાર વ્યકત કરો કે સફળતા પ્રાપ્ત કરવા માટે તમને શક્તિ આપી.)

– મુનવ્વર કાલુ (ગોધરા)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.