બહુજન રાજવી છત્રપતિ શાહુજી મહારાજે OBC-SC-ST વંચિતો માટે શું કર્યું?

Wjatsapp
Telegram

બહુજનોના હક અને સમાનતા માટેની લડાઈ ખુબ લાંબી અને હજારો વર્ષોથી ચાલી આવે છે. કંઈ કેટલાયે મહાપુરુષોના સંઘર્ષોએ આ લડાઈ ને આગળ વધારી છે. તેમાંના જ એક મહાન બહુજન રાજવી છત્રપતિ શાહુજી મહારાજનો આજે નિર્વાણ દિવસ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શાહુ અટલે એ ક્રાતિકારી રાજવી જેણે પુજારીઓ દ્વારા સંસ્કાર ના કરાતા બ્રાહ્મણોને પુજારી પદથી હટાવી દીધા. મહાત્મા ફુલેના વિચારોથી ખુબ પ્રભાવિત હતા. તેઓ ૧૮૯૪થી ૧૯૨૨ એમ ૩૪ વર્ષ સુધી કોલ્હાપુરના રાજા હતા. ૧૯૦૨થી તેમણે નીચલી જાતિઓને સૌપ્રથમ ૫૦% અનામત આપી. તેથી તેઓ અનામતના જનક તરીકે ઓળખાય છે.

OBC SC ST એમ બધા જ વર્ગના લોકો માટે મફત પ્રાથમિક શિક્ષણ અને નીચલી જાતિઓ માટે છાત્રાલયો અને શિષ્યવૃત્તિની સુવિધાઓ આપી. બાબાસાહેબના સહકાર્યકર હતા અને બાબાસાહેબને “મુકનાયક” શરૂ કરવા ૨૫૦૦/- રૂ. ની સહાય તેમજ લંડનમાં ભણવા માટે પણ મદદ કરી હતી. તેમણે જ બાબાસાહેબને “બહુજનોના નેતા” કહ્યા હતા. આવા મહાન રાજવીનું ૬/૫/૧૯૨૨ના રોજ મૃત્યુ થયું. તેમના નિર્વાણ દિને કરોડો વંદન..!!
જય ફુલે શાહુ આંબેડકર…!!

– ભાવિન પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. કિરીટ ભાઈ પરમાર મોડાસર says:

    શાહુજીમહારાજ ને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરી ,તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે સમાજ માટે ઉમદા કાર્ય કર્યું છે, સમાજ તેમના આ રુણ ને ચૂકવી શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.