આપત્તિના પરિણામ કેવા હોઇ શકે ? શું આપણે તૈયાર છીએ?

cuba war disaster 1
Wjatsapp
Telegram

જ્યારે વૈશ્વિક મહામારી હોય કે યુદ્ધ જેવી કોઈ આપત્તિ આવે ત્યારે, એ આપત્તિ માણસએ નિર્માણ કરેલી સગવડોને સૌથી પહેલા ખતમ કરી નાખે છે. આર્થિક રીતે કોઈ પણ દેશ પાયમાલ થઈ તો ભૌતિક સુખાકારી(સગવડો)ને લાગેવળગતા ઉધોગોનો પહેલો ભોગ લેવાય. કુદરત સાથે સીધે સીધા જોડાયેલા ઉધોગો ધીરે ધીરે પણ પહેલા ઊભા થાય. જેમ કે ખેતી; તો ટેકનોલોજીથી ઘેરાયેલી ખેતી ને જૂની પુરાણી પદ્ધથી ફરી અપનાવતા વાર તો લાગે પણ ફરી ધમધમતા થવા માટેનો રસ્તો તો ખેતી માં છે જ, આવુજ માછીમારી ,પોલટ્રી ફાર્મ , જેવા સીધા કુદરત સાથે જોડાયેલા ઉધોગ નવેસરથી અવ્વલ આવી જાય. કારણ કે લોકો પાસે ખરીદ શક્તિ નહી હોય તો ભૌતિક સુખનો વિચાર પણ નહીં કરી શકે, પેટની ભૂખ સંતોષવી અને જીવી લેવું એ જ પ્રાધાન્ય હોય એ સ્વાભાવિક છે.

પાયમાલીની અસર અર્થતંત્ર ઉપર સીધે સીધી પડે જ. પછી કેવા પરિણામ ભોગવવાના આવે એ ૧૯૯૧માં ક્યુબા ઉપર અમેરિકા અને સોવિયત સંઘના યુદ્ધની અસરનો અભ્યાસ કરીએ તો સમજાઈ જશે. નાનું ખોબા જેવું આ ક્યુબા સોવિયત સંઘનું લાડકવાયું હતું. ક્યુબાના અર્થતંત્રને સાચવવા માટે સોવીયત સંઘ ક્યુબાની મુખ્ય વસ્તુ ખાંડ ઊંચા ભાવે ખરીદી કરતું .અને સોવિયત સંઘ ક્યુબાને ક્રૂડ ઓઇલ જરૂર કરતાં વધારે મોકલતું હતું અને એ પણ ખૂબ જ સસ્તા ભાવે મોકલતું , આ વધારાનું ક્રૂડ ઓઇલ ક્યુબા બે પૈસા વધારીને બીજા દેશોમાં નિકાસ કરતું અને આમ આ બે પૈસા એ ક્યુબાના અર્થતંત્ર ની કરોડરજ્જુ હતી. અર્થતંત્ર નો આધાર સ્તંભ જો તૂટી જાય તો એ સ્તંભના ટેકે ઉભેલું અર્થતંત્ર પત્તાના મહેલની જેમ તૂટીને ભોંય પછડાઈ જાય. સોવિયતસંઘ તૂટી જવાથી ક્યુબાની હાલત પણ પત્તા મહેલ જેવી થઈ. ક્યુબાનું અર્થતંત્ર તૂટીને એવી હાલતમાં આવી પડ્યું કે રાતો રાત જંગલ અવસ્થાની યાદ અપાવે એવી સ્થિતમાં મુકાઇ ગયું. ઇલેક્ટ્રિક સિટી બંધ , ક્રૂડ બંધ , ઉધોગો બંધ, વાહનવ્યવહાર ઠપ્પ , ઘરની સગવડો ફ્રિજ , ટીવી, પંખા બધુ બંધ. લોકો પાસે ખેતી એક વિકલ્પ રહ્યો. પણ ખેતીમાં વપરાતા ટ્રેક્ટર કે આધુનિક સાધનો બંધ એટલે નવેસરથી શરૂઆત થઈ. માણસ બળદથી ખેતી કરતો થયો. જે કામ આધુનિક મશીનોથી થતાં એ કામ માણસ જાતે મહેનત કરીને કરતો થયો .

ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી ચાલતા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું એજ એક ઉપાય હતો. એ સમયે ક્યુબાના દરેક નાગરિકની સ્થિતિ એવી હતી કે, ખોરાક ઓછો અને મહેનત વધુ ના કારણે પુખ્ત વયના નાગરિકનું સરેસર દસ દસ કિલો વજન ઓછું થઈ ગયું હોવાનો અહેવાલ છે. ચાઈના પાસેથી ક્યુબા એ જે તે સમયે દસ લાખ સાયકલ આયાત કરી હતી અને અર્થતંત્રની નવેસરથી શરૂઆત સાયકલ થી કરવી પડી હતી. કોઈ પણ પરિસ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે, વિચારી જોવો કે કોરોના બેકાબૂ રહ્યો અને આર્થિક પાયમાલીએ આપણને પાયમાલ કરી નાખ્યા તો?

આવક બંધ હોય તો સગવડો અભરાઈએ મૂકીને જીવવા માટે પેટ ભરાય એ જ પ્રાયોરિટી બની જાય. ખેડૂત અને મજૂરો અર્થતંત્રના મુખ્ય ચાલક બની જાય છે. જીવવામાટે અર્થ ખેડૂત ઉપર આખા દેશ ની નજર અટકી જાય. આવી સ્થિતિ માંથી પણ આજે ક્યુબા બહાર આવી ચૂક્યું છે, એમનામાં અંદરો અંદરના વિરોધ કરવાની ક્યાંય જગ્યા બચી નહોતો. ખેત પેદાશ આખા દેશને પહોંચી શકાય એમ નહોતી. લોકો એ જ્યાં જગ્યા મળી ત્યાં શાકભાજી કે ફળો ઉઘાડવાનું ચાલ્યું કરું એક બીજાનો સહકાર લઈને પહેલા પેટની જરૂરિયાતને પહોંચવા મથામણ કરી અને ૧૯૯૧ થી ૨૦૦૦ સુધીના સખત પરિશ્રમ આપતા સમય માંથી ઉગરી ને બહાર આવ્યા. ખરાબ સમય ગમે ત્યારે આવે એ મારી પણ નાખે અને કઈક મોટા મોટા પાઠ ભણાવી પણ જાણે છે, આપણે પણ અત્યારે એક એવી ખાઈની ધાર ઉપર ઊભા છીએ, જે જમીન ઉપર ઊભા છીએ એ જમીનનું બંને તરફથી ધોવાણ થઈ રહ્યું છે. જે બાજુ પડ્યા પાયમાલી છે જ.

એમાં વળી આપની પાસે સાંપ્રદાઈક વિખવાદ નું ઝહેર પ્રચુર માત્રા મોજૂદ છે. કાલે કયા હોઈશું એ વિચારવાની કોઈ ના મગજની માંગ કેમ નથી રહી ? કારણ કે આપણે માનસિક રીતે ઉન્માદી થઈ ગયેલા છીએ . લોકો વહેચાઈ ને ટોળા બંધી માં જીવવા ટેવાતાં જાય છે. પરિમાણ ક્યારે માત્ર કુદરત ના હાથ માં હોય છે ત્યારે સૌથી વધુ ભોગવવાનું આવી પ્રજા ને આવે છે. આશા રાખી એ આપણે આ આપત્તિ માંથી જલ્દી બહાર આવીએ. ભલે પછી નવરાશે પોતપોતાનાં ઉન્માદને ઉછેરી રાખો.

Jitendra Vaghela 01જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.