શું આજે 29 એપ્રિલે કોઈ એસ્ટરોઈડ આપણી પૃથ્વી સાથે ટકરાશે?

Wjatsapp
Telegram

હમણાં થોડા સમયથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 29 એપ્રિલ 2020ના રોજ આવવાળા એસ્ટ્રોઇડ વિશે અનેક અફવાઓ પ્રવર્તમાન છે એનો પર્દાફાશ કરીએ.

એસ્ટરોઇડ એટલે 1 મીટરથી માંડી ને 100 કિલોમીટર ના વ્યાસ ધરાવતા ખડકને એસ્ટરોઇડ કહેવામાં આવે છે. આ એસ્ટરોઇડનું અસ્તિત્વ મંગળ ગ્રહથી ગુરુ ગ્રહની વચ્ચે હોય છે આ એસ્ટરોઇડ બીજા ગ્રહો મીટયોરોઇડ (ઉલ્કા) જેવા અવકાશી પદાર્થની જેમ જ સૂર્યની પરિક્રમા કરે છે

1998 OR 2 નામનો એક એસ્ટરોઇડ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ધરતીની નજીકથી પસાર થવાનો છે. આ એસ્ટરોઇડનું નામ 1998 OR 2 રાખવાનું કારણ એ છે કે આ એસ્ટરોઇડની શોધ 1998ના વર્ષમાં કરવામાં આવી હતી. આ એસ્ટરોઇડ દરેક ત્રણ થી સાડા ત્રણ વર્ષના અંતરે પૃથ્વીની નજીકથી પસાર થાય છે. તેનો વ્યાસ 2 થી 4 કિલોમીટર નો હોઈ શકે છે. આ એસ્ટરોઇડ એપોલો ગ્રુપ નો એસ્ટરોઇડ છે. આ એપોલો ગ્રુપ એટલે વૈજ્ઞાનિકો દ્વારા એસ્ટરોઇડને અલગ અલગ ગ્રૂપમાં વહેચવામાં આવ્યા છે અભ્યાસની સરળતા માટે તે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ એસ્ટરોઇડ ધરતીથી હાલ તો લાખો કિલોમીટર દૂર થી પસાર થવાનો છે. અને આ એસ્ટરોઇડની ધરતી સાથે અથડાવાની શક્યતા આશરે 0% જ કહી શકાય. પરંતુ આવા હજારોની સંખ્યામાં એસ્ટરોઇડ ધરતીની આસપાસથી પસાર થાય છે. પરંતુ કેટલાક એસ્ટરોઇડ ધરતીની ખૂબ નજીકની કક્ષામાં પરિભ્રમણ કરે છે અને કોઈ કારણોસર તેમની પરિભ્રમણ દિશામાં ફેરબદલ થાય તો જ ધરતી સાથે અથડાઈ શકે.

આ 1998 OR 2 નું ધરતી સાથે અથડાવાની શક્યતા નહિવત છે તો ધરતીવાસીઓએ ગભરાવાની જરૂર નથી અને આ વૉટસએપ યુનિવર્સિટીમાંથી ફેલાતી અફવાઓથી દૂર રહો.

– કૌશલ અસોડિયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.