હિંદુમીડિયા | દિવ્ય ભાસ્કર “મધુરીમા”ની જાતિ કઈ?

Wjatsapp
Telegram

આજની દિવ્ય ભાસ્કર પૂર્તિ “મધુરીમા”માં લખાયેલ આર્ટિકલની લેખિકાઓના નામ જોઈ જાવ, પછી આગળ વાત કરીએ.

૧) હળવાશ – જિગીષા ત્રિવેદી
૨) એકબીજાને ગમતાં રહીએ – કાજલ ઓઝા વૈદ્ય
૩) મૂડ એન્ડ માઈન્ડ – ડૉ. સ્પંદન ઠાકર
૪) સંબંધના ફૂલ – રચના સમંદર
૫) પેરેન્ટિંગ – મમતા મહેતા
૬) ફેશન – શેફાલી પંડ્યા ‘અમી’
૭) એક્સેસરીઝ – માયા શર્મા
૮) રસથાળ – ઉર્વશી જોશી
૯) બ્યુટી – ફલક શાહ
૧૦) કોને કહું? – પૂર્વા પારેખ
૧૧) નવલિકા – જાગૃતિ રાજ્યગુરુ
૧૨) લઘુકથા – લતા સોની કાનુગા
૧૩) લઘુકથા – પારુલ દેસાઈ
૧૪) વુમન ઈન ન્યુઝ – જાનકી રાવલ
૧૫) વિશેષ – એષા દાદાવાળા
૧૬) વુમનોલોજી – મેઘા જોશી
૧૭) ડાયેટ – લિઝા શાહ
૧૮) કાવ્યસેતુ – લતા હિરાણી
૧૯) સજાવટ – વૈશાલી જોશી

મતલબ,
બ્રાહ્મણ મહિલાઓની પૂર્તિ છે “મધુરીમા”
પછી મહેનત-મજૂરી કરતી ઓબીસી મહિલાઓ,,
સંયુક્ત પરિવારમાં રહેતી બહુજન મહિલાઓ,
જાતિવાદ વેઠતી દલિત મહિલાઓ,
ખેતરમાં કામ કરતી ખેડૂત મહિલાઓ,
જંગલ વિસ્તારની આદિવાસી મહિલાઓ,
અમદાવાદ કોટ વિસ્તારમાં રહેતી માઈનોરિટી સમાજની મહિલાઓની વાત, સમસ્યાઓ, અવાજ,
આ પૂર્તિમાં ક્યાંથી હોય મારી બેનો!!?

કદાચ કોઈને એમ હોય કે બ્રાહ્મણો છે તો શું થયું? એ લખે તો બધા માટે છે ને!! તો તમે મધુરીમાંના જુના અંકો જાતે વાંચી જાવ. શુ એમાં OBC, SC, ST અને માઈનોરિટી મહિલાઓની વાત છે? મજૂરી કરતી, શાકભાજી વેચતી, ખેતીકામ કરતી, અન્ય નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓની સમસ્યાઓ કે સક્સેસ સ્ટોરી છે? કે પછી સુખી સંપન્ન સવર્ણ હિંદુ મહિલાઓની જ વાત છે. આટલી એકસરસાઈઝ હું તમારા પર છોડું છું.

અમદાવાદમાં જેમ જાતિઓની પોળો અને મહોલ્લાઓ છે તેમ ગુજરાતમાં જાતિઓના છાપાઓ છે. ફક્ત “મધુરીમા” જ નહીં દિવ્ય ભાસ્કરની દરેક પૂર્તિનું એનાલિસિસ કરો, તેમના એડિટર, સબ એડિટર, જેટલી કી પોસ્ટ છે, એ સૌનું એનાલિસિસ કરો. તેમાં તમને મોટેભાગે સવર્ણ હિંદુઓ જ જોવા મળશે.

અને દિવ્ય ભાસ્કર જ કેમ!
ગુજરાતના બાકીના છાપા અને ન્યુઝ ચેનલો પણ જુઓ, તેમની પૂર્તિઓના લેખકોના નામ, એડિટર, સબ એડિટર, પ્રાઈમ ટાઈમ એન્કરો, રિપોર્ટરો, વિગેરે કી પોસ્ટ જોઈ જાવ એટલે ખબર પડે કે કયું છાપું, કઈ ન્યુઝ ચેનલ ગુજરાતની કઈ જાતિ ચલાવે છે. તેમના માલિકો, તંત્રી, સ્ટેક હોલ્ડરનું લિસ્ટ જોઈ જાવ. કોણ એનું માલિક છે? કોણ આ મીડિયાની પોલિસી તૈયાર કરે છે? આ દેશમાં બધું જાતિઓના હિત સાચવવાની લડાઈ છે. એટલે ન્યુઝના બદલે આપણે તેમના વ્યુજ વાંચીએ છીએ.

તમે એનાલિસિસ કરો કે, પરશુરામ જયંતીને જેટલું કવરેજ મળે છે તેટલું કવરેજ બિરસા મુંડા જયંતિ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીને કેમ નથી મળતું? બ્રાહ્મણ કરતાં દલિત અને આદિવાસીની વસ્તી વધારે હોવા છતાં દલિત, આદિવાસીઓના ન્યુઝ કવર કરવામાં ભેદભાવ કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થીને જેટલું કવરેજ મળે છે તેના ચોથા ભાગનું પણ કવરેજ મોહરમ, તાજીયા વિસર્જનને નથી મળતું.

ધર્મ આધારિત ભેદભાવ વાંચવા ઈમેજ પર ક્લિક કરો.
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હિંદુ ધર્મની આ ખાસિયત છે, જેને હું દુષણ કહું છું. અહીં જાતિઓના નાના નાના દેશો અસ્તિત્વમાં આવેલા છે. જે તે જાતિઓના બુદ્ધિજીવીઓ ફક્ત પોતાની જાતિનું જ હિત સાચવવા પ્રયત્નશીલ રહે છે. હિંદુ એકતાની વાત ફક્ત અને ફક્ત વિધર્મી સામે લડવા અને વોટ મેળવવા માટે કરવામાં આવે છે પણ સત્તા, સંપત્તિમાં ભાગીદારી કોઈ હિંદુ જાતિ, અન્ય હિંદુ જાતિને આપવા તૈયાર નથી.

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

  1. Only Bashing the Upper Castes Dominated Persons is Not Sufficient. Demand from the Govt. What one Needs to Live Life with Dignity as Human Being.

Leave a Reply

Your email address will not be published.