શુ છે કોલેજીયમ? કેમ થઈ રહ્યો છે કોલેજીયમનો વિરોધ?

એક લીટીમાં કહીએ તો, સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટના જજોની ભેદભાવયુક્ત નિમણૂક કરવાની સવર્ણ હિંદુઓની પદ્ધતિ એટલે કોલેજીયમ.
વિગતવાર સમજો.
સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજોની નિયુક્તિ માટે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી. પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય ચાર સિનિયર જજો, ભેગા મળીને કોલેજીયમ બને છે અને તેઓ નક્કી કરે છે કે કોને જજ બનાવવો અને કોને નહિ. એટલું જ નહીં, ક્યાં જજની બદલી ક્યાં કરવી એ પણ આ પાંચ જજ નક્કી કરે છે. અને જે મોટેભાગે સવર્ણ હિંદુ અને એમાંય ખાસ તો બ્રાહ્મણ જ હોય છે.
આ પાંચ જજો, જે મોટેભાગે સવર્ણ હિંદુ જ હોય છે તે નવી નિયુક્તિ કરવા માટે નામોની ભલામણ રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ તેને મંજૂરી આપે, સૂચનો આપે, વાંધા રજૂ કરે અને નવા નામો પણ સૂચવી શકે છે. ભારતમાં રાષ્ટ્રપતિ એ જે તે બહુમત સરકાર દ્વારા ચૂંટાતો વ્યક્તિ હોય છે એટલે રાષ્ટ્રપતિ આડકતરી રીતે સરકારના દોરીસંચારથી જજની નિમણૂક માટે સૂચન, વાંધા અને ભલામણ કરે છે.
રાષ્ટ્રપતિના સૂચનો, વાંધા અને ભલામણ કોલેજીયમને મોકલવામાં આવે છે અને કોલેજીયમ તેના પર વિચાર કરે છે અને ફરી પાછું રાષ્ટ્રપતિ પાસે મોકલે છે. રાષ્ટ્રપતિ બીજી વાર રિજેક્ટ કરી શકતા નથી અને મંજૂરી આપવા બંધાયેલ છે.
આમ, સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિનો આધાર કોલેજીયમના 5 જજો પર નિર્ભર છે, જે મોટેભાગે સવર્ણ હિંદુ અને તેમાંય બ્રાહ્મણ હોય છે.
પણ, અહીંયા એક ટ્વિસ્ટ છે. રાષ્ટ્રપતિને બીજી વાર મોકલાયેલ નામ મંજુર કરવું ફરજીયાત છે પણ કેટલા સમયમાં મંજુર કરવું એની સમયસીમા નક્કી નથી. એટલે રાષ્ટ્રપતિ ધારે તો મહિનાઓ, વર્ષો સુધી નિમણૂક લટકાવી શકે છે.

સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિમાં ભયંકર જાતિવાદ અને પરિવારવાદ ચાલે છે. આઝાદીના 70 વર્ષ બાદ આરક્ષણને નિષ્પ્રભાવી કરવા મથતા અને આરક્ષણને કાઢવા મથતા જજોનું લિસ્ટ તમે ચેક કરો તો ખબર પડે કે દરેક ત્રીજો જજ કોઈક જજનો સગો છે. એટલું જ નહીં, ઘણા જજની નિયુક્તિમાં સિનિયીરિટીને અવગણીને પણ જજ બનાવવા પ્રયત્નો કર્યાના કોલેજીયમના કિસ્સા છે.
આ સુપ્રીમ કોર્ટના જજો, જે મોટેભાગે સવર્ણ હિંદુઓ છે, તેઓ વારંવાર વિવાદાસ્પદ ચુકાદાઓ આપે છે એટલું જ નહીં બંધારણની ઉપરવટ જઈને ચુકાદા આપે છે.
૧) રામ મંદિર કેસ જમીનના ટાઇટલ બાબતે હતો, અને ચુકાદામાં ટ્રસ્ટ બનાવવાનું લખવામાં આવ્યું છે.
૨) ચુકાદો લખનાર જજનું નામ લખવામાં આવે છે, પણ રામ મંદિર ચુકાદામાં ક્યાં જજે ચુકાદો લખ્યો, તેનું નામ નથી.

૩) અરનબ ગોસ્વામી માટે અજન્ટ સુનાવણી કરીને 3 અઠવાડિયા માટે ધરપકડ પર સ્ટે આપવામાં આવે છે પણ ફિક્સ પે, આઉટ સોર્સ, કોન્ટ્રેક્ટ પર કામ કરતાં ભારતના કરોડો યુવાનો “સમાન કામ, સમાન વેતન” માંગે છે, તેની સુનાવણી કેટલાય વર્ષોથી ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચુકાદો નથી આપતા.
૪) એટ્રોસિટી બાબતે પહેલા પણ વિવાદસ્પદ ચુકાદો આપ્યો હતો, ભારતભરના આંદોલન થયું હતું અને પછી સંસદમાં કાયદો લાવવો પડ્યો હતો.
૫) કાશ્મીર લોકડાઉન, NRC, CAA, કોરોના પ્રભાવિત કરોડો મજૂરો બાબતેની યાચીકાઓમાં આ સવર્ણ હિંદુ જજોની ભૂમિકા નિરાશાજનક અને વિવાદાસ્પદ રહી છે.
અને હમણાં જ થોડા દિવસ પહેલા,
૬) લોક ડાઉન બાબતે લઘુતમ વેતન આપવા કરેલ PIL સામે, કાયદાની ઉપરવટ જઈને સોલિસિટર જનરલ તુષાર મહેતાના શબ્દો હતા કે, “PILની દુકાન બંઘ થવી જોઈએ.” હકીકતે સોલિસિટર જનરલ એ ગરીમા જળવાય એ રીતે સુપ્રીમ કોર્ટેમાં દલીલ કરવાની હોય છે અને કાયદાની જોગવાઈનું પાલન કરવાનુ હોય છે. પરંતુ, તેઓના આ શબ્દો પર સુપ્રીમ કોર્ટે પણ મૌન સેવે, એ કેટલા અંશે વ્યાજબી છે.
આરક્ષણ ગરીબી નાબુદી કાર્યક્રમ નથી પણ પ્રતિનિધિત્વ છે, તેના વિશે કાયદાના સુપ્રીમ એવા સુપ્રીમ કોર્ટના જજો, ક્રિમિલિયર દાખલ થાય તેવી ટિપ્પણી કરીને, આજે ફરી એક વાર 5 સવર્ણ જજોની બેંચે સાબિત કરી દીધું છે કે તેઓ પોતાની જાતિના હિત માટે હોદ્દાઓનો દુરુપયોગ કરે છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં ન્યાયિક ભરતી નથી થવા દેતા.
હાલના કોલેજીયમના હાલના પાંચ જજોના નામ,
- માનનીય રંજન ગોગોઈ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા)
- માનનીય શરદ અરવિંદ બોબડે
- માનનીય એન. વી. રામન્ના
- માનનીય અરુણ મિશ્રા
- માનનીય આર. એફ. નરીમાન
કોલેજીયમ સિસ્ટમ હવે નહિ ચાલે, સવર્ણ હિંદુઓનો જાતિવાદ, પરિવારવાદ નહિ ચાલે, કોલેજીયમ ખતમ કરીને, જજો માટે ન્યાયિક ભરતી પ્રક્રિયા લાવવી જ પડશે. કોલેજીયમ સિસ્ટમનો ભારતભરમાં સખત વિરોધ થઈ રહ્યો છે.
કૌશિક શરૂઆત – 8141191311
જો જાતિવાદ ખતમ નહીં થાય તો દેશ ફરી અધોગતિ ના પંથે જશે.
જય ભીમ કૌશિકભાઈ..
આવી સરસ માહિતી આપતાં રહેજો.. અને સમાજ ને જગાડતા રહેજો.. અમે તમારા આર્ટીકલ સ્પ્રેડ કરતા જ રહીએ છીએ અને આગળ પણ કરશું જ..
તમારો આર્ટીકલ એક તૈયાર ભાણું જ છે જે અમારે ફક્ત આરોગવાનું છે…. તમે જુદા સોર્સ દ્વારા માહિતી ભેગી કરી ને સમાજ ને સરસ આર્ટીકલ રૂપે ભાણું આપી રહ્યા છો.. જે અમારા જેવા યુવાનો માટે ઘણું મહત્ત્વ નું છે..
જય ભીમ
તમામ મિત્રો ને જય ભીમ , નમો બુદ્ધાય
દરેક સૈનિકો ને ખાસ અપીલ કે આપણી સાઈટ નાં તમામ આર્ટિકલ્સ ને સોશીયલ મિડીયા માં એટલા શેર કરો કે દરેક માણસ પાસે સાચી માહિતી પહોંચે.
જેનાથી લોકો ને ખબર પડે કે દેશ માં શું ચાલી રહ્યું છે.
હજુ મોટ્ટા ભાગ નાં લોકો ઊંઘ માં જ છે.
જેને આપણે જગાડવાના છે.
Very nice
જય ભીમ નમો બુદ્ધ
કોલેજીયમ સિસ્ટમ હટાવો દેશ બચાવો
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
Yes ,this is true👌👍
Thank you for your valuable reply, visit our website everyday for new updates
2015 માં મોદીએ કોલેજીયમ રદ કરીને NJAC લાવેલ તો ઍ કોણે રદ કરી? અને હા, 1993 માં કોલેજીયમ ચાલુ કરનાર કોંગ્રેસ સરકાર જ છે. જોઇલો આજતક નો રિપોર્ટ https://www.indiatoday.in/opinion/gyanant-singh/story/gyanant-singh-judicial-appointment-commission-collegium-system-204745-2014-08-20
તમે સત્યથી થોડા નજીક છો. પૂરું સત્ય આ છે.
http://www.sharuaat.com/difference-between-collegium-and-national-judicial-appointments-commission/
માહિતી બદલ આભાર
જય ભીમ જય ભારત
Thanks. Please spread the article.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
ખૂબ સરસ અને સત્ય સાચી માહિતી છે
Thanks. Please spread the article.