બૌદ્ધ | સદધર્મ કોને કહેવાય?

(૧) સદધર્મ ના હેતુઓ-કાર્યો
૧ . મનનો મેલ દૂર કરી તેને નિર્મળ બનાવવું .
૨ . સંસારને સદગુણી – ધર્મનું રાજ્ય બનાવવું .
(૨) ધમ્મ ત્યારે જ સદધર્મ ધર્મ કહેવાય કે જ્યારે તે પ્રજ્ઞા ની વૃદ્ધિ કરે
૧ . ધમ્મ ત્યારે જ સદધર્મ કહેવાય જ્યારે તે જ્ઞાનનાં દ્વાર સર્વજનો માટે ખુલ્લાં રાખે .
૨ . ધમ્મ ત્યારેજ સદધર્મ કહેવાય જ્યારે તે શીખવે કે માત્ર વિદ્વતા એ પૂરતું નથી, તેનાથી પાંડિત્યનો ડોળ પેદા થાય
૩ . ધમ્મ ત્યારેજ સદધમ્મ કહેવાય જ્યારે તે શીખવે કે જેની જરૂર છે તે પ્રજ્ઞા છે .

(૩) ધમ્મ ત્યારે જ સદધર્મ કહેવાય કે જ્યારે તે મૈત્રીની વૃદ્ધિ કરે
૧ . ધમ્મ ત્યારેજ સદધમ્મ કહેવાય જ્યારે તે શીખવે કે માત્ર ” પ્રજ્ઞા ” પૂરતી નથી તેની સાથે ‘ ‘ શીલ ’ ’ અનિવાર્ય છે .
૨ . ધમ્મ ત્યારેજ સદધમ્મ કહેવાય જ્યારે તે એવું શીખવે કે ‘ પ્રજ્ઞા અને શીલની સાથે ‘ કરણા ’ ની પણ આવશ્યકતા છે .
૩ . ધમ્મ ત્યારેજ સદધમ્મ કહેવાય જ્યારે તે શીખવે કે કરુણા સાથે મૈત્રીની પણ અતિ આવશ્યકતા છે .
(૪) ‘ ધમ્મ ’ ત્યારે ‘સદધમ્મ’ કહેવાય જ્યારે તે સઘળા સામાજિક ભેદભાવની નેસ્તનાબુદ કરે છે
૧. ‘ ધમ્મ ’ ત્યારે ‘ સદધમ્મ કહેવાય જ્યારે તે માનવ – માનવ વચ્ચેની ભેદભાવની દીવાલોને દૂર કરે છે ,
૨. ‘ ધમ્મ ’ ત્યારેજ ‘ સદધમ્મ ’ કહેવાય જ્યારે એવું શીખવે કે વ્યક્તિનું મૂલ્યાંકન જન્મથી નહિ પરંતુ તેના કર્મથી કરવું જોઈએ .
૩ . ‘ ધમ્મ ’ ત્યારે ‘ સદધમ્મ કહેવાય જ્યારે તે માનવ – માનવ વચ્ચે ‘ સમાનતા ’ ની ભાવનામાં વધારો કરે છે .
“બુદ્ધ અને તેમનો ધમ્મ” માંથી લે.-ડૉ. બી.આર.આંબેડકર (પૃષ્ઠ-363)