કોરોના સામે લડવા મોદી સરકાર તમારા માટે શું કરી રહી છે?

કોરોના સામે લડવા મોદી સરકાર તમારા માટે શું કરી રહી છે?
૩૦ જાન્યુઆરી ૨૦૨૦એ ભારતમાં પહેલો કેસ પકડાયો હતો. ૨૦ માર્ચ ૨૦૨૦એ આખા ભારતે જનતા કરફ્યુ પાળ્યો. ત્યાં સુધી ભારત સરકારે વેન્ટિલેટર, પ્રોટેકટિવ કીટ અને કોરોના ટેસ્ટ કીટ માટે કોઈ બજેટ નોહતું ફાળવ્યું.
અને દેશમાં જેટલા લોકો આ મેડિકલ ઉપકરણો બનાવતા હતા તેમને ભારત બહાર એક્સપોર્ટ કરવા દીધા પણ ભારત સરકારે આ ઉપકરણો ભેગા ના કર્યા.
૨૪ માર્ચ ૨૦૨૦ એ પ્રધાનમંત્રીએ ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાત કરી અને ૧૫ હજાર કરોડ રૂપિયા ફાળવ્યાં અને ૨૪ તારીખે મેડિકલ ઉપકરણો વિદેશ મોકલવા પર પ્રતિબંધ લગાવ્યા.
મતલબ, ૨૨ તારીખ, રવિવારથી આપણે જે ૩ દિવસથી ઘરમાં બંધ હતા તેની પ્રધાનમંત્રીને કોઈ ગંભીરતા જ નોહતી. સરકાર દ્વારા કોરોના સામે લડવા કોઈ પૂર્વ તૈયારી કરવામાં આવી જ નોહતી.
આપણે ભારતના લોકોએ જાતે કોરોના સામે લડવાનું છે. કોઈ સરકાર કોઈ મદદ નહિ કરે. આ જ #હિંદુરાષ્ટ્ર છે જે હાલ તો ભોગવ્યા વગર છૂટકો નથી.