OBC સમાજને જગાડવા શુ કરવું જોઈએ? વાંચો કોણે શું કહ્યું?

ગઈકાલે ફેસબુક લર સવાલ પૂછ્યો હતો કે, “તમારા મતે #OBC ને જગાડવા શુ કરવું જોઈએ?” અને ઘણા બધા લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાંથી કેટલીક કૉમેન્ટનું સંકલન અહીં તમારી સામે રજૂ કરી રહ્યા છીએ અને આશા કરી રહ્યા છીએ કે, આ સૂચનો તમને OBC સમાજને જાગૃત કરવા અને તેમના હક, અધિકાર માટે લડતા કરવા ઉપયોગી સાબિત થશે.
દિપક દિપ : OBC કો યહ પતા નહીં કી ઉસકે પૂર્વજ જોતિબા ફૂલે, શાહુજી મહારાજ, ઈ. વી. રામસામી પેરિયાર, લલઈસિંહ યાદવ કે આંદોલન કો SC, ST ઔર Minority આગે બઢા રહે હૈ.
દક્ષ મકવાણા : ઓબીસી સમાજના લોકોએ જયંતિભાઇ મનાણી લીખીત પુસ્તક વાંચવા જોઇએ જેવાં કે ઓબીસી પછાત શુદ્ર આંદોલન, ઓબીસીની વસ્તી ગણતરી શા માટે જરૂરી છે? ઓબીસી સમાજમાં પેટા જ્ઞાતિઓ છે તે જ્ઞાતિઓના પ્રમુખોને સરકારી કર્મચારીઓને 1947 પહેલાંના અને 1947 પછીના ભારતનો સામાજિક, શૈક્ષણિક, રાજકીય ઈતિહાસથી વાકેફ કરવા જોઈએ અને પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સ્ટેજ ઉપર સ્થાન આપવું જોઈએ.
પ્રકાશ મકવાણા : સાચી વાત છે પણ પ્રથમ તો OBC લોકો પોતાને OBC સમજતા જ નથી. કેમકે OBC 140 કરતા પણ વધારે પેટા જાતિમાં વિખરાયેલો છે અને તેમને OBC તરીકેનો એહસાસ કરાવવો જોઈએ અને વર્તમાન સમયમાં OBCને રાજકીય રીતે કેટલું નુકશાન થઇ રહ્યુ છે? તે સમજાવવું જોયીયે.

જે. બી. સોલંકી : 1990 પહેલાનો વિધાનસભાનો ઇતિહાસ તાજો કરાવો. ત્યારે કેટલા ઓબીસી ધારાસભ્ય હતા અને આજે. અને પૂછો કે આવું કેમ થયું?
આર. કે.પરમાર : OBC સમાજને આર્ટિફિશિયલ સવર્ણ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમને સરકારી અને રાજકીય લાભોથી આજે પણ દૂર રાખવામાં આવે છે. OBC ના નવયુવાનોને ખાલી આ બાબત સમજાવવામાં આવે તો પણ ઘણો ફરક આવી શકે તેમ છે.
કાનજી ચુડાસમા : ઓબીસીનો ઉચ્ચ અને બનાવી દિધેલા ઓબીસીથી અલિપ્ત થવા જરુરી. કારણ કે, ખરેખર ઓબીસી જ્યારે જાગૃત અનુ. જાતિ નજીક આવે એટલે ઘુસી ગયેલા ઓબીસી તેમનો હાથ પકડી એકાદ પાર્ટી આપશે. કારણકે મળવાપાત્ર લાભો બની બેસેલા ઓબીસી ઉઠાવવા માંગે છે. ખરેખર કોળી, ગોપાલક પૈકી રબારી, ભરવાડ, ચારણ, દેવીપુજક, બીજા અતિ પછાત ઓબીસીને જગાડવા જરુરી છે. માટે તેમના વચ્ચે જવુ. તેમના મહાનુભાવોની કહાની લખવી, ઇતિહાસ લખવો. જાહેર કાર્યક્રમ કરવા વગેરે… કોળી સમાજ જો જાગે તો પણ ઘણુ.
કેસર ભદરુ : સૌથી પહેલાં અત્યારે OBC પોતપોતાની જાતિઓમાં વહેચાયેલા છે. તેમને ઓબીસી તરીકે એક મંચ હેઠળ લાવવા જોઈએ.
અરવિંદ પરમાર : OBC જો કોઈ મિત્ર હોય તો તેને આપણી સાથે રાખવું જોઈએ. તેને સમાજ અને હાલના જે સમયની વ્યક્તિગત પરિભાષા છે, જે સમાજના પ્રશ્નો છે, જે સમાજમાં થયેલી શોષણ છે, વાસ્તવિક હકીકત છે, તેના વીશે પૂરતી માહિતી આપવી જોઈએ અને એક ઓબીસી સંગઠન ઊભું થાય અને ગાવ ગાવ શહેર સુધી, ગામમાં એક એવું સંગઠન થઈને બધા ઓબીસીને જગાડવાનું કામ કરે. તે રીતે આપણે ઓબીસીને જગાડી શકીએ છીએ. પણ, આપણે સીધા ઓબીસીના ઘેર જાસુ તો તે આપણું અપમાન કરશે. આપણી વાતો સાંભળવાની દૂર રહેશે પણ ઓબીસી ઓબીસીને સમજાવશે તો સમાજમાં સુધાર જલ્દી આવશે.
હરેશ મેવાડા : ઓબીસી સમાજના આગેવાનોને તેમના બંધારણીય હક્ક વિશે જાગૃત કરવા અને તેમનુ કોના દ્વારા સોષણ કરવામાં આવ્યું તે વિશે માહીતગાર કરવા જોઈએ.
અંબાલાલ રાઠોડ : ઓબીસી ઝાઝા સમાજનો સમુહ છે. તેમાં પણ આરક્ષણ લેવા માટે સવઁણ સમાજને ધુસાડી દેવામાં આવ્યા છે. જે આજે ઓબીસી જાતિનુ નેતૃત્વ કરી રહ્યા છે. તેમાના બીજા સમુહોને સાચી દિશા તરફ લઈ જઈને જગાડવાની જરૂર છે.
યોગેશ વાઘેલા : OBC ઉપર જે પણ દમન થઈ ગયા છે, હાલની પરિસ્થિતિમાં મંડલ કમિશન હોય, કાકા કાલેલકર પંચ હોય કે પછી 1990ની અંદર બી. પી. સિંગ સરકારે ઓબીસીને 27 ટકા રક્ષણ આપ્યું, કોણ વિરોધ કરે છે? તે સાચી માહિતી બતાવી જોઈએ. ક્રિમિનલ એટલે શું? ઓબીસીને એમના ભાગે નોકરી કેમ નથી મળતી ?

હાર્દિક કુમાર : હિન્દૂ ધર્મના વર્ણ વ્યવસ્થા પ્રમાણે obc કયા વર્ણમાં આવે છે…… બ્રાહ્મણ? ક્ષત્રિય? વૈશ્ય? શુદ્ર?
ચિરાગ રાજવંશ : OBCને જગાડવા તેમનામાં રહેલું પોતાની જાતિનું દલિત આદિવાસીથી ઊંચા છીએ, એવું અભિમાન અને… ભલે પછી ઉચ્ચ જાતીવાળા એમને નીચા ગણે, એ દૂર કરવું પડે. બીજું એમને જે લાભ મળે છે એ કોના થકી મળી રહ્યો છે? એનાથી જ એ અજાણ છે. એ જાગૃતિ લાવવી પડે.
અરવિંદ ખુમાણ : સક્રિય ઓબીસીને ટેકો આપો, માર્ગદર્શન આપો, તેના બંધારણીય અધિકારોથી વાકેફ કરો. દુશ્મન અને દોસ્તની સમાજ ઉભી કરો.
વજુભાઈ જી. પરમાર : અન્યાયનો અહેસાસ કરાવવાવની જરૂર છે. એમના મતોથી બીન OBC કયાં પહોંચી ગયા છે? અને એમનો ઉપયોગ કરી એમને કેવા હડધૂત અવસ્થામાં છોડી દેવાયા છે! આવનારા સમયમાં એમને શું અધિકાર છે? અને આવનારી પેઢીને નવી ઊચાઈ એ લઈ જઈ શકાય તેમ છે? એની પ્રતિતી કરાવવામાં આવે.
દેવેન્દ્રનાથ પટેલ : ઓબીસી કો જગાને કે લિએ, શાસન, પ્રશાસન, નગરપાલિકા અને મીડિયા મેં હિસ્સેદારી સ્ટેટિસ્ટિક (આંકડા) કે સાથ બતાના જરૂરી હૈ.
સુરેશ. વારેચા : તેમના જોડે ભાઈચારો કેળવી ઈતિહાસથી વાકેફ કરવા જોઈએ, સંવિધાનના હકોથી માહિતગાર કરવા જોઈએ, અને ખરેખર તેઓ આજે પણ ગુલામ છે, તેનો અહેસાસ કરાવવો જોઈએ.
રાહુલ ચાવડા : OBCની વચ્ચે જઈ જ્યોતિબા ફુલેની ચર્ચા કરવી જોઈએ
રાઠોડ ભરત : જ્યોતિબા ફુલે OBC થઈને દલિતોને જાગૃત કર્યા. હવે દલિતો એ OBCને જાગૃત કરવા જોઈએ.

પાના સંખ્યા : 32
કિંમત : 30 રૂપિયા
કાંતિલાલ એન. પરમાર : જય જય ભીમ ઓ.બી. સી.ને જાગૃત કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબના બંધારણ વિસે OBC ભાઈઓ અભ્યાસ કરે અને બંધારણ મુજબ આપનો જે અધિકાર મળેલ છે. તેની આ લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે અને SC, ST અને OBCમાં એકતા આવે અને બધા લોકો એક બીજાને સમજતા થાય, તો જ અને સરકાર તરફથી જે સમાજ સેવાના જે સહાય યોજના હોઈ, તેની માહિતી પહોંચવી જોઇએ તથા જાગૃત કરવા માટે મોટું સંમેલન માટે વિચાર કરવો જોઈએ. કોઈ પણ જાતના પક્ષા-પક્ષ વગર, તેવું મારું મંતવ્ય છે.
લી. કાન્તિ લાલ એન પરમાર
મંત્રી – ગુજરાત પ્રદેશ અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત, અને
પ્રમુખ-રાષ્ટ્રીય વંચિત લોક મંચ ભારત. ગુજરાત પ્રદેશ.
જયેશ સોનારા : હું માનું છું ત્યાં સુધી ઓ.બી.સી વર્ગના લોકોની વચ્ચે જવું જોઇયે. અને હું મારા બનતા પ્રયાસ કરું છુ. તેમજ હું અંધશ્રદ્ધા અને પાખંડના વિરુદ્ધમાં વધારે ભાર આપુ છુ. કેમ કે, હું માનું છું ત્યાં સુધી અંધશ્રદ્ધા અને પાખંડમાં પછાત વર્ગના લોકો વધારે છે. તેમજ ધર્મના ઠેકેદારો અને રાજકારણવાળા આવા જ મુદ્દાઓ દ્વારા પછાત વર્ગના લોકોને આગળ આવવા નહિ દેય. માટે હું OBC વર્ગના લોકોની વચ્ચે જાવ છું અને જરૂરી તમામ મુદ્દા પર ચર્ચા પણ કરું છું. માનું છુ કે ગામડાઓમાં પરસ્પર જાતિવાદ છે. પણ આ બીમારી વર્ષોથી ધર્મના ઠેકેદારોએ લોકોના મગજમાં બેસાડી દીધી છે. પણ પછાત વર્ગના તમામ લોકો વચ્ચે જઈ ભારપૂર્વક તર્ક સાથે સમજાવવું પડશે અને આ કામ હું હાલ બહુ સારી રીતે કરી રહ્યો છું. લોકોના ગુસ્સાનો ભોગ પણ બનવું પડે છે. પણ, પરિવર્તન લાવવા માટે કંઈક સહન કરવું પડે.

કે. બી. બાબરીયા : ઓબીસીને તેના હક અધિકાર શું છે? હક અધિકાર કોણ નથી આપતુ? નથી આપતુ તો શું કરવુ? આ બાબતે માહિતગાર કરો. તેઓ ચોક્કસ સમજે છે. અમે ૪ વર્ષમાં ૮૦૦ મીટિંગો ઓબીસીમાં લીધી છે. અમને કયારેય એવો અનુભવ નથી થયો કે ઓબીસી નથી સમજતા.
ઓબીસીને તેના હક અધિકાર શું છે?
હક અધિકાર કોણ નથી આપતુ?
નથી આપતુ તો શું કરવુ?
આ બાબતે માહિતગાર કરો…
તેઓ ચોક્કસ સમજે છે.
અમે ૪ વર્ષમાં ૮૦૦ મીટિંગો ઓબીસીમાં લીધી છે. અમને કયારેય એવો અનુભવ નથી થયો કે ઓબીસી નથી સમજતા.
હરીશ ખેર : OBC listen only their politician leader so support leader who know about OBC right and give a promise to fight for them. Because here mentality of all kind of people who just listen voice who have power. So think about that path. It’s my thinking….. I am not saying I am always true.
મેહુલ બૌદ્ધ : હું પણ ઓબીસીના હક અને અધિકાર માટે બાબાસાહેબનું યોગદાન, મુવમેન્ટની તમામ માહિતી, ઓબીસી ઇતિહાસ, જેમાં શુદ્રો કોણ હતા? પણ આવી જાય, બીજી ઘણી બધી માહિતી, મેસેજ તેમજ મારે સાણંદમાં બુક સ્ટોર છે, તો એ બુક આપીને માહિતગાર કરું છું. ઓબીસી યુવાનો સરળતાથી સાચા ઇતિહાસ તરફ વળ્યાં છે.
વનરાજ મકવાણા : મારા ઘણા OBC મિત્રો છે, અત્યારે OBC યુવા પેઢી ઘણી જાગરૂક છે. ભણવામાં પણ ધ્યાન આપે છે.
જોની દિપ : અગર કોમેન્ટમાં આટલા બધા છે, એ બધા પ્રયત્ન કરે તો હકીકતમાં બની શકે છે. બધા ભેગા મળી પ્રયાસ કરીએ તો જાગૃત થતા વધારે સમય ના લાગે.
અન્ય કૉમેન્ટ્સ તમને ફેસબુક પોસ્ટ પર વાંચવા મળશે. તમને જો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો જરૂરથી સ્પ્રેડ કરજો. આર્ટિકલ વિષે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય લખજો.
OBC પોતે જ પોતા ને આ બેલ મૂઝે માર જેવી પરીસ્થિતી નિમાણ કરી છે, કેટલાક લોકો ને ભાજપ ના ચમચા બનાવી ને આ સરકાર OBC કેટેગરી ખતમ કરી નાખવા ના પેતરા રચે છે,ને સરકાર પોતે કશૂ બોલતી નથી તેનો પોપટ કોટઁ થુ બોલાવડાવે છે, હવે ગમેતે સંજોગો મા સરકાર બદલવી રહિ
obc ne jagadva darek sc.friends potana par javabdari lese ane potana obc mitra na magaj ma amni vastvikta thasave amathi koi avo neta ubho karo j amna samaj vache jaine jagrut ta lavi sake..
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો