માન્યવર કાંશીરામસાહેબની આ તસવીર શુ કહે છે?

કાંશીરામસાહેબની એક ખૂબ જ પ્રસિદ્ધ તસવીર છે જેમાં તેઓ હાથમાં ઈંકપેન (Ink pen) લઈને લોકોને સંબોધી રહ્યા છે. તે તસવીર પાછળનો સંદેશ જાણવો જરૂરી છે.
તેઓ પેનને બંને હાથથી સીધી લીટીમાં ઉભી પકડીને લોકોને પુછતાં કે આ જે પેન છે તે કઈ રીતે કામ કરે છે. લોકો સરળતાથી કહેતા કે પેન શ્યાહી અને તેની લીડ દ્વારા ચાલે છે. પણ તેમા મુખ્યત્વે દેખાય છે શું તો લોકો કહેતાં કે તેમા મુખ્ય રીતે દેખાય છે તે છે તેનું ડિઝાઈનર ઢાંકણું.
કાંશીરામ કહેતાં કે આ જ રીતે ભારતની સમાજ વ્યવસ્થા પણ એવું જ છે. જેમાં દેશની 85% બહુજન જનતા જ સાચા અર્થમાં કામ કરે છે માટે અસલી તાકાત તે લોકો જ છે. જયારે 15% જનતા કે જે આ પેનનું ઢાંકણું દર્શાવે છે તે ફક્ત દેખાવ પૂરતું જ છે. જો ઢાંકણું ન પણ હોય તો યે પેનનું કામ અટકશે નહીં. કંઈ પણ શ્રમ કર્યા વિના જ ઢાંકણું આખી પેન પર પ્રભુત્વ સ્થાપી રહ્યુ છે. ભારત દેશમાં પણ આ જ પ્રમાણે આખા દેશના સંસાધનો પર ૧૫% લોકો કબજો જમાવીને બેસી ગયા છે અને જે અસલીયતમા મહેનત કરનારો વર્ગ છે તે અપમાનીત થઈ રહ્યો છે.
કાંશીરામ માનતા કે ભારતીય સમાજ વ્યવસ્થાને આ ઊભી લીટીમાં રહેલી પેનને બદલે તેને આડી પાડીએ ત્યારે જે સમાનતા સ્થાપીત થાય છે તે જ રીતે પેનની બોડી, લીડ તથા ઢાંકણું દરેક અેક સમાન મોભો ધરાવે તેવી વ્યવસ્થા બનાવવી તે બહુજન સમાજનો એકમાત્ર લક્ષ્યાંક હોવો જોઈએ. ભારતદેશની SC-ST-OBC અને અલ્પ સંખ્યક એમ બનીને આખો બહુજન સમાજ બને છે તે જનતાને પોતાની તાકાતનું કોઈ અનુમાન નથી અને તે જ કારણ છે જેના લીધે તેઓ પછાત રહી જવા પામ્યા છે.
માનવીય સભ્યતાને સ્થાપીત કરવી હોય તો તેના માટે સમસ્ત બહુજન સમાજે પ્રયત્નો કરવા પડશે. એકલદોકલ પ્રયત્નોથી ખાસ કશું પ્રાપ્ત થશે નહીં.
કાંશીરામ સાહેબની બહુજન ક્રાંતિમાં નારાઓનુ ખુબજ મહત્વ રહેલુ છે. અમુક ખુબજ લોકપ્રીય થયેલા નારાઓ નીચે મુજબ છે.
‘जिसकी जितनी संख्या भारी, उतनी उसकी भागीदारी’
‘चढ़ गुंडों की छाती पर, मुहर लगेगी हाथी पर’
‘चलेगा हाथी उड़ेगी धूल, ना रहेगा हाथ, ना रहेगा फूल’
‘ वोट हमारा, राज तुम्हारा, नही चलेगा… नहीं चलेगा… ”
લેખક વિશાલ સોનારાના પુસ્તક “માન્યવર”માંથી.