આ ભાઈને ત્યાં બાળકી જન્મી તો આવું કર્યું

Wjatsapp
Telegram

સુરત

સુરતના મિત્ર Janak Babariya ના પત્ની ગર્ભવતી હતા ત્યારે જ એમણે નક્કી કરેલું કે, જો દિકરીનો જન્મ થશે તો કોઈપણ કુંડળી, ગ્રહ, જ્યોતિષ કે રાશિ વગેરેના નાટકમાં પડ્યા વગર દિકરીનું નામ “આર્મી” રાખીશું અને ખરેખર જનકભાઈના ઘરે દિકરીનો જન્મ થયો છે.

દિકરી “આર્મી”ના જન્મના છઠ્ઠા દિવસે પરંપરાગત કહેવાતી પ્રથા “છઠી”ના રિવાજને બંધ કરીને નવો ચીલો ચાતરવાનું હિંમતભર્યું કામ કર્યું છે….સમાજમાં જ્યારે કુરિવાજો સામે અવાજ ઉઠાવો ત્યારે સૌથી પહેલા તમને તમારા મમ્મી/પપ્પા, સાસુ/સસરા અને સોસાયટી કે કુટુંબના લોકો દ્વારા માનસિક દબાવવામાં આવે. ત્યારબાદ ધર્મના ઠેકેદારો અને કર્મકાંડના ધંધાદારીઓ દ્વારા કહેવામાં આવે કે, આ તો વર્ષોથી ચાલ્યું આવે છે, બાપદાદા પણ માનતા હતા વગેરે વગેરે રીતે માણસને ડરાવવામાં આવે…

શ્રી જનકભાઈએ કોઈપણ પ્રકારના કુરિવાજ કે અંધશ્રદ્ધામાં માનવાના બદલે છઠીના દિવસે મહિલા કાયદાઓ, મહિલા અધિકારો અને મહિલા જાગૃતિનો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જનકભાઈએ સાત સંકલ્પ નક્કી કર્યા છે જેમાં,

1) જે રીતે દિકરાના જન્મ વખતે ઉજવણી કરીએ તે રીતે દિકરીને પણ આદર આપો

2) દિકરીના લેખ છઠીના દિવસે વિધતા નહીં લખે પણ દીકરીના બાપ તરીકે મારે લખવાના છે. દિકરીનું ભવિષ્ય મારે બનાવવાનું છે.

3) પીરિયડ્સ વખતે દીકરી/મહિલાઓ સાથે થતું ગેરવાજબી અને અપમાનજનક વર્તન બંધ કરવું જોઈએ.

4) બાળકના જન્મ સમયે લાગતું “સૂતક” ની પરંપરા જેમાં જન્મ થયો હોય તો કુટુંબને સૂતક લાગે તેવી વાહિયાત પરંપરા બંધ કરવી જોઈએ.

5) સમાજમાં ચાલી આવતી “લાડવા”ની પ્રથા બંધ થવી જોઈએ.

6) જન્મની ઉજવણી હોટલ/જમણવારથી નહીં લોકજાગૃતિના કાર્યક્રમોથી કરવી જોઈએ.

7) કોઈ વિધાતા તમારા લેખ લખવાના નથી પરંતુ તમારી દિકરીને ભણાવો, એને સ્વતંત્રતા આપો, અને દિકરીને તમારા પરિવારનું સંસ્કારનું સર્ટિફિકેટ બનાવવાના બદલે લેખક બનાવો, પત્રકાર બનાવો, કવિ બનાવો, મંત્રી બનાવો, ધારાસભ્ય બનાવો, IAS/IPS બનાવો…

ટુંકમાં શ્રી જનકભાઈએ સરસ હિંમતભર્યો નિર્ણય લીધો છે, આપણે એને બિરદાવીએ અને આજે રાતે દિકરીના જન્મની છઠીના દિવસ નિમિત્તે આયોજિત “લોકજાગૃતિ કાર્યક્રમ”માં હાજરી આપવા જાહેર આમંત્રણ છે.

(અગાઉ જનકભાઈએ પોતાના દિકરા “આરવ”ના જન્મદિવસ નિમિત્તે પણ કાયદા કથા અને અંધશ્રદ્ધામુક્તિનો કાર્યક્રમ કરેલ હતો.)

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

દોસ્તો, જાગૃત બનો, કુરિવાજ, રૂઢિચુસ્તતા, કથાકારો, ખોટા કર્મકાંડ, વગેરેની સામે હિંમતથી અવાજ ઉઠાવો, ડર્યા વગર વિરોધ કરો અને તમારા જીવનની માનસિક ગુલામી દુર કરો…

ગોપાલ ઈટાલીયાની ફેસબુક વોલ પરથી.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. સચિન ચંદુલાલ સોલંકી says:

    વાહ જનકભાઈ !!
    ખરેખર આપના આ સાહસે, વર્ષોથી ચાલતો કર્મકાંડ, માનસિક ગુલામી માંથી બહાર નીકળવાનો એક ઉત્તમ માર્ગ ચીંધ્યો છે તે માટે આપને સવિનય નમન કરીયે છીએ !!

    • Sharuaat says:

      આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.