બાકી બરડા ફાટી જાય ને ચામડા ઉતેડાય ત્યારે કોઈ દેવ કે ઈશ્વર વારે આવતો નથી

Wjatsapp
Telegram

એક લાચાર-બિચારો માણસ જે કાગળ-કચરો વીણીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેવા આ ગરીબ, એકલા-અસહાયને બાંધીને આ રીતે ઢોરમાર મારી, મોતને ઘાટ ઉતારનારા પોતાને જે કઈ સમજતા હોય પરંતુ આ એમની બહાદુરી તો નથી જ, પરંતુ એમની નસ-નસમાં વ્યાપેલી ઘોર નપુંસકતા જ છે.

ગુજરાત સમાચાર ૨૨/૦૫/૨૦૧૮

એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થાય છે એવું કહેનારા નાલાયકો જે જુઠાણા ચલાવે છે એની પાછળનું કારણ બીજું કઈ નથી પરંતુ જે સદીઓથી શોષિત પીડિત સમાજ છે તેના પર જુલમ ગુજારવો એ પોતાની શાન સમજનારને આ કાયદો આવ્યાથી ચડ્ડીઓ પલળીને પીળી થઇ જતી હતી. સામે પક્ષે શોષિત સમાજને આવા ગુંડા-મવાલી-જાતિવાદી કીડાઓથી રક્ષણ મળતું હતું. એટ્રોસિટી કાયદાને લૂલો કરવા પાછળ હલકટ ઈરાદાઓ ભળેલા છે.

એવું પણ ન સમજવું જોઈએ કે અત્યાચારના આવા બનાવો હમણાં થોડા વર્ષોથી જ બને છે અને પહેલા આવી ઘટનાઓ નહોતી બનતી. વાસ્તવમાં આજે સોશ્યલ મિડિયાના કારણે હવે સદીઓથી બનતા આવા જાતિવાદીવાદી જુલમના બનાવો બહાર આવતા થયા છે.

દિવ્ય ભાસ્કર ૨૨/૦૫/૨૦૧૮

ખાસ બાબત, તમારા ઉદ્ધાર માટે કોઈ દેવ ક્યારેય જન્મ્યો નથી અને ક્યારેય જન્મવાનો પણ નથી. મંદિર-માતાજી-માંડવા-વ્રત-માનતાં-પૂજાપાઠ-પગપાળાની યાત્રાઓ એ બધું તમને જુલમ સામે રક્ષણ નહિ જ આપે. તેનાથી તમારું ભલું પણ નથી જ થવાનું. પરંતુ એવું કરવાથી માત્રને માત્ર સ્થાપિત હિતવાદીઓના જ પેટ ભરાય છે અને આપની આવી માન્યતા-પ્રવૃત્તિઓથી એમના સ્થાપિત હિતોના મૂળ વધારે ઊંડા ઉતરી મજબુત થાય છે.

શિક્ષણ મેળવવું એ અતિ આવશ્યક છે પણ માત્ર ભણવું એ પુરતું નથી જ, એ સાથે સ્વાભિમાની વિચારો અપનાવી પાખંડ માંથી મુક્તિ મેળવીને પોતાની બુદ્ધિ અને કર્મને સ્વ-વિકાસ અને સમાજ વિકાસમાં જોડવું જરૂરી છે.

મંદિરોના ઘંટ વગાડવાનું બંધ કરી શાળાની ઘંટડીઓ તરફ બાળકોને ધ્યાન અપાવવું અને વિજ્ઞાન તથા બૌધિકતા ભર્યું શિક્ષણ આપવું અતિ જરૂરી છે. દેવું કરીને ભક્તિ-પૂજા-માંડવા કરતાં અટકીને દેવું કરીને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાની સમજ અપનાવીશું નહિ ત્યાં સુધી સમસ્યાનો કોઈ ઉપાય નથી.

બાકી, બરડા ફાટી જાય અને ચામડા ઉતેડાય છે ત્યારે કોઈ દેવ કે ઈશ્વર એની વારે આવતો નથી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

http://naacheezbaate.blogspot.in/2018/05/blog-post_22.html

ફોટો સોર્સ: ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર ૨૨-૦૫-૨૦૧૮

– ગણપત પંચાલ “નાચીઝ મુસાફિર”

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.