કોમવાદ | ગુજરાતના મુખ્ય ગણાતા છાપાઓમાં ઈસ્લામ ક્યાં?

Wjatsapp
Telegram

આ છે તમને સૌથી નિષ્પક્ષ અને સરકાર વિરોધી લાગતું છાપું “ગુજરાત સમાચાર”

ગુજરાત સમાચારની છેલ્લા 1 વર્ષની ધર્મ પૂર્તિઓ જોઈ જાવ.
ગુજરાતમાં હિંદુઓની સંખ્યા વધારે એ એટલે હિન્દૂ ધર્મ વિશે વધારે લખાય એ સ્વાભાવિક છે. વળી, આદિવાસીઓ અને દલિતોને પણ હિંદુમાં ખપાવવાનો કારસો વર્ષોથી ચાલે છે. સવર્ણ હિંદુઓના વિચારોને હિન્દૂ બહુમતીમાં ખપાવવાનો કારસો ચાલે છે અને આમ, હિન્દૂ બહુમતના નામે સવર્ણ હિંદુઓના વિચારો સમાજમાં પીરસવામાં આવે છે. જૈનોની વસ્તી માત્ર 1% છે. અને તોય જૈન ધર્મ વિશે રેગ્યુલર અને દરેક સવર્ણ હિન્દૂ છાપાની પૂર્તિમાં છપાય છે.

સવર્ણ હિન્દૂ છાપાઓનો કોમવાદ, ધાર્મિક ભેદભાવ

પણ,
આ બધામાં ઈસ્લામ ક્યાં?
ગુજરાત રાજ્યની 10% વસ્તી છે આ ધર્મમાં માનતી અને તેમ છતાં ગુજરાતના મુખ્ય છાપા કહેવાતા છાપાઓ ઇસ્લામને કવરેજ આપવામાં ભેદભાવ કરે છે. અને મીડિયા અને સોશિઅલ મીડિયાના માધ્યમથી ઈસ્લામ વિરુદ્ધ, ઈસ્લામમાં માનતા લોકો વિરુદ્ધ ભડકાવવામાં આવે છે. પછી હિન્દૂ ગુજરાતીઓના મનમાં ઈસ્લામ વિશે ગેરસમજો ના ફેલાય તો બીજું શું થાય? આપણા દેશમાં કોમવાદને નાથવા, બે ધર્મો વિશે અરસપરસ વિરોધી ધર્મના લોકો જાણે, પોતાની ગેરસમજો, ગેર માન્યતાઓ દૂર કરે, તેવા કોઈ પ્રયત્ન, આ સવર્ણ હિન્દૂ મીડિયાવાળા નથી કરી રહ્યા.

દિવાળી, હોળી, રક્ષાબંધન, રથયાત્રાનું કવરેજ દિવસો સુધી બતાવવામાં આવે છે પણ ઈદ, મહોરમ, વિગેરે ઈસ્લામના તહેવારોને ક્યારેય 4 દિવસ કવરેજ આપવામાં આવતું નથી. સવર્ણ હિન્દૂ મીડિયા આ જ ભેદભાવ બૌદ્ધ ધર્મ સાથે પણ કરે છે. દરેક દશેરાએ નાગપુરમાં મુઠ્ઠીભર RSS વાળાની શસ્ત્રપૂજા લાઈવ બતાવવામાં આવે છે અને એ જ નાગપુરમાં, એ જ દિવસે, લાખો બૌદ્ધો ભેગા થાય છે પણ એ ક્યારેય બતાવવામાં નથી આવતું.

આમ, ભારત દેશમાં કોમવાદ ફેલાવવામાં આવા સવર્ણ હિન્દૂ મીડિયા પણ સામેલ છે. જે પોતાના ધર્મના હિતો સાચવવામાં પડ્યા છે. નિષ્પક્ષતાથી, સમાજ હિતમાં, જનજાગૃતિ માટે પૂર્તિઓ નથી ચલાવતા પણ પોતાના સવર્ણ હિન્દૂ એજન્ડાને પોષવા પૂર્તિઓ ચલાવે છે.

જે દેશમાં, જે રાજ્યમાં મીડિયા જ મનુવાદી માનસીકતાનું ગુલામ હોય, ન્યુઝ બતાવવામાં, ન્યુઝ છાપવામાં, ધાર્મિક ભેદભાવ કરતું હોય, એ દેશ, એ રાજ્યની પ્રજાની માનસિકતા ગુલામીવાળી ના હોય તો બીજું શું હોય? આ દેશની ગુલામી સવર્ણ હિન્દૂ મીડિયાની માહિતીના પ્રચારપ્રસારના માધ્યમોનો આભારી છે.

સવર્ણ હિન્દૂ મીડિયાનો બહિષ્કાર કરો અને પોતાના નવા, આગવા માહિતીના સોર્સ ઉભા કરો. મુસલમાનોએ “ગુજરાત ટુડે” વાંચવું. અને ગુજરાત ટુડે પ્રયત્ન કરે કે મુસ્લિમ સિવાયના વિસ્તારોમાં પણ છાપું મળતું થાય. જેથી, ઈસ્લામ અને અન્ય પછાત કોમોના ન્યુઝ જાણી શકાય.

જાતિવાદ મુર્દાબાદ
કોમવાદ મુર્દાબાદ
અને એવો ધર્મ પણ મુર્દાબાદ કે જે જાતિવાદ અને કોમવાદ શીખવાડતો હોય.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત

નોંધ : તમે કોઈ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કરવાળાઓને ઓળખતા હોવ તો આ આર્ટિકલ પહોંચાડજો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

 1. માવજીભાઈ ખુમાણ says:

  ખરેખર…નરી વાસ્તવિકતા છે.
  માત્ર કહેવા પુરતો અને ભ્રમ ફેલાવવા પુરતો “સર્વ ધર્મ સમભાવ”.

 2. ગુજરાતમાં મુસ્લિમ ધર્મ પ્રત્યે નફરતનું કારણ આજ છે….
  મીડિયા એ દરેક ધર્મને સમાન મહત્વ આપવું જોઈએ,
  પણ અહીં આવું જોવા મળતું નથી ,
  માત્ર મુસ્લિમ આતંકવાદીઓ અને અન્ય ગુનેગારોના જ સમાચાર બતાવીને મુસ્લિમો પ્રત્યે ગેરસમજ અને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે આપણા મુખ્ય ગણાતા ન્યૂઝ પેપર.

 3. DIPAK PARMAR says:

  Absolutely correct

Leave a Reply

Your email address will not be published.