હે દલિતો! મીડિયામાં તમારો અવાજ કોણ ઉઠાવે છે?

Which media writes in the interest of Dalits in India, know about today's Dalit journalism in India
Wjatsapp
Telegram

મીડિયા પર દલિતોનું પ્રતિનિધિત્વ છે જ નથી એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. ઓક્સફર્મના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયામાં એક જ વર્ગનો દબદબો છે. આ સમયે એ પ્રશ્ન ઉભો થવાનો જ કે તમારી વાત કોણ રજૂ કરી રહ્યું છે. આજે વાત કરીશું એવા મીડિયા સંસ્થાનની જે દલિતોનો અવાજ બન્યાં છે.

BBC સર્વિસ
દુનિયાભરમાં બીબીસીનું નેટવર્ક છે. અમેરિકાની સરકારની મદદથી આ ચેનલ ચાલે છે અને તેના લીધે તેઓ સ્વતંત્ર રિપોર્ટીંગ કરી શકે છે. ભારતમાં બીબીસી અલગ અલગ 8થી વધારે ભાષામાં સેવા આપે છે. જેમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તમિલ, ગુજરાતી વગેરેનો સમાવેશ થાય છે. બીબીસી દેશભરમાં દલિતની ઘટનાઓને સ્થાન આપે છે અને દલિત લેખક પાસેથી આર્ટિકલ પણ લખાવે છે.

ધ વાયર હિંદી
ધ વાયર હિંદી એક સ્વતંત્ર મીડિયા હાઉસ છે અને તે પબ્લિક ફંડથી ચાલે છે. ધ વાયર કોઈપણ જાહેરાત સ્વીકારતું નથી અને તેના લીધે અન્ય કોર્પોરેટ રહેતું નથી. આમ ભારતમાં બહુજનોના મુદા પર ધ વાયર હિંદી વાત કરે છે.

ધ ક્વિન્ટ

ધ ક્વિન્ટ પણ કોઈપણ જાહેરાત વિના ચાલતું એક મીડિયા સંસ્થાન છે. બહુજનોની સમસ્યા વિશે ખુલ્લેઆમ આ મીડિયા હાઉસ લખે છે. વિવિધ સ્થાનિક રિપોર્ટર પાસેથી ક્વિન્ટ રિસર્ચ આર્ટિકલ લખાવે છે અને લોકો સુધી પહોંચાડે છે.

મોલિટીક્સ

મોલિટીક્સ એક મીડિયા સંસ્થાન છે જે બહુજનના અવાજને ઉઠાવે છે અને તેની સમસ્યાઓ વિશે મીડિયા લખે છે. આ સંસ્થા પણ બહુજનનોની સમસ્યાને વાંચા આપે છે.

ધ પ્રિન્ટ હિન્દી
ધ પ્રિન્ટ હિન્દીમાં બહુજનોની સમસ્યાને વાંચા આપવામાં આવે છે અને તેઓ કોઈપણ પ્રકારના દબાણ વિના આર્ટિકલ લખે છે. આથી બહુજનોને આ મીડિયા હાઉસના આર્ટિકલ કે ખબરને વાંચવા જોઈએ.

ધ કાંરવા હિન્દી
ધ કારવા હિન્દી આંબેડકર, પેરિયાર વિચારધારાને લઈને સ્વતંત્ર રિપોર્ટીંગ કરે છે. આ સિવાય તેઓ ઈન્વેસ્ટિગેશન જર્નલિઝમ માટે પણ જાણીતા છે. કારવાં હિન્દી બહુજનોની સમસ્યાને વાંચા આપીને વિસ્તૃત લેખ લખે છે.

સત્યાગ્રહ
સત્યાગ્રહ હિન્દી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં સ્ક્રોલ તરીકે આ વેબસાઈટ જાણીતી છે. આ વેબસાઈટ બહુજન પર થતાં અત્યાર વિશે માહિતી આપે છે.

દલિત દસ્તક
આ ચેનલ જાણીતા પત્રકાર અશોક દાસ દ્વારા ચલાવવામાં આવે છે. દલિત દસ્તક એક મેગેઝીન પણ બહાર પાડે છે. દેશમાં બહુજનોની સમસ્યાઓ અને તાજી ઘટનાઓ વિશે આ મેગેઝિનમાં લખવામાં આવે છે. દલિત દસ્તકની યૂટ્યુબ ચેનલમાં લાખો લોકો જોડાયેલાં છે.

આવાઝ ઈન્ડિયા ટીવી

આવાઝ ઈન્ડિયા ટીવી પણ દલિતોના મુદ્દાઓ અને આંબેડકરની ચળવળને લઈને ચેનલ પણ સારું રિપોર્ટીંગ કરે છે. આ ચેનલ વિવિધ વીડિયો યુટ્યૂબ પર પોસ્ટ કરે છે અને તેના Subscribers વધીને 1.15 મિલિયન થઈ ગયા છે.

ભારતમાં દલિત પત્રકારોની સંખ્યા દેશના મોટા મીડિયા હાઉસમાં નહિવત છે. મીડિયા હાઉસના નિર્ણાયક પદમાં તો દલિત પહોંચી જ શક્યાં નથી એમ કહીં શકાય. ઓક્સફર્મ ઈન્ડિયા દ્વારા મીડિયા હાઉસમાં દલિતની સ્થિતિ અંગે જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો તેમાં 6 અંગ્રેજી અખબાર અને 7 હિન્દી અખબાર, 11 ડિજીટલ સમાચાર સંસ્થા, 12 મેગેઝીન, 7 અંગ્રેજી ટીવી ચેનલ અને 7 હિન્દી ટીવી ચેનલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિર્ણાયક પદોની સંખ્યામાં દલિતો પત્રકારોનું કેટલું પ્રતિનિધિત્વ છે અને અન્ય જાતિનું કેટલું પ્રતિનિધિત્વ છે તે નીચેના ગ્રાફ પરથી જોઈ શકાય છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ ઉપરાંત ઓક્સફર્મ ઈન્ડિયાએ આ સરવેમાં માહિતી આપી કે કેટલાં દલિત એન્કર છે જે વિવિધ ચેનલ પર કે વેબસાઈટ પર શૉ કરે છે. જેના પરિણામ નીચે મુજબ રહ્યાં છે. (સોર્સ- ઓક્સફર્મ ઈન્ડિયા)

આ ઉપરના વિવિધ મીડિયા હાઉસમાં દલિતોની સમસ્યા વિશે રિપોર્ટિંગ થઈ રહ્યું છે. આ સિવાય જો કોઈ ચેનલ કે વેબસાઈટ અંગે તમે જાણતા હોય જે દલિતના મુદા વિશે વાત કરતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અમે આ આર્ટિકલમાં સમાવિષ્ટ કરવા માટે પ્રયત્ન કરીશું.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Sachin Makwana says:

    આ સિવાય પણ દલિત સમાજ ના અવાજ ને ગુજરાત નું જ એક ” દલિત દર્પણ” નામનું સાપ્તાહિક પણ માત્ર પછાત અને ગ્રામીણ ગરીબ લોકો નો અવાજ છે
    https://www.facebook.com/pg/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3-216666545527432/about/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *