બહુજન શિક્ષણ | ખુરશીમાં બેઠા બેઠા ભાષણ કોણ કરી શકે?

તમારી સામે હજારો, લાખો લોકો બેઠા હોય અને તમે ખુરશીમાં બેસીને ભાષણ કરો, એનો મતલબ શુ થાય? દરેક યુવાન આ ધ્યાનથી વાંચે અને શબ્દ શબ્દ સમજે.
૧. બહુજન શબ્દને આપણી વચ્ચે રમતો મુકનાર, મતલબ સમજાવનાર, રાજકીય તાકાત આપનાર #માન્યવર #કાંશીરામ જી ખુરશીમાં બેઠા બેઠા ભાષણ કરતા હતા.
૨. #ઈન્દીરા ગાંધીની ઈમરજન્સી સામે #જયપ્રકાશ #નારાયણ એ આંદોલન કર્યું તો એ ખુરશીમાં બેસીને જ ભાષણ કરતા હતા.
૩. મહારાષ્ટ્રનો વાઘ, મરાઠા નેતા, #બાળાસાહેબ #ઠાકરે પણ ખુરશીમાં બેઠા બેઠા ભાષણ કરતા હતા.
૪. #ભારતીય #દલિત #પેંથર ના #સર્વેસર્વા ડૉ. #રમેશચંદ્ર પરમાર પણ ખુરશીમાં બેઠા બેઠા ભાષણ કરતા હતા.
ટૂંકમાં,
જે નેતાની પકડમાં પ્રજા હોય,
પ્રજા ફક્ત તેને જ સાંભળવા માંગતી હોય,
તે કહે એ પ્રમાણે પ્રજા મરવા અને મારવા તૈયાર હોય,
(આ અગત્યનું છે. ફરીવાર વાંચો.)
એ જ નેતા ખુરશીમાં બેસીને ભાષણ કરી શકે. કોઈ આલિયો, માલિયો કે #લાલિયો ખુરશીમાં બેસીને ભાષણ ના કરી શકે.
બીજુ અને સૌથી અગત્યનું,
દરેક બહુજન યુવાન આ પણ હંમેશા યાદ રાખે.
ઉપરના ચારેય નેતાઓએ,
જ્યારે પણ પોતાના જાહેર જીવનની #શરૂઆત કરી હતી ત્યારે ખુરશીમાં બેસીને ભાષણ નોહતા કરતા,
ઉભા ઉભા જ ભાષણ કરતા હતા.
પણ સમય સાથે,
ખૂબ પરસેવો વહાવ્યો,
ખૂબ મહેનત કરી,
પ્રજાની નાડ પારખી,
પોતાની કેડર તૈયાર કરી,
અને લોકોમાં એટલા ઓતપ્રોત થઈ ગયા,
તેમણે એટલી લાયકાત, કાબીલીયત મેળવી કે તેઓ ખુરશીમાં બેઠા બેઠા ભાષણ આપે અને પ્રજા તેમને મસ્તીથી સાંભળે. (સૌરાષ્ટ્રવાળાઓએ મસ્તીની જગ્યાએ #મૌજ વાંચવું.😘 I love #Saurastra. ❤️)
આવા નેતાઓ અરજીઓ નથી કરતા,
આવા નેતાઓ આવેદનપત્રો પણ નથી આપતા,
આવા નેતાઓ રજૂઆતો પણ નથી કરતા,
આવા નેતાઓ મોટા ભાગના કામ તેમના ફોન, આદેશ અને આંદોલનની ચીમકી પર કરાવી લેતા હોય છે.
તેમના કામો સત્તાની ખુરશીને હલાવવાની તેમની તાકાત પર થઈ જતા હોય છે.
અને… આવા નેતાઓએ પોતાના કામોનો ઢંઢેરો પીટવા માણસો નથી રાખવા પડતા.
સગા-સંબંધીઓને નથી કહેવું પડતું.
પણ, સમય સાથે તેમનું કામ દીપી ઉઠે છે અને પ્રજા આપોઆપ તેમની પ્રશંસા કરે છે.
ઉપરના ચારમાંથી એક,
માન્યવર કાંશીરામને મેં ક્યારેય જોયા નથી કે સાંભળ્યા પણ નથી. વિશાલ સોનારાની ફક્ત એક ૧૬ પાનાની pdf વાંચી અને આખી #બહુજન આઇડીઓલોજી સમજી ગયો. ત્યારથી હું કાંશીરામજીનો ફેન છું.

તો દોસ્તો,
ખુરશી કમાવવી પડે.
ખુરશી મફતમાં ના મળે.
ખુરશી ચાપલુસી કરવાથી ના મળે.
ખુરશી કોઈની દિવસ રાત ખોદણી કરવાથી ના મળે.
ખુરશી “કાગનો વાઘ” બનાવવાથી પણ ના મળે.
ખુરશી ભાજપ અને કોંગ્રેસને દિવસ-રાત ગાળો દેવાથી પણ ના મળે.
ખુરશી પોતાની પ્રજાના દિલમાં જગ્યા બનાવીને મળે.
ટૂંકમાં,
“ખુરશી કમાવવી પડે.”
કૌશિક શરૂઆત
નોંધ : તમારા કામની નોંધ પ્રજા પોતે જાતે લે ને…. ત્યારે તમને આ ખુરશી મળે. 😎