કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર કોણ?

Wjatsapp
Telegram

આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે તેને ફેલાવવા માટે ખાસ કરીને ભારત અને ગુજરાતમા જવાબદાર કોણ?

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ વાયરસની શરૂઆત ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમા થઈ હતી. અને ભારતમાં કોરોના વાયરસનો પગપેસારો જાન્યુઆરી મહિનાની અંતે થયો. જ્યારે ભારતમાં આ વાયરસની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે ભારતની સરકારને વિપક્ષ દ્વારા આ મહામારી સામે લડવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

(તે સમય દરમિયાન સરકાર નમસ્તે ટ્રમ્પ અને ચૂંટણી જેવા અગત્યના કાર્યક્રમમાં વ્યસ્ત હતી તે આપણે સૌ જાણીએ છીએ તેથી તેના વિશે વધારે લખતો નથી)

પરંતુ જ્યારે સરકારની આંખ ખૂલી ત્યારે ખુબ જ મોડુ થઈ ગયુ હતું. કેમ કે જાન્યુઆરી મહિનાના અંતે આવેલા આ જીવલેણ વાયરસ સામે લડવા માર્ચ મહિના સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નહોતા. (આ સત્ય હકીકત આપણે સૌએ સ્વીકારવી જ રહીને?)

ત્યાર પછી સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ભારતમાં એક દિવસનુ જનતા કરફ્યુ અને તે પછી 21 દિવસનુ લોકડાઉન અને બધા જ લોકોને ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા. ત્યારે આપણે સૌને અેક આશા હતી કે આપણે સૌ આ મહામારીને ફેલાતી અટકાવી શકાશે તેથી આપણે બધા સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક નિર્ણયોનુ પાલન કરવા લાગ્યા. (થાળી વગાડવી, દિવા કરવા વગેરે વગેરે) પરંતુ તેમાં આપણે જોઈએ અેવી સફળતા ના મળી.

આ ઉપરોક્ત 21 દિવસ દરમિયાન લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ઘણી બધી સામાજિક સંસ્થાઓ લોકોની મદદે આવી. સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓની જાહેરાત કરવામાં આવી અને તેનો અમલ કરવામાં આવ્યો. લોકો દ્વારા પણ સીએમ ફંડ અને પીએમ કેર ફંડમા કરોડો રૂપિયાનુ દાન કરવામાં આવ્યું હતું.
(આ ફંડ કેટલુ આવ્યું અને તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તેની આજદિન સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો થઈ હોય તો જણાવજો)

આ સમય દરમિયાન દેશના જે તે રાજ્યોમાં ઘણા લોકો ફસાય ગયા હતા સમગ્ર ભારતમાં લોકડાઉન હોવાથી તેઓને પોતાના વતન પરત જવા માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નહોતી તેથી ઘણા બધા લોકો પોતાના પરિવાર સાથે પગપાળા ચાલીને પોતાના વતન પરત જવા રવાના થયા હતા. (જેમાં મારા ઘણા સબંધી મિત્રોનો પણ સમાવેશ થાય છે.) છતાં પણ આ અંગે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

દેશમાં સંપૂર્ણ લોકડાઉન હોવાથી લોકો કામ વગર ઘરની બહાર નીકળી શક્તા નથી તેમ છતાં પણ જે લોકોએ લોકડાઉનનો ભંગ કર્યો હતો તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સંપૂર્ણ લોકડાઉનની વચ્ચે પણ સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરી અને લોકોને હાલાકી વેઠવી ના પડે તે હેતુથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. જેવી કે અનાજ, કરિયાણું, દૂધ, શાકભાજી તથા દવા અને દવાનુ ઉત્પાદન કરતી સંસ્થાઓ.

આ સાથે સાથે પહેલા 21 દિવસના લોકડાઉન દરમિયાન ઘણી બધી નિંદનીય ઘટનાઓ બની હતી જેમાંની એક હતી કે “અમુક ચોક્કસ ધર્મના કારણે કોરોના વાયરસનો ફેલાવો” જેના કારણે વિશ્વકક્ષાએ ભારતની છબી ખરડાઈ હતી જે બાબત સૌ ભારતીયો માટે શરમજનક છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે ભારતમાં ઉપરોક્ત ઘટનાને લઈને કોમવાદ થાય તેવુ વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું હતું જેના માટે અમુક મિડિયા અને કહેવાતા રાજકીય લોકો જવાબદાર ગણાવી શકાય.

આમ, વિવિધ પ્રકારની ગતિવિધિઓની વચ્ચે કોરોના વાયરસનો ફેલાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો. જેના ડરથી અને ભૂખથી પરપ્રાંતિય મજૂર વર્ગ પોતાના વતન પરત જવા ટળવળી રહ્યો હતો. કારણ કે આ મજુર વર્ગ રોજનુ કમાઈ અને રોજનુ ખાવાવાળો હોય લોકડાઉનના કારણે આ મજુર વર્ગને કોઈ પણ પ્રકારની કમાણી થઈ નહોતી જેથી તેઓ ખૂબ જ મુશ્કેલીઓ વેઠી રહ્યાં હતાં.

આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા ત્યારે બીજા અને ત્રીજા તબક્કાના લોકડાઉનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. કારણ કે આ જીવલેણ વાયરસ સમગ્ર ભારતમાં અતિ તીવ્ર ગતીથી ફેલાઈ રહ્યો હતો. પરંતુ હજુ સુધી દેશના કેટલાક જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ પગપેસારો કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેનુ મારા મત પ્રમાણે એક જ કારણ છે કે જે તે જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈ.પી.એસ. અને આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ. જે આ પ્રકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી યોજનાબદ્ધ નિર્ણયો તર્કબદ્ધ કામગીરી. જો આ જ પ્રમાણે આઈ.પી.એસ. અને આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ જેવા દેશમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સંસદસભ્યો અને ધારાસભ્યો હોત તો આજે કદાચ કોરોના મહામારી ભારતમાં પણ પગપેસારો કરવામાં નિષ્ફળ રહી હોત !! પરંતુ દુઃખ થાય છે કે આપણે જ આ અભણ અને અંગૂઠા છાપ લોકોને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સંસદસભ્ય અને ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢયે છીએ.

પરંતુ હવે મને લાગે છે કે આ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી પર પાણી ફેરવી રહી છે. કેમ કે, હવે પરપ્રાંતિય લોકોને કે રાજ્યની અંદર જ ફસાયેલા લોકોને પોતાના વતન પરત જવા માટે સરકારે ઓનલાઈન પાસની તથા બીજી ઘણી બધી વ્યવસ્થા કરી મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને હવે એવું થશે કે દેશના જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નહોતો ત્યાં પણ હવે કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દેશના અમુક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી હોવાથી જે લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે તે કોરોના સંક્રમિત વિસ્તારમાંથી જે જગ્યાએ કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી તેવા વિસ્તારમાં જઇને ત્યાંના લોકો માટે ખતરો ઊભો કરવામાં આવી રહ્યો છે જેથી કહી શકાય કે ઉપરોક્ત નિર્ણય લેવામાં સરકારે ખૂબ જ મોડુ કરી દીધું છે. સરકારે આ નિર્ણય લોકડાઉન કર્યું હતું તે પહેલાં લેવાની જરૂર હતી. અને તે પછી સળંગ એક મહિના સુધી કરફ્યુ લગાવી દેવો હતો. કારણ કે ત્યારે શરૂઆતનાં સમયમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા પણ ઘણી ઓછી હતી જો ત્યારે જ લોકોને પોતાના વતન પરત જવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ આજે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં આટલો વધારો અને આટલી હદે ફેલાયો ના હોત.

આજે જ્યારે સરકાર પરપ્રાંતિય લોકોને અને ખાસ કરીને મજૂર વર્ગના લોકોને પોતાના વતન પરત જવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આટલા લાંબા સમયથી ચાલી રહી રહેલા લોકડાઉન દરમિયાન તેઓ પાસે પોતાના વતન પરત જવા માટે પુરતા ભાડાની રકમ પણ નથી પરંતુ સરકારે આ મામલે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે કહેવું પડે કે સરકાર ધનવાન લોકોની કરોડની લોન માફ કરી શકે પણ મજૂર વર્ગ માટે પોતાના વતન પરત જવાના ભાડા માફ નથી થતા.

આથી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સરકાર દ્વારા કોરોના મહામારી અંતર્ગત જે કોઈ નિર્ણયો લીધા તે યોગ્ય અને સાચી દિશામાં લીધા હતા પરંતુ ખોટા સમયે લીધા હતા. જો યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોત તો આજે દેશને આટલુ નુકસાન થયું ના હોત.

ખેર જે થવાનું હતું તે થઈ ગયું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અંતે આ ઉપરોક્ત પ્રકારની પરિસ્થિતિ અને કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ દેશના ડોક્ટરો, નર્સ, પોલીસ અને તમામ સુરક્ષા દળો, સફાઈ કર્મચારીઓ, તમામ વિજ પુરવઠો સંભાળતા કર્મચારીઓ, મેડિકલ તથા દવાઓનુ ઉત્પાદન કરતી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ વગેરે જેવા કોરોના યોદ્ધાઓ પોતાના પરિવાર અને પોતાનો જીવ જોખમમાં નાખીને પણ દેશની સેવા કરી રહ્યા છે ત્યારે હું કિશોર સાંખટ સમગ્ર ભારતવાસીઓ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરી રહ્યો છું.

આપનો શુભ ચિંતક
-કિશોર સાંખટ (9723002344)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. Naachiz says:

    સાચી વાત છે આજની પરિસ્થિતિ-કોરોનાને આ હદ સુધી વણસતી અટકાવી શકાય હોત, હાલની કોરોના મહામારી અને જવાબદાર સરકારની બેદરકારી ખાસ કરીને ગુજરાત સરકારની તેમાં ઘોર બેદરકારી રહી છે.
    ખુબ સરસ આર્ટીકલ.

    • Sharuaat says:

      આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.