ભારતમાં સફાઈ કામદારોના મોત પાછળ જવાબદાર કોણ?

Wjatsapp
Telegram

ભારતમાં જાત સફાઈ કામદારોની સ્થિતિ અને મેલું ઉપાડવાની પ્રથા

૨૦૧૪માં માનનીય સુપ્રીમ કોર્ટે દ્વારા જણાવ્યા મુજબ ભારતમાં ૯૬ લાખ જેટલા જાત સફાઇ કામદારો છે, જે અસ્વસ્છ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાંથી ૯૯% લોકો #દલિતસમુદાયના છે. જેમાં ગટર સાફ કરતાં કામદારોની સ્થિતિ ભયાનક છે. દેશમાં કામદારોને પુરતા પ્રમાણમાં રક્ષણાત્મક સુવિધાઓ અને પુરતી ટ્રેનિંગ અપાતી નથી. હોંગકોંગ જેવા દેશમાં ગટર સફાઇ કર્મચારીઓને ૨ વર્ષની ટ્રેનિંગ અને હવાચુસ્ત સુટ અને ૧૪ પ્રકારના લાઈસન્સની જરુંર પડે છે. ગટરમાં માનવ મળમૂત્ર અને કચરો, તીવ્ર ગંધાતી વાસ હોય છે. ગટરની અંદર પુરતી સુરક્ષા વિના ઉતરવાનો ડર, તીવ્ર દુર્ગંધ અને કચરા-માનવમળના સડવાથી મિથેન, કાર્બન મોનોક્સાઇડ, હાઈડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા જેવા ઝેરીલા વાયુઓ દર વર્ષે ૬૦૦ જેટલા સફાઈ કામદારોનો જીવ લે છે. જે આતંકવાદથી થતા મ્રુત્યુ કરતાં દસ ગણો વધુ છે.
ભારતમાં અસ્વસ્છ વ્યવસાયમાં માણસોની ભરતી અને મનુષ્યો દ્વારા મેલું ઉપાડવાની પ્રથા ૧૯૯૩માં નાબુદ થઈ છે. જેના અંતર્ગત વર્ષ ૨૦૧૪માં મનુષ્યોની આવા કામમાં ભરતી પ્રતિબંધિત કાયદો ઘડવામાં આવ્યો, જે મુજબ તેની ૨ વર્ષ સુધીની સજા મળી શકે છે ત્યારે વિશ્વ ગુરુ બનવાના સપના જોતા ભારતમાં હજુ પણ માણસો આવા વ્યવસાય કરે છે, જે ૧૯૯૩માં નાબુદ થયેલા અને ૨૦૧૪થી સજાપાત્ર ગણાતી ગેરબંધારણીય વ્યવ્સ્થા હજું દેશમાં ખુલ્લેઆમ ચાલે છે તે શરમજનક છે. આ કામથી થતા મોત માટે માણસોને ગટરમાં મરવા માટે મજબૂર કરીને તેની હત્યાઓ પાછળ કોણ જવાબદાર…???

– Bhavin Parmar

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.