ભારતમાં મજૂરોના મસિહા કોણ ?

મનુ રચિત ચાતુર્વર્ણ વ્યવસ્થામાંથી જન્મેલ જાતિ વ્યવસ્થાના કારણે ભારતના મનુષ્યોમાં જન્મ આધારીત ઊંચનીંચ રહેલી છે. જેના કારણે અમુક વર્ગની ગુલામી નો જન્મ થયો અને ગુલામીમાંથી દાસ/મજુર બન્યો તેની સાથે જાતિગત અસમાનતાની સાથે આર્થિક અસમાનતાનો પણ જન્મ થયો.
15 ઓગસ્ટ 1936 ના દિવસે બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષ ની સ્થાપના કરી. આ સાથે જાતિગત અસમાનતાની સાથે આર્થિક અસમાનતાને નેસ્તનાબૂદ કરવા હુંકાર ભરી હતી.
તેઓ ફેક્ટરીઓ, કારખાનાઓ અને મિલોમાં કામ કરતા મજૂરોના મસીહા તરીકે ઊભરી આવ્યાં. તેમણે મિલ, કારખાના, ફેક્ટરીઓ અને નાની મોટી કંપનીઓમાં કામ કરતા લોકો માટે 10, 12, 14 અને 16 કલાક ની વેઠ કરવાને બદલે 8 કલાક કામ કરવાની સાથે અન્ય લાભ (પીએફ, ગ્રેજ્યુટી, ફંડ, વિમો) મળવા પાત્ર કરાવ્યા. 8 કલાક થી વધારે સમય કામ કરવા પર ઓવરટાઈમ પ્રમાણે વેતન આપવુ, સરકારી અને અમુક પ્રાઈવેટ સેક્ટરમાં મહિલાઓ માટે વિશેષ સગર્ભા અવસ્થામાં મેટરનિટી લીવ, તથા તેના પતિ માટે પેટરનિટી લીવ અપાવનારા પણ બાબાસાહેબ જ હતાં.
બાબાસાહેબના એટલા તો ઉપકાર છે આ ભારત દેશનાં દરેક નાગરિક ઉપર કે એનું ઋણ આપણે એક જનમ નહીં પણ સાત જનમમાં પણ ના ચુકવી શકીએ.