બૌદ્ધ | બુદ્ધ કોના વિરોધી હતા?

Wjatsapp
Telegram

બુદ્ધ સામાજિક અસમાનતાવાળી વ્યવસ્થાના વિરોધી હતા

બુદ્ધની દ્રષ્ટિમા કોઈ પણ બાબત અંતિમ ના હોઈ શકે, અલગ અલગ સમયે તેનું પરિક્ષણ અને પુન:વિચાર થવો જોઈએ

બુદ્ધ બ્રાહ્મણી વિચારધારાના વિરોધી હતા. તેમણે કહ્યું કે બીજાના કલ્યાણ માટે પોતાનો ત્યાગ સાચો યજ્ઞ છે. સ્વાર્થ માટે કોઈ દેવતાંને પ્રસન્ન કરવા જીવની બલી આપવી એ જૂઠો યજ્ઞ છે.

વ્યક્તિએ સત્ય અને યથાર્થ સત્ય જાણવું જોઈએ. બુદ્ધના માટે વિચાર સ્વતંત્ર સૌથી વધુ મહત્વની બાબત હતી. વિચાર સ્વતંત્ર એ જ સત્ય નો એક માત્ર માર્ગ છે.

આત્માની મુક્તિ માટે આવા યજ્ઞો ને બુદ્ધે ક્યારેય અનુમતિ ના આપી. યજ્ઞ માટે બુદ્ધ કહેતા કે સ્વર્ગ ની પ્રાપ્તિ માટે કોઈ પશુની બલી આપવી પડે તો તે લોકો પોતાના પિતાની બલી કેમ આપતાં નથી? તેનાથી તો જલ્દી સ્વર્ગમાં પહોંચી જવાશે.

“સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ” પુસ્તક ખરીદવા ફોટા પર ક્લિક કરો.

બુદ્ધ ચાતુર્વર્ણના એટલા જ વિરોધી હતા કે જેટલાં બલિ આપવાના સિદ્ધાંતના વિરોધી. ચાતુર્વર્ણ વ્યવસ્થા એ અપ્રાકૃતિક વ્યવસ્થા છે. બુદ્ધ એક ખુલ્લા અને સ્વતંત્ર સમાજને પ્રાથમિકતા આપતા હતા.

બ્રાહ્મણવાદની વ્યવસ્થા એક અપરિવર્તનશીલ સમાજની રચના હતી. સમાજ રચનાનો આધાર વ્યક્તિના જન્મના સંયોગ ઉપર હતો. કોઈ પુણ્ય કાર્ય તેને આ વ્યવસ્થામાંથી બહાર કાઢી શકે તેમ ન હતું. યોગ્યતા અને વિકાસ નું કોઈ મહત્વ હતું નહીં.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

બધા સમાજમાં સમસ્યાઓ હોય છે પરંતુ બ્રાહ્મણવાદથી અલગ છે. બ્રાહ્મણવાદ દ્વારા પ્રચારિત અસમાનતાનો સિદ્ધાંત ધર્મ ઉપર આધારિત છે.

ચાતુર્વર્ણના નિયમોની ગંભીરતાની સમીક્ષા કરવા ઉપર બુદ્ધ એ પરિણામ પર પહોંચ્યા હતા કે બ્રાહ્મણવાદની સામાજિક વ્યવસ્થાનો દાર્શનિક આધાર જો સ્વાર્થ પૂર્ણ નથી તો પણ ખોટો હતો.

– યોગેશ પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *