જાતિ આધારિત જનગણના શામાટે?

caste based census
Wjatsapp
Telegram

2021 માં વસતિ ગણતરી થવાની છે.; કોરોના મહામારીના કારણે વિલંબ થયેલ છે. આ ગણતરી જાતિ આધારિત કરવા જુદાજુદા રાજકીય પક્ષોએ માંગણી કરી છે; સંગઠનોએ પણ માંગણી કરી છે. પરંતુ સત્તાપક્ષ જાતિ આધારિત જનગણના કરવા માટે તૈયાર નથી ! છેલ્લે 1931 સુધી જાતિ આધારિત જનગણના થતી હતી. 1941માં જનગણના વેળાએ જાતિના આંકડા એકત્ર કરેલ પરંતુ સેકન્ડ વિશ્વયુદ્ધને કારણે એ કામ અધૂરું રહ્યું હતું. 1951 માં નક્કી કર્યું હતું કે જાતિ આધારિત જનગણના કરવી નહીં. આપણી પાસે; SC/STની વસતિ અંગેના આંકડા છે; પરંતુ OBC-અન્ય પછાત વર્ગોની વસતિના આંકડા નથી ! 1979 માં બનેલ મંડલ કમિશને પણ અંદાજ લગાવ્યો હતો કે ભારતમાં 3743 પછાતવર્ગની જાતિઓ છે ! એવું કહેવાય છે કે 52% વસતિ OBCની છે.

સવાલ એ છે કે શામાટે જાતિ આધારિત જનગણના કરવાની માંગ ઊઠી છે? જાતિ આધારિત ગણતરી ન થવાથી દેશમાં કઈ જાતિની કેટલી વસતિ છે; તેમની શૈક્ષણિક/આર્થિક સ્થિતિ શું છે; તેમની વચ્ચે સંસાધનોની વહેંચણી કઈ રીતની છે; અને તેમના માટે ક્યા પ્રકારની નીતિઓની જરુર છે; તેનો ખ્યાલ ન આવે. દેશમાં પછાતવર્ગ આયોગ છે; પછાતવર્ગ ડેવલપમેન્ટ ફંડ છે; રાજ્યોમાં પછાતવર્ગ વિભાગ છે; પછાતવર્ગ માટે યોજનાઓ છે; પરંતુ પછાતવર્ગની વસતિના આંકડા નથી ! જ્યારે યોજનાઓ જાતિ આધારિત લાગુ કરવામાં આવે અને એમની વસતિ કેટલી છે તેની ચોક્કસ સંખ્યા ન હોય તો લાગુ પાડેલ યોજના પૂરતી છે કે અપૂરતી તેનો ખ્યાલ કઈ રીતે આવે? OBCની વસતિ જો 52% હોય તો શું સ્થિતિ હોવી જોઈએ? લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર રવિકાન્ત કહે છે : “થોડાં વરસ પહેલાં કેન્દ્ર સરકારના 89 સચિવોમાં OBC-0; SC-1; ST-3 હતા. 85 સચિવો અપર કાસ્ટના હતા ! ગૃપ-Aની નોકરીઓમાં અપર કાસ્ટની ભાગીદારી 66.7% અને OBCની ભાગીદારી 30% હતી. જ્યારે ગૃપ-Bની નોકરીઓમાં અપરકાસ્ટની ભાગીદારી 61% હતી. જ્યાં અનામત નથી તેવી જગ્યા એટલે કે કુલપતિની સ્થિતિ શું છે? 5 જાન્યુઆરી 2018ના UGCના આંકડા મુજબ દેશમાં કુલ 496 કુલપતિઓ નિયુક્ત હતા; તેમાં SC-6; ST-6; OBC-36 અને અપર કાસ્ટના 448 હતા ! મતલબ કે 99.3% અપર કાસ્ટની ભાગીદારી !”

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

OBCના 36 કુલપતિઓની તપાસ કરવામાં આવે તો OBC માં આવતા અતિ પછાત વર્ગની ભાગીદારી તો શૂન્ય જ હોય ! કેમકે લાભ લેનાર જ્ઞાતિઓ OBCમાં ખોટી રીતે ઘૂસેલી હોય છે ! કોઈ પણ ભોગે છેવાડાના નાગરિકોને લાભ ન મળે; એવી આપણી વૃતિ છે ! ગુજરાતમાં પણ કોળી/ઠાકોર જ્ઞાતિ અનામતના લાભ લઈ શકતી નથી ! સત્તાપક્ષ જાતિ આધારિત જનગણનાથી કેમ ડરે છે? જો જાતિ આધારિત જનગણના થાય તો OBC ની ભાગીદારી કેટલી ઓછી છે અને સંસાધનો ઉપર અપર કાસ્ટનો કબજો બે/ત્રણ ગણો છે; તે હકીકત છતી થઈ જાય ! જાતિ જનગણનામાં OBCની વસતિ વધુ નીકળે તો અનામતની માત્રા વધારવાની માંગણી પણ થઈ શકે ! સત્તાપક્ષનો મૂળ આધાર અપર કાસ્ટ છે; એટલે સત્ય બહાર ન આવે તે માટે સત્તાપક્ષ જાતિ આધારિત જનગણનાનો વિરોધ કરે છે. સત્તાપક્ષની દલીલ છે કે ‘જાતિ આધારિત જનગણના કરવાથી હિન્દુઓની એકતા જોખમાશે અને સમાજમાં ભેદભાવની ભાવના વધશે !’ આ દલીલમાં અપર કાસ્ટને સાચવવાની અને પછાતવર્ગોને અન્યાય કરવાની ભાવના જોઈ શકાય છે ! જાતિ આધારિત જનગણનાથી જાતિવાદ ફેલાશે; એ આધારહીન ભય છે ! જાતિવિહીન સમાજ ત્યાં સુધી ન બને, જ્યાં સુધી સમાનતા સ્થાપિત ન થાય; બધાને સરખી સુવિધા ન મળે. આ ત્યારે શક્ય બને જ્યારે આપણને વસ્તુસ્થિતિની ખબર હોય

sc.st_.obc_.tmari-anamat-nabudini-kagar-par-sharuaat-book-store

Ramesh Savani

You may also like...

Leave a Reply

Your email address will not be published.