જખ મારવા પેદા કર્યો હતો મને!?

Wjatsapp
Telegram

માતા પિતા સન્માનીય જ હોય, ક્યારેય બાપા ને એવું કહેવાય “જખ મારવા પેદા કર્યો હતો મને ?”
ના જ કહેવાય, હું નથી કેહતો ક્યારેય. પણ એક દિવસ એક રડતા છોકરાને આવી સલાહ આપી બેઠો.

જયારે સબંધોને સાચવવાની સમજવાની નિભાવવાની જવાબદારી માંથી મોટા જ છટકે તો સન્માન તો ઘટવાનું જ. ચા ની કીટલીની બાજુમાં રીક્ષાની પાછળ સંતાઈને એક છોકરો રડી રહ્યો હતો.

બાજુમાં એની માં,
બાપાનો ગુસ્સાભર્યા મુક્કો વાગવાથી દાંતમાંથી ટપકતા લોહીને સાડીથી લૂછતાં લૂછતાં, દીકરાને બિચારી બનીને સધિયારો આપવા લાચાર પ્રયત્નો કરતી હતી.

એક-એક કરતા ટોળું એકઠું થયું અને એક-એક કરતાં વિખરાઈ પણ ગયું. ટોળાની માનસિકતા એક્સટ્રીમ લેવલ મેળવવાની હોય. જ્યાં સુધી કોઈ રડે તો જોવા ઉભા રહે. કોઈ-કોઈ ને મારે તો ઉભા રહે, પણ આ લેવલ પૂરું થાય તરત વિખરાઈ જાય. નોર્મલ અવસ્થા ટોળાં ને પસંદ ના હોય.

છેલ્લે અમારી સાથે શાકભાજીના વેપારી બેન જોડાયા. અમે ચા મંગાવી અને પેલા બેન અને એમના દીકરાને પ્રેમથી પીવડાવવામાં શાકભાજી વાળા બૅન સફળ પણ રહ્યા. મનમાં સવાલ ઉભા થતા આ માં-દીકરાના દુઃખ નું કારણ પૂછવાના પણ જાણે કોઈના બળતામાં ઘી નાખવાની ફિલિંગ થતી.

શાકવાળા બેન એ મૌન તોડતા રડી રહેલા એ છોકરાને કહ્યું : બેટા ઘરનો મામલો ઘરમાં પતાવવાનો આમ રોડ ઉપર લોકોને તો તમાસો જોવામાં મજા આવે એવું નહિ કરવાનું.

છોકરાની મમ્મી બોલ્યા: શું કરે બેન એનો બાપ મને મારે ને એ છોકરાથી જોવાતું નથી અને છોકરા થઇ ને કઈ બાપ ઉપર તો હાથ ના જ ઉઠાવાય ને? એટલે એનો બાપ મને મારે એટલે બેઉ છોકરા ઘરની બહાર નીકળી જાય.

એક છોકરો બારમીમાં ભણે છે અને આ દસમીમાં એનો બાપ કમાઈને ઘર ચલાવે છે, ભણાવે છે, બધું કરે છે, પણ એને મગજ માં એવું ભૂત ભરાઈ ગયું છે કે કમાઈને હું તમને ખવડાવું છું તો તમે બધા મારા ગુલામ.

જાણે મગજમા કોઈ હુમલો આવતો હોય એમ મહિનામાં બે ચાર વાર તો આ બાબતે અમારા બધાની સાથે ઝગડે. હવે આટલા નાના છોકરા ભણતા હોય તો ક્યાં કમાવા જાય? અને એવું પણ નથી કે એના બાપા કમાઈને લાવે છે એમાંથી ઘર ના ચાલતું હોય. આવક ટૂંકી પણ અમારા માટે પૂરતી છે. કોઈ દેવાનો બોજ પણ નથી છતાં મગજમાં એક જ વાત ઘૂસી ગઈ છે કે હું કમાઈને ખવડાવું છું.

ઝગડે અને ખરાબ ગાળો બોલે અને આટલા મોટા છોકરાઓની સામે મને ચોટલો પકડીને મારે હું તો વેઠી લઉં છોકરાઓ બિચારા નથી વેઠી શકતા એટલે આમ ઘર છોડી બહાર નીકળી જાય. એના બાપની રોજ એક જ વાત હોય “દિયોરો હું કમાઈ ને ખવડાવું છું, તમારા બધા ના રેદા ભરું છું.”

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મેં એ છોકરા ને કીધું એક વાર: પુછજે તારા પપ્પા ને કે અમે બે ભાઈઓ માંથી કોઈએ કાગળ લખ્યો હતો તમને કે અમને પેદા કરો?

મને પણ મનમાં એક સવાલ થયો, “બાળકો આપણા સ્વાર્થ માટે જ પેદા કર્યા છે? એ આપણે જાણવા પ્રયત્ન કર્યો છે કદી?”

– જીતેન્દ્ર વાઘેલા.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.