વાર્તા | ડોક્ટરની પત્ની તે ચિઠ્ઠી લઈને કેમ ભટક્યા કરે છે?

ડૉ.રિઝવાન તેમના ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં તેમના છ વર્ષીય દીકરા સાથે રમી રહ્યા હતા. આજે તેમનો રજાનો દિવસ હતો. નર્સ ધારા પણ ઘરવખરી લેવા કમ્પાઉન્ડની બહાર જઈ રહી છે અને તેની નજર ડૉ.રિઝવાન પર પડે અને તે ડોક્ટર રિઝવાનને ગૂડ મોર્નિંગ કહે છે. સામે ડોક્ટર પણ તેમને ગૂડ મોર્નિંગ સિસ્ટર કહે છે. ડોક્ટર પાછા તેમના બાળક સાથે રમવામાં મશગુલ થઈ જાય છે. થોડીવાર પછી ક્વાર્ટરના બીજા માળેથી ડોક્ટરની પત્ની અવાજ આપે છે કે ચાલો નાસ્તો કરવા. ડોક્ટર અને તેમનો નાનો દીકરો નાસ્તો કરવા તેમની રૂમ પર પોહિચી જાય છે. હજુ તો નાસ્તાના બે કોળીયા ખવાય છે ત્યાં જ ડૉ.રિઝવાનનો ફોન રણકે છે. ફોન હોસ્પિટલથી છે અને ડોક્ટર ફોન ઉપાડે છે. સામેથી એક નર્સનો અવાજ આવે છે. નર્સ ડૉ.રિઝવાનને જણાવે છે કે, સમગ્ર દેશમાં મહામારી ફેલાઈ છે. તેને ધ્યાનમાં લઈ આજની રજા કેન્સલ થઈ ગઈ છે. તમે તુરંત જ હોસ્પિટલ ખાતે પોહિચી જાવ. ડો.રિઝવાન ઝડપથી હોસ્પિટલ પોહચી જાય છે અને કામે લાગી જાય છે. હોસ્પિટલ પહોચતા ડૉ. જુવે છે કે લોકોની સારવાર માટે લાઈન લાગેલી છે. લોકો દર્દથી કણસી રહ્યા છે. ભયંકર મહામારીથી દર્દી સાથે આમ જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે. મહામારીથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તમામ જનતા ભયભીત છે. દેશની તમામ સુરક્ષા એજન્સી ખડે પગે ઊભી છે અને તેમની સેવા આપી રહી છે. રાતના અગિયાર વાગી જાય છે. ડૉ.રિઝવાનનો કોઈ ફોન કે ખબર ના આવવાથી પત્ની ચિંતિત થાય છે અને ડૉ. રિઝવાનને ફોન લગાવે છે, પણ ફોન સ્વિચ ઓફ બતાવે છે. ધ્યાનમાં આવે છે કે ડૉ.રિઝવાન તો આજે ફોન ચાર્જ કરવાનુ જ ભૂલી ગયા હતા. એક દિવસ, બીજો દિવસ ત્રીજો દિવસ, ચોથા દિવસને અંતે ડૉ.રિઝવાનનો ફોન તેમની પત્ની પર જાય છે. ડૉ.રિઝવાનની પત્ની ફોન ઉઠાવે છે. ડૉ. રિઝવાન કહે છે કે, હુ મજામાં છુ. તમે પણ સારા હશો. મારી ચિંતા કરશો નહિ, તમારુ ધ્યાન રાખજો. ફોન કટ થઈ છે. ડૉ. રિઝવાનના પત્ની વધુ બીજી કઈ વાત પણ કરી શક્યા નહી. બીજા બે દિવસ પછી ડૉ.રિઝવાનના ક્વાર્ટર પર ચાર- પાંચ જણા પોહચે છે. દરવાજો ખટખટાવે છે. ડૉ. ના પત્ની દરવાજો ખોલે છે અને સામેથી આવેલા લોકો તેમના હાથમાં એક ચિઠ્ઠી આપે છે અને જણાવે છે કે, જે મહામારીથી ડૉ. રિઝવાન લોકોને બચાવી રહ્યા હતા, તે જ મહામારીની બીમારી તેમને લોકોની સારવાર દરમિયાન થઈ જતા તેમનુ મ્રુત્યુ થયુ છે. ડૉ.રિઝવાનના પત્ની હતાશ થઇ જાય છે. તેમને કોઈ શાંતાવના આપી શકે તેમ માટે પણ પરિવારનું બીજુ કોઈ સભ્ય હાજર નથી. ડૉ.રિઝવાનના પત્ની હિંમત રાખી તે ચીઠ્ઠી ખોલીને વાંચે છે. જેમ ડોક્ટરો તેમના દર્દીને દવા લખી આપે છે તેવા જ કાગળ પર ડોક્ટર તેમની પત્નીને દવા રૂપે ત્રણ લાઈન લખે છે.
- હુ તમને ખૂબ પ્રેમ કરુ છુ. પળે પળે તમને યાદ કરુ છુ.
- મારા પરિવાર જનોને પણ હુ અનહદ પ્રેમ કરુ છુ.
- તમને બ{{~ધાને ¬^><~{}.
ત્રીજી લાઈનમાં કઈ સ્પષ્ટ વાંચી શકાતુ નહતુ. કદાચ એ લખાણ ડૉ. રિઝવાનના છેલ્લા શ્વાસમાં લખાયુ હશે. ત્રીજી લાઇનના એ શબ્દો શુ હશે, તે જાણવા ડૉ. રિઝવાનની પત્ની આજે પણ એ પ્રિફકૅસન લઈને દરેક દવાની દુકાને દુકાને ભટકી રહી છે.
– Raju Pritampura.