હિંદુઓનો ખોરાક ગાય અને મુસલમાનોનો ખોરાક બકરો

Wjatsapp
Telegram

“મુસલમાનોએ કુરબાની ના આપવી જોઈએ. ઈકો ફ્રેન્ડલી માટીના બકરાની કુરબાની આપવી જોઈએ.”

કેટલાય લોકો આવી સલાહ આપી રહ્યા છે. તો આવો જાણીએ તમારી સલાહમાં કેટલું સત્ય છે.

૧) કુરબાની :
મુસલમાનો જે પ્રાણીની કુરબાની આપે છે તેનું મટન તે ખાય છે. સપરિવાર ખાય છે. ફેંકી નથી દેતા. અને આ મટન હિંદુઓ પણ 365 દિવસ ખાય છે. કોઈ જાહેરમાં ખાય છે તો કોઈ છુપાઈને ખાય છે. કોઈ ફક્ત ઈંડા ખાય છે. (ઈંડા વેજ છે તેમ સમજીને😋)

જેમ અંધશ્રધ્ધાળુ હિંદુઓ કાળા પથ્થર પર દૂધ, દહીં, ઘી, માખણ, તલ, ચોખા, અન્ય અનાજ, ફળ, ઝાડના પાંદડા, પાણી, વિગેરે રેડીને બગાડ કરે છે તેવું મુસલમાનો નથી કરતા. હિંદુઓ યજ્ઞો-હવનોમાં ઘી, તેલ, અનાજ, ફળ, વિગેરે સળગાવી ખોરાક બરાબાદ કરે છે, તેવું મુસલમાનો નથી કરતા. પલ્લીમાં લાખો લીટર ઘીનો બગાડ કરે છે, તેવું હિંદુઓ નથી કરતાં.
મુસલમાનો તેમના એક તહેવાર પર, સપરિવાર ભેગા મળીને જે તે પ્રાણીનું મટન ખાય છે. બગાડ નથી કરતા. જે હિંદુઓ ૩૬૫ દિવસ ખાય જ છે.

૨) હિંદુ ધર્મ :
શુ તમને ખબર છે, બ્રાહ્મણોએ ગાયનું માંસ ખાવુ એવું વેદોમાં લખ્યું છે? અને એ પણ ૧૭ બ્રાહ્મણોએ વહેંચીને ખાવું. કયો બ્રાહ્મણ માથું લઈ જશે અને કયો બ્રાહ્મણ અંડકોષ, એ પણ લખેલું છે. અને યજમાન (બિન બ્રાહ્મણ)એ પણ આ ગાયનું માંસ ખાવું, એ પણ બ્રાહ્મણ ગ્રંથોમાં લખ્યું છે. આ ગૌમાંસમાં યજમાનનો પણ એક ભાગ હોય છે.


તો આજે હિંદુઓ ગાય ખાઈ ખાઈને ધરાઈ ગયા, પેટ ફૂલ થઈ ગયું એટલે મુસલમાનો પાછળ પડી જવાનું? દલિતો પાછળ પડી જવાનું?

હિંદુઓ, બ્રાહ્મણો ગાય સિવાય પણ અન્ય જાનવરો ખાતા હતા. જેના પુરાવા તેમના જ કહેવાતા ધર્મ શાસ્ત્રોમાં છે. ખાસ દિવસો પર ગાય એ હિંદુઓનો ખોરાક હતો, એ જ રીતે બકરો એ મુસલમાનોનો ખોરાક છે. પણ મેં મટન ખાવાનું બંધ કરી દીધું એટલે બીજો પણ છોડી દે, એ વાત ખોટી. અને બીજામાં માંસાહાર વિશે નફરત ફેલાવવી, ખોટા મેસેજ ફોરવર્ડ કરવા, એ તો સદંતર ખોટું.

૩) પ્રાણીહિંસા :
પ્રાણીહિંસા અને ખોરાક બેઉમાં ફરક છે.

માંસ, મચ્છી, ઈંડા આ એક ખોરાક છે. ભોજન સિવાયના કારણથી મારે એને હિંસા કહેવાય. ખોરાક માટે દુનિયાનો કોઈ દેશ, કોઈ બંધારણ પ્રતિબંધ મુકતું નથી.

દિવાળીના ધડાકાથી ધ્વનિ પ્રદુષણ, ફટાકડાને લીધે વાયુ પ્રદુષણ, નદી-તળાવોમાં મૂર્તિઓ પધરાવી પ્રદુષિત પાણીથી જળચરના મૃત્યુ, ઉત્તરાયણમાં પતંગની દોરીથી જે પ્રાણી-પક્ષીનું મૃત્યુ થાય છે એ જીવહિંસા છે. આ રીતે મૃત્યુ પામેલા પ્રાણી-પક્ષી કોઈ માણસ ખાતું નથી.

એટલે જીવહિંસા અને ખોરાકમાં ફરક છે. તમે કોઈકના ખોરાક પર આ રીતે પ્રશ્નાર્થ કે ટીકા ટિપ્પણી ના કરી શકો.

૪) કાયદો :
કોણે શુ ખાવું અને કોણે શુ ના ખાવું એ તમે કેવી રીતે નક્કી કરો? સંધી છો? ભાજપી છો? કટ્ટર હિંદુના એજન્ડા પર ચાલો છો? તો???
તમે કેવી રીતે નક્કી કરો કે કોણે શુ ખાવું અને કોણે શુ ના ખાવું? માંસ, મચ્છી, ઈંડા એ ખોરાક છે. એને ખોરાકની રીતે જ જુઓ. તમારી સુગ તમારી પાસે રાખો. તમારા પૂરતી જ રાખો. બીજા પર ના થોપો. આ દેશ હજુ પણ બંધારણ પર ચાલે છે. તમારી મનઘડંત સમજણ પર નહિ. અને કહેવાતી બહુમતી પર પણ નહીં. બહુમતી લોકો ખોટા હોઈ શકે છે એના હજારો દાખલા આપણે ઇતિહાસમાં જોયા છે. અને તમે આજે આ મુદ્દે ખોટા છો.

૫) સંઘ અને ભાજપ :
બહુ ત્રાસ કર્યો તમે લોકોએ તો!!
આસામ અને ગોવા, કે જ્યાં ભાજપસંઘની સરકાર છે અને ભાજપના જ નેતાઓ ગૌમાંસ પર પ્રતિબંધ મુકવાનો વિરોધ કરે છે, ત્યાં તો તમારી કોઈ પીપુડી વાગતી નથી અને આ ઉત્તર ભારતમાં, હિંદી પટ્ટામાં જ આતંક મચાવવાનો?
તમે લોકો હિંદુ, હિંદુત્વના નામે દેશની સભ્યતા અને સંસ્કૃતિની પથારી ફેરવી રહ્યા છો.

ફક્ત એક અશોક આવશે અને તમારા 94 વર્ષના ષડયંત્રો પર પાણી ફેરવી દેશે. તમારો જુઠનો કિલ્લો પળભરમાં ધ્વસ્ત કરી દેશે.

ઈતિહાસ કોઈનેય માફ નથી કરતો. પહેલા પણ સજા કરી હતી, આગળ પણ કરશે.

કૌશિક શરૂઆત

નોંધ : “જૂઠ ૧૦ કરોડ લોકો ભેગા થઈ ૧૦૦ કરોડ વાર બોલે તોય ફક્ત એક સત્યથી તે જુઠનો નાશ થાય છે.” આ ફરી એકવાર સિદ્ધ થશે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

6 Responses

 1. Vikas Rajgor says:

  Piko tari maa no

 2. Jitendra vaghela says:

  Saras jankaari

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 3. Mehmood Malek says:

  Definitely you right sir..

 4. Mahendra gohil says:

  Definitely you right Kaushik Parmar

 5. Shaileshkumar Hadiyal says:

  Very important details it is

Leave a Reply

Your email address will not be published.