મુસલમાનો કેમ બોલે છે “અસ્સલામુ અલઈકુમ”?

તમે ફિલ્મો, ટીવી અને મુસ્લિમોને એકબીજાને ભેટતા અને અસ્સલામુ અલયકુમ બોલતા સાંભળ્યા જ હશે. અને જવાબમાં સામેથી વાલેયકુમ સલામ બોલતા પણ સાંભળ્યા હશે. ક્યારેય બિનમુસ્લિમ તરીકે વિચાર્યું કે એનો મતલબ શુ છે?
અસ્સલામુ અલયકુમનો મતલબ છે, “અલ્લાહની રહેમત તમારી પર” રહેમત, સલામતી અને “વાલેયકુમ સલામનો મતલબ તમારી ઉપર પણ અલ્લાહની રહેમત.”
ખરેખર તો આખું વાક્ય છે.. અસ્સલામુ અલઈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ મતલબ.. સલામતી હો તમારા ઉપર અને અલ્લાહ ની રહમત અને બરકત સાથે.
અને સામેં વાળી વ્યક્તિ જવાબ માં કહેશે..વાલઈકુમ અસ્સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ મતલબ.. તમારા પર ભી સલામતી હો અને અલ્લાહ ની રહમત અને બરકત સાથે.
માહિતી સાભાર : પટેલ સાબિર