શું સ્ત્રીઓ આટલું વાંચ્યા પછી પણ “ચાણક્ય”ને આદર્શ માનશે?

ચાણક્યના સ્ત્રી વિષયક વિચારો જાણવા જેવા છે. જે સ્ત્રીઓ ચાણક્યને આદર્શ માનતી હોય તેમણે ચાણક્યના આ વિચારો સાથે સહમત થવું જોઈએ કે નહિ? આ એક વિચારણીય બાબત છે. ચાણક્યનું સમસ્ત શિક્ષણ જે તે સમયના ધર્મગ્રંથોને આધારે થયેલ હતું; માટે તેમની વિચાર સરણી પણ એવી હોય તે સ્વાભાવિક છે.
पत्युराज्ञां विना नारी उपोष्य व्रतचारिणी ।।
आयुष्यं हरते भर्तुः सा नारी नरकं व्रजेत।।९।।
અર્થાત:― “પતિની આજ્ઞા વગર જે સ્ત્રી ઉપવાસ કરે છે , તે પોતાના પતિના આયુષ્યને વધારવાની જગ્યાએ ઘટાડે છે . તે સ્ત્રીને ખૂબ દુઃખ ભોગવવાં પડે છે અને મૃત્યુ પછી તે નરકમાં સ્થાન પામે છે .” // ૯ //
સ્ત્રીએ ઉપવાસ અને વ્રત પણ પતિની આજ્ઞા લઈને જ કરવાં એવો પુરુષમત !
[સંપૂર્ણ ચાણક્ય નીતિ, પૃ.187, સતરમો અધ્યાય, ૯મો શ્લોક]
न दानैः शुध्यते नारी नोपवासशतैरपि ।।
न तीर्थसेवया तद्वद् भर्तुः पादोदकैर्यथा।।१०।।
અર્થાત:― “અનેક પ્રકારના દાન કરવા છતાંય સ્ત્રી પવિત્ર નથી થઈ શકતી એટલે કે મોક્ષ મેળવી શકતી નથી . અનેક ઉપવાસ કરવા છતાંય તે શુદ્ધ નથી હોતી, યાત્રાધામોની યાત્રા કરવા છતાંય તે શુદ્ધ નથી હોતી, માત્ર પતિનાં ચરણોમાં રહી સેવા કરનાર સ્ત્રી જ શુદ્ધ હોઈ શકે છે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે .” // ૧૦ //
[સંપૂર્ણ ચાણક્ય નીતિ, પૃ.187, સતરમો અધ્યાય, ૧૦મો શ્લોક]
जल्पन्ति सार्धमन्येन पश्यन्त्यन्यं सविभ्रमाः ।
हृदये चिन्तयन्त्यन्यं न स्त्रीणामेकतो रतिः।।२ ।।
અર્થાત:― “સ્ત્રીઓને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ નથી હોતો . તે વાતચીત કોઈ વ્યક્તિ સાથે કરતી હોય છે, પણ હાવભાવપૂર્વક જુએ છે કોઈ બીજાને અને મનમાં રટણ તો કોઈ ત્રીજી જ વ્યક્તિના નામનું ચાલતું હોય છે. આ જ તેમનો સ્વભાવ છે. જે વ્યક્તિ એવું માને છે કે કોઈ સ્ત્રી તેને પ્રેમ કરે છે, તો તે વ્યક્તિ મુર્ખ છે .” // ૨ //
[સંપૂર્ણ ચાણક્ય નીતિ, પૃ.173, સતરમો અધ્યાય, 2જો શ્લોક]

यो मोहान्मन्यते मूढो रक्तेयं मयि कामिनी ।
स तस्य वशगो भूत्वा नृत्येत् क्रीडा-शकुन्तवत्।।३ ।।
અર્થાત:― “જે પુરુષ એવું માનવાની મૂર્ખતા કરે છે કે આ સુંદર સ્ત્રી માત્ર મને જ પ્રેમ કરે છે, તે કઠપૂતળીના મોરલાની જેમ એની આંગળીએ નાચતો રહે છે .” // ૩ //
સ્ત્રી ચતુરાઈપૂર્વક પુરુષના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે કે પોતે તેના પ્રેમમાં છે. તે માત્ર તેના ઇશારે જ નાચતો રહે છે. તેનું સ્વમાન તો તે ગુમાવી જ બેસે છે, પણ ધનસંપત્તિનોય નાશ થાય છે.
[સંપૂર્ણ ચાણક્ય નીતિ, પૃ.173, સતરમો અધ્યાય, 3જો શ્લોક]

विनयं राजपुत्रेभ्यः पण्डितेभ्यः सुभाषितम् ।
अनृतं द्यूतकारेभ्यः स्त्रीभ्यः शिक्षेत् कैतवम्।।१६ ।।
અર્થાત:― “વ્યક્તિ દરેક જગ્યાએથી કંઈક તો શીખે જ છે. રાજપુત્રો પાસેથી નમ્રતા, વિદ્વાનો પાસેથી સુવચનો, જુગારીઓ પાસેથી જૂઠું બોલતાં અને સ્ત્રીઓ પાસેથી છળ કરતાં શીખવું જોઈએ. દરેક પાસે કંઈ ને કંઈ શીખવા જેવું હોય છે.” //૧૬//
[સંપૂર્ણ ચાણક્ય નીતિ, પૃ.143, બારમો અધ્યાય, 16મો શ્લોક]

स्त्रीणां द्विगुण आहारो बुद्धिस्तासां चतुर्गुणा ।
साहसं षड्गुणं चैव कामोऽष्टगुण उच्यते।।
અર્થાત:― “પુરુષો કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું, અક્કલ ચાર ગણી, સાહસિક વૃત્તિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.” // ૧૭ //
[સંપૂર્ણ ચાણક્ય નીતિ, પૃ.13, પ્રથમ અધ્યાય, 17મો શ્લોક]
✍️ અભિગમ મૌર્ય

ઉપવાસ કરવા જ શા માટે !!??
(સ્વાસ્થ્ય અનુલક્ષીને બરાબર કહેવાય)
વ્રત કથાઓ પણ વાર્તા જ છે
એની વાર્તા માં કઈ તથ્ય હોતું નથી
મેં ઘણી વ્રત કથા વાંચી છે જેમકે વટસાવિત્રી, સોળ સોમવાર, ફૂલ કાંજળી, મોળાકત, ફૂલ કાંજળી, એવરત જીવરત, સામાં પાંચમ, વગેરે વગેરે.. જે માત્ર સ્ત્રીઓ માટે જ શા માટે !!?
એ બધું વાંચન જો વૈજ્ઞાનિક અભિગમ અને સમજણથી વાંચે તો ખ્યાલ આવશે કે ‘ઈ ગોલામે કુછ ગડબડ હૈ’
એના વિશે પણ બધા ને જાગૃત કરો