નારી | ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓનું મહત્વ કેટલું?

Wjatsapp
Telegram

“કેથરિન મેયો” ની “મધર ઈન્ડિયા” પુસ્તકમાં વર્ણવેલી સ્ત્રીની વેદના અને મારા સ્વઅનુભવ

જન્મ થાય ત્યારથી જ સ્ત્રીના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઇ જાય છે. સ્ત્રી સાથે તેના જન્મતાં જ ભેદભાવ ચાલુ થઇ જાય છે. કારણ કે, ભારતીય સમાજ વ્યવસ્થા પિતૃસત્તાક પાયા પર ઉભી કરવામાં આવી છે, એટલે દરેક માં ને દીકરો જોઈએ છે, નહી કે દીકરી.

સ્ત્રીઓની ઈચ્છા, સપના, લાગણી, પ્રેમ, એને સમજવા વાળું કોણ? કહેવાય છે કે એક સ્ત્રીના મનની વાત બીજી સ્ત્રી સમજી શકે છે. છતાં પણ મનમાં જે વ્યથા, દુઃખ, પીડા, ઈચ્છા એ તો જેને હોય એ પોતે જ સમજે છે. સ્ત્રીની પીડા બીજા ક્યારેય સમજી શકતા નથી. સ્ત્રીનો જન્મ થાય ત્યારથી તેમને ભેદભાવ વચ્ચે, અભાવ વચ્ચે, પીડાઓ વચ્ચે જ જીવનની શરૂઆત કરવી પડે છે.

એક માં ક્યારેય એવુ ઇચ્છતી નથી કે તેના બાળકોમાં ભેદભાવ થાય પણ ભારતીય સમાજ વ્યવસ્થામાં દીકરાને જ વધુ મહત્વ આપવામાં આવે છે ત્યારે એક માંના હૃદયમાં કેટલું દુઃખ-પીડા થતી હશે. એ પણ એક સ્ત્રી છે. એણે પણ આ બધી પીડાઓ સહન કરી છે, મન ના હોવા છતાં એમણે પુત્ર મોહ રાખવો જ પડે છે.

વાત થાય છે સ્ત્રીની પીડાની, એ પછી કોઈ પણ જગ્યા હોય. પિતા નું ઘર કે સાસરિયું બધી જ જગ્યાએ એમને સમજવા વાળું કોણ? પિયરમાં વાત કરે તો માં-બાપને ચિંતા, આજુબાજુમાં વાત કરે તો સમાજમાં બધાની ઈજ્જત જતી રહે. એટલે પોતાના મનની પીડા મનમાં જ દબાવીને રાખતી હોય છે.

“હિન્દૂ નારી-પતન અને ઉત્થાન” પુસ્તક ખરીદવા માટે ફોટો પર ક્લિક કરો.

પહેલાંના સમયમાં જન્મ થાય ને ખબર પડે કે છોકરી છે તો દૂધ પીતી કરી દેતા, પછી ધીરે-ધીરે થોડો સુધારો થયો તો 5-7વર્ષની થાય એટલે તરત જ લગ્ન કરી દેતા. આજે પણ સાંપ્રત સમયમાં આ વ્યવસ્થામાં વધુ કંઈ સુધારો થયો નથી. માત્ર કહેવા ખાતર સભ્ય સમાજ છે. બાકી ઘરે -ઘરે આજે પરિસ્થિતિ એવી ને એવી જ છે.

ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રી માટે લગ્ન જીવન અને અપરિણીત જીવન, બન્ને દુઃખદાયી જ છે. જે આઝાદી એણે ભોગવવી જોઈએ જે આઝાદી એને ગમે છે, એ આઝાદી તે માણી શકતી નથી.

ભારતીય સમાજ વ્યવસ્થાએ સ્ત્રીને મૃત્યુ પછી પણ ડંખવાની છોડી નથી, ડાકણ-ચુડેલ કહીને માતૃદોષ કે પિતૃદોષના નામે મેણાં-ટોણા આપ્યા જ છે.

મારે એક દિકરી છે અને અમે નથી ચાહતા કે અમારી દીકરી આ સમાજ વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે. અનન્યાને તમામ આઝાદી આપીને મુકત મને વિહરવા દઈને એની પ્રતિભા નિખરવા દેવા માટે અમે પતિ-પત્ની બન્ને કટીબધ્ધ છીએ.

હમણા, સૌરાષ્ટ્રમાં એક ગામમાં ખેતરે ખેતી કામે જઈ રહેલ સ્ત્રીની આબરૂ લુટવાના ઈરાદે તેની હત્યા કરવામાં આવી.

હું એમ કહું છું એ તમામ માં-બેન-દીકરીઓને કે તમે કયાં સુધી બીજાના ખેતરે બાજરો કાપવા કે કપાસ વિણવા જશો? મુકી દો આ દાડી મજુરી કરવાનું, શહેરોમાં આવો.
સુરતનાં ચૌટા બજાર કે અમદાવાદના ઢાલગરવાડમાં લારી કરો, કોસ્મેટિક ચીજવસ્તુઓ, રેડિમેડ ગાર્મેન્ટ વેચો, અમદાવાદ સુરતના શાકભાજીના બજારમાં શાકભાજી-ફળ વેચો. સ્ત્રીઓ, આવડત કેળવીને પગભર થાવ તો જ તમારી આઝાદીને આ પિતૃસત્તાક સમાજ સ્વીકારશે.

અહીયાં હું સ્ત્રીની આઝાદીના બે રીયલ લાઈફના કીસ્સા મુકીશ:

1) દક્ષિણ ગુજરાતના સુરતમાં એક લગ્ન પ્રસંગે અમે સહ પરિવાર ગયેલા ત્યારે લગ્નનાં આયોજકો દ્રારા બે વિભાગ પાડેલા એક સ્ત્રીઓનો અને બીજો પુરુષોનો વિભાગ.

અરવિંદે કહ્યું, ‘તને મજા પડશે’. સ્ત્રી વિભાગમાં ઘણી બધી લેડીઝના હાથમાં નારિયેળ પાણી જોયા તો મને અચરજ થયું, કે મોટાભાગની દરેક સ્ત્રી નારિયેળ પાણી પીતી હતી. મે બે મહીલા સાથે વાત કરી કે ક્યા મળશે નારિયેળ તો ઘણી મહીલા મારી સામે અચરજથી જોઈ રહી, જાણે મે કંઈ અજુગતું માંગી ના લીધું હોય.

મને કહ્યું કે તમારા હસબન્ડને પુછીને આવો, એટલે મેં અરવિંદને કહ્યું કે મારે નારિયેળ પાણી પીવું છે. અરવિંદે કહ્યું કે એમાં નારિયેળ પાણી નથી પણ અલગ અલગ પ્રકારના સોમરસ છે. અને આ લગ્ન પ્રસંગે આ તમામ મહીલાઓને આજે પુરી છુટ છે તેમના પતિ તરફથી.
હું અચંબિત થઈ પણ સાથે સાથે અનુભવ્યું પણ, કે ખરેખર પુરુષોએ આખરે સ્ત્રીને પોતાની સમકક્ષ તો રાખી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

2) લોકો જાણે જ છે કે, બધા દમણ કેમ જાય છે. અમે એ ઉદેશથી નથી જતા, કારણ કે મારા પતિને એ વ્યસન નથી. એકવાર દમણ જઈને દરિયાને નીહાળી રહ્યા હતા એટલામાં ચાર-પાંચ લેડીઝ આવી અને બીયરનું ટીન ખોલીને સુરતી ભાષામાં બબડવા લાગી કે, “ટો શું, આખું અઠવાડિયું મચ્છી છોલ્યા કરવાની? કાંક ટો શાંટી જોઈએને?”. હું તેમની સામે હસી; તો મને ઉદેશીને કહે, “ડીકરા દમણમાં ડર અઠવાડિયે આવીને આ મજા કરવાની”. હું તેમને જોઈ જ રહી.

શું “કેથરિન મેયો” એ પોતાની પુસ્તક “મધર ઈન્ડિયા” માં વર્ણવેલી આઝાદી, ઉપરના બન્ને કિસ્સામાં સાર્થક થાય છે?

✍🏻 પ્રતિક્ષા અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.