ભારતનું સર્વશ્રેષ્ઠ પુસ્તક

Wjatsapp
Telegram

વિશ્વ પુસ્તક દિવસ

૨૩ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ.”વિશ્વ પુસ્તક દિવસ” એટલે પુસ્તકોનો દિવસ કહેવાય છે, આપણે પણ જાણીએ જ છીએ કે “પુસ્તક વિનાનું ઘર સ્મશાન સમાન કહેવાય છે” એટલે, કે જે વ્યક્તિ કે લોકોના ઘરમાં ઘરમાં પુસ્તક ન હોય તેમનું ઘર સ્મશાન સમાન ગણવામાં આવે છે.

ભારત માટે “વિશ્વ પુસ્તક” તરીકે ઘોષણા કરવામાં આવે તો મારા મત પ્રમાણે હું વિશ્વનું સૌથી લેખિત પુસ્તક એટલે કે “ભારતના બંધારણ”ને સર્વોપરી ગ્રંથ તરીકે ઘોષણા કરું. આપણા માટે સૌથી શ્રેષ્ઠ માનવજીવનને જીવન જીવવાના અધિકારોથી લઈને મૃત્યુ સુધીના અધિકારો આ પુસ્તકમાં આપેલા છે, તેથી હું મનુષ્ય માટે ભારતીય બંધારણને વિશ્વ પુસ્તક તરીકે સર્વોપરી માનું છું.

ડો.બાબા સાહેબ આંબેડકરની પુસ્તક પ્રત્યેની ભાવના જોઈએ, તો તેમને પુસ્તકો પ્રત્યે પ્રેમ વધારે હતો તેઓએ લગભગ 50,000 જેટલા પુસ્તકો પોતાના ઘરમાં વસાવ્યા હતા. ડો. બાબા સાહેબ આંબેડકર જ્યારે બાળપણમાં નાના હતા, ત્યારે તેમના પિતાશ્રીના મિત્ર દ્વારા તેમને “તથાગત બુદ્ધ” ના જીવન વિશેનુ એક પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, તેથી જ તેમના બાળપણમાં આ પુસ્તક એક વિચારો નું વૃક્ષ બનીને ઊભો થઈ ગયું હતું. તેથી જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે “બૌદ્ધ ધર્મ” અપનાવ્યો હતો. આ પુસ્તક તેમના જીવન થકી બૌદ્ધ ધર્મ તરફ વિચારોનું વૃક્ષ બનીને ઉભું થઈ ગયુ હતુ.

પુસ્તકો થકી જ આપણે માનવી નો સર્વાંગી વિકાસ થઈ શકે છે. પુસ્તક દ્વારા માનવીની વિચાર શક્તિ માં વધારો થઇ શકે છે, આજનો યુગ એ “ડિજિટલ યુગ” છે તેમ છતાંય ડિજિટલ યુગ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય તે પુસ્તકો દ્વારા જ્ઞાન મળી રહે તેના જેવું જ્ઞાન મળી રહેતું નથી તેથી જ પુસ્તકએ સર્વોપરી છે.

આમ ભારતના તમામ નાગરિકોના ઘરોમાં પુસ્તકો હોવા જોઈએ, અત્યારે lockdown નો સમય છે ત્યારે લોકો કઈ રીતે સમય પસાર કરે, ઘરમાં જો પુસ્તકો હોય તો તેના સહારે પણ લોકો પોતાનો સમય પસાર કરી શકે છે અને કંઈક નવું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને નવો વિચાર પણ મેળવી શકે છે તેથી જ પુસ્તકો હોવા મહત્વનું અંગ છે, આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિના ઘરમાં કોઈક ને કોઈક પુસ્તકો હોય છે.તે જ રીતે આપણો દેશ એ “ભારતીય સંવિધાન” થી ચાલે છે તેથી દરેકના ઘરમાં જ ભારતીય સંવિધાનનો પુસ્તક હોવું જરૂરી છે.

અંતમાં, આપ સર્વે ભારતના નાગરિકોને “વિશ્વ પુસ્તક દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ.

જાન્યુઆરી 2020 સુધી અપડેટેડ, ભારતનું બંધારણ ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. વધુ વિગતો ઓનલાઈન બુક સ્ટોર પર. http://sharuaat.com/bookstore/product/indian-constitution/

Himanshu Mesariya
અરવલ્લી, ધનસુરા.
મો.૯૯૯૮૪૪૦૪૦૮

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.