Yes, I am Gay. And its Normal.

Wjatsapp
Telegram

ફોટામાં,
મહારાણા શ્રી રઘુવીર સિંહજી રાજેન્દ્રસિંહજી સાહિબ (રાજપીપળા, ગુજરાત)ના એકમાત્ર પુત્ર માનવેન્દ્રસિંહ ગોહેલ છે. જેમણે જાહેરમાં સ્વીકાર કર્યો કે “હું ગે છું.” અને ભારતમાં ગે લોકો માટેની સૌથી પહેલી સંસ્થા “The Lakshya Trust” બનાવી.

માનવેન્દ્રસિંહ ગોહેલનો જન્મ 23 September 1965 ના રોજ થયો હતો. તેમને પોતાની સેકસ્યુઆલીટી વિષે અજંપો રહેતો. તેમને નોહતી ખબર અને કોઈએ તેમને કહ્યું પણ નોહતું કે તે ગે છે. કે તેઓ જે અનુભવે છે તેને હોમોસેકસુઆલીટી કહેવાય. આ ક્યારેય ચેન્જ ના થાય. અને ગે હોવું નોર્મલ છે, તેવી પણ તેમને નોહતી ખબર.

૧૯૯૧ માં જામ્બુઆ સ્ટેટની રાજકુમારી ચંદ્રિકા કુમારી સાથે તેમના લગ્ન થયા હતા. તેમને એમ હતું કે લગ્ન પછી પત્ની સાથે બધું નોર્મલ થઈ જશે. તેમને પણ બાળકો થશે અને શાંતિથી નોર્મલ લાઈફ જીવી શકશે. પણ તેવું થયું નહી, તેમનું લગ્નજીવન ક્યારેય સંતોષજનક નોહતું રહેતું. અને લગ્નના એક જ વર્ષમાં પત્નીએ છુટાછેડા માંગ્યા. તેમણે પોતાને ઓરડાઓમાં કેદ કરી લીધા. બહાર જવાનું અને લોકોને મળવાનું ટાળવા લાગ્યા. માનસિક તાણ એટલી વધી ગઈ કે ૨૦૦૨માં માનવેન્દ્રસિંહ ગોહેલને નર્વસ બ્રેકડાઉન થઈ ગઈ. ડોક્ટરે તેમના પરિવારને માનવેન્દ્રસિંહના ગે હોવાનું જણાવ્યું. આટલા વર્ષો તે પોતાના માતા-પિતા, પરિવારવાળાથી છુપાવતા રહ્યા. માતાપિતાએ સ્વીકારી લીધું. પણ સમાજની બહુ મોટી બીક હતી. એક તો એ રાજવી પરિવાર. મોટા લોકો જોડે ઉઠવા બેસવાનું. લોકો તેમને આદર્શ માને, તેમને પૂજે. શરૂઆતમાં તો આ વાત પરિવારે છુપાવી પણ માનવેન્દ્રસિંહ આ પસંદ નહોતા કરતાં, અને તેમણે વાસ્તવિકતાનો સામનો કરવાનું નક્કી કર્યું અને તેમણે એક પત્રકાર મિત્રને ઇન્ટરવ્યુ આપ્યો. On 14 March 2006 ના રોજ દિવ્યભાસ્કરની વડોદરા એડિશનમાં સૌ પ્રથમવાર ઇન્ટરવ્યુ છપાયું અને પછી “ભાસ્કર ગ્રુપ”ના બીજા પેપરોમાં, અને પછી અખા દેશના અખબારોને નોંધ લીધી.

પણ સમાજ, ભારતીય રૂઢીવાદી સમાજ તરફથી સહન કરવાનું બાકી હતું. તેમના માતા-પિતા, બહેને લોકો તરફથી ઘણું સંભાળવું પડ્યું. ઘણા અપમાનો સહન કરવા પડ્યા. પણ, માનવેન્દ્રસિંહે પોતાનું ધ્યાન સમાજસેવા તરફ વાળ્યું. તેઓ સમાજસેવા કરતાં રહ્યા અને લોકો વચ્ચે જવાનું વધારી દીધું. તે ઈચ્છતા કે લોકો આ બાબત પર ચર્ચા કરે. જાહેરમાં બોલે. ભારતીય સમાજમાં આ વિષય વિષે ઘણી સુગ પ્રવર્તે છે. તે ઓછી થાય.

માનવેન્દ્રસિંહે ગોહિલે ભારતના સૌ પ્રથમ, ગે લોકો માટે, “The Lakshya Trust” નામની સંસ્થા શરુ કરી. જે ગે લોકોને HIV વિષે જાણકારી આપે છે.
24 October 2007 ના રોજ ઓપ્રાહ વિન્ફ્રેના શોમાં પણ હાજરી આપી.
25 July 2008 ના રોજ “Euro Pride Gay Festival” નું ઉદ્ઘાટન કર્યું.
Undercover Princes નામની BBCની સીરીજમાં ભાગ પણ લીધો.
જુલાઈ ૨૦૧૦થી તેઓ gay male-centric print magazine Fun ના એડિટર છે.

દોસ્તો,
જો તમે છોકરો હોવ તો, કોઈકને જાડી છોકરી ગમે કે કોઈકને પાતળી છોકરી ગમે, કોઈકને ગોરી છોકરી ગમે, કોઈને ઘઉંવર્ણી જ માદક લાગે.
તે જ રીતે, જો તમે છોકરી હોવ તો, કોઈકને બોડી બિલ્ડર ગમે તો કોઈકને નોર્મલ ફીઝીકવાળો, કોઈકને સુટ-બુટવાળો છોકરો ગમે તો કોઈકને રફ એન્ડ ટફ, કોઈકને બોલે એવો છોકરો ગમે તો કોઈકને બસ સાંભળે તેવો છોકરો ગમે.
જેમ ઉપરની પસંદ નોર્મલ છે, કુદરતી છે. તેવી જ રીતે ગે હોવું કે લેસ્બીયન હોવું, ખુબ જ સામાન્ય અને કુદરતી છે. આ તો આપણો સમાજ છે કે જેણે બહુમતના નામે પોતાને ફાવતા નિયમો, માન્યતાઓ બનાવી દીધી છે. કોઈના બેડરૂમમાં તેણે શું કરવું? કોની સાથે કરવું? એ કહેનારા તમે, હું કે સમાજ કોણ? આ વિષય પર તમારા દોસ્તો સાથે ચર્ચા કરો અને જો કોઈ તમારી આસ-પાસ આવી વ્યક્તિ હોય તો તેને સપોર્ટ કરો. તેને નોર્મલ ફીલ કરાવો.

ભગવાન કહો કે કુદરત કહો, આ બધુ તેણે જ બાનાવેલું છે. આપણને તેને ખોટું કહેવાનો અધિકાર ક્યાં?

કૌશિક શરૂઆત
8141191311

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.