મોમ..તું ગમે તે કર, બહાર જેવી મેક્રોની તને નહીં જ આવડે.

Wjatsapp
Telegram

“હાશ..બધું જ લેવાઈ ગયું.” શાક ને કરિયાણું થેલીમાં ભરતા બોલી.
“દીકરાને ભાવતો ગાજરનો હલવો કરવા ગાજર, દીકરી માટે મેક્રોની. વરજીને વાલોર ઢોકળી બહુ પ્રિય..આજે તો એ જ બનાવું. થોડા રવૈયા બા માટે લેતી જઉં. અરે હા..બાપુજી કાલ સુખડી યાદ કરતા’તા ને! ભાઈ…જરા બે કિલો ગોળેય આપી જ દો. જરા નરમ આપજો હોં.. સમારવો સહેલો પડે.. ને ઘી મૂકી દેજો એક કિલો.” થેલી ઠસોઠસ ભરાઈ ગઈ..વસ્તુઓ ઉપરાંત અનેક લાગણીઓથી. “આટલું વજન લઈને છેક ઘર સુધી ચાલવું.. અઘરું પડે છે બાપા!” મનોમન બોલતા એ ચાલતી થઈ.
દવાની દુકાનેય કામ તો હતું જ. “મારી અશક્તિની દવા…ઘીમાં બધા પૈસા હોમાઈ ગયા..હવે આવતી ફેર.” એક ઠંડા નિસાસે ડગલાં ઉપડ્યા.

“ઓફ ઓ… મોમ કેટલી વાર કહું, ગાજરના હલવામાં ઈલાયચી નહીં નાખવાની..તું બગાડે જ કાયમ!”
“મોમ..તું ગમે તે કર, બહાર જેવી મેક્રોની તને નહીં જ આવડે.”
“અરે યાર…તને ખબર છે ને મને લસણ વગરની ઢોકળી નથી ભાવતી…એવું હોય તો જુદું બનાવ મારુ. મૂડની પથારી ફેરવી નાખી.”
“અરે વહુ.. રવૈયાના શાકમાં તેલ સરખું મુકો તો ભાવે. વર્ષો થયા પણ હજુ શીખ્યા નહીં.”
“વહુ…સુખડી આમ તો સારી છે, પણ ઘીમાં થોડી કચાશ રાખી તમે. “
બે જ દિવસમાં પેલી ઠસોઠસ ભરેલી થેલી ખાલી! ગડી કરીને કબાટમાં મુકતાં અનાયાસે જ ખોલીને જોવાઈ ગયું. પેલી લાગણીઓ હજુય ત્યાં જ હતી….સહેજ ઉબાઈ ગયેલી હાલતમાં.
ગમે તેટલું સારું કરે તો પણ તેના હર એક કામમાં ખોડ તો ઘરની દરેક વ્યક્તિના મુખમાંથી નીકળે જ નીકળે સ્વને ભૂલીને પારકાને પોતાના કરવામાંથી ક્યારેય પણ પાછી પાની ન કરે. પણ ક્યારેય બે શબ્દ સારા સાંભળવા ન મળે….

દરેક મહિલાને સમપિઁત….

– બકુલા સોલંકી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.