Youth Politics

Romel Sutariya
Wjatsapp
Telegram

રોમેલ સુતરિયા

(યુવા કર્મશીલ)

રાષ્ટ્રીય અધ્યક્ષ – આદિવાસી કિશાન સંઘર્ષ મોર્ચા. romelsutariya@gmail.com

” મેરી હવાઓ મે રહેગી, ખયીલો કી બીજલી,

યહ મુશ્ત-એ-ખાક હૈ ફાની, રહે રહે ન રહે!”

આ વાક્યો એક યુવાન જ લખી શકે.  પોતાના આદર્શો માટે આ પ્રકારની ઉર્જા ૧૮ થી ૩૫ના વયગાળામાં આવનાર મનુષ્યમાં જ મોટા ભાગે જોવા મળતી હોય છે. તેનો અર્થ તે જરા પણ ના કાઢવો કે વડીલો પોતાના આદર્શો પ્રત્યે જજ્બાતી નથી હોતા, પરંતુ તે અપવાદ હોય છે. જ્યારે આ યુવાઅવસ્થામાં આદર્શો અને વિચારો પ્રત્યેનુ જનુન તેની ક્ષિતિજ ઉપર પહુંચવાની ક્ષમતા ધરાવે છે. માટે જ તો જીવના જોખમે ભગતસિંઘને આદર્શ માની આંદોલન કરનારા યુવાનો પણ નજરે પડશે. તેમજ જીવના જોખમે ધુમ ફીલ્મના જ્હોન આબ્રાહામની જેમ પુર ઝડપે બાઈક ચલાવનાર યુવાન પણ નજરે પડશે. પ્રશ્ન છે તો વિચારો અને આદર્શોનો કે કોનું ઘડતર ક્યાં અને કેવું થઈ રહ્યુ છે.

આપણા સમાજમાં યુવાન એટલે કોણ તેની વ્યાખ્યા જ સ્પષ્ટ નથી. તમે જ વિચારો કે યુવાન એટલે કોણ? ઘણો સામાન્ય લાગતો આ પ્રશ્ન મારા મતે ક્યારેય સરળ રહ્યો નથી. યુવા કોને કહી શકાય?  યુવા હોવાની ઓળખ અને તેના માપદંડ શું? અવનવી ફેશનોનું પ્રતીક કે હોશ સિવાયનું જોશ? કે પછી પોતાની અંદર ચાલી રહેલા અંતરવિરોધો અને મુંઝવણોને તુફાનમાં પરિવર્તીત કરી વર્તમાન સ્થિતિને પડકાર આપે તેને કહીયે યુવાન કે આદર્શો માટે મરી છુટવાની તૈયારી રાખે તે યુવાન?

આપણા સમાજમાં આમ તો યુવાન એટલે કોણ તેની વ્યાખ્યા આપણે સગવડીયા સમાધાન જેવી ફ્લેક્સીબલ રાખીયે છે. જ્યારે મહેનત, શ્રમ , જોખમ ની વાત આવે કે ૧૮ થી ૩૫ કે આપણાથી નાનો કોઈ પણ યુવાન બની જાય અને તમે પણ સાંભળ્યુ જ હશે. “અરે તું તો યુવાન છે આટલુ ના કરી શકે?”  પરંતુ સત્તા,  નિર્ણય ,ચર્ચા ની વાત આવે કે સાંભળવા મળે, “તું યુવાન છે. તને ખબર ના પડે!”  હવે આ વિરેધાભાસી વલણ કેમ?

દેશની સૌથી મોટો સમુદાય એટલે તે યુવા જે ૧૮ થી ૩૫ ની વય મા હોય જેને જાતિ, ધર્મ, સંપ્રદાય, લીંગ જેવા અનેક વાડાઓમા વહેંચી દેવામા તો આવ્યો છતા તેમા જોઈએ તેવી સફળતાઓ મળતી હોતી નથી. માટે સમયાંતરે તે વિચારો મજબુત કરવા સત્તા કાર્યરત રહેતી જ હોય છે. જે છેલ્લા બે વર્ષમાં ક્યાક ને ક્યાક ગુજરાતમાં નરી આંખે જોઈ શકાયું. નાગરિક અધિકારોની માંગણીઓ જાતિગત આધારે ઉભી કરવામાં આવી અને તેનો રાજકીય લાભ છાંટનારાઓ યુવાનોને કઠપુતળીની જેમ નચાવવા લાગ્યા. યુવાનોની વ્યખ્યા સ્પષ્ટ ના કરનારાઓ ઈચ્છતા જ નથી કે યુવાનોનું ખરુ પ્રતિનિધિત્વ વિધાનસભા અને સંસદમાં આવે. રાજકીય રેલીયો, આંદોલનો, ધરણાઓમાં જેલ જનાર, માર ખાનાર, સોસિયલ મિડિયા પર મહેનત કરનાર, પત્રિકા બેનર પોસ્ટર લગાવનાર યુવાન અને તમે જોઈ શકો તો વિધાનસભા અને સંસદમાં ૧૮ થી ૩૫ ની ઉંમરના પ્રતિનિઓનું પ્રતિનિધિત્વ કેટલુ? આ વ્યવસ્થા ૧૮ વર્ષે રાજકીય મત લઈ શકે પરંતુ ૧૮ વર્ષે રાજકીય પ્રતિનિધિત્વ કરવાની કાયદાકીય મંજુરી પણ આપતુ નથી. ૨૫ની ઉંમર ના થાય ત્યા સુધી તમે રાજકીય ઉમેદવારી ના કરી શકો, તો નારા અને બેનરો પણ ના ઉંચકાવવા જોઈએ. પરંતુ તેમા સુવિધાજનક દલીલો મળશે. યુવાનોને પ્રતિનિધિત્વ નહી મળે અને યુવાનો પણ ૩૫ની ઉંમરથી વધુ શહજાદાઓ કે રાજકારણીઓને યુવાનોના પ્રતિનિધિ સમજી બેસે તેનાથી મોટુ રાજકારણ શું? જે દેશમાં ઓળખની રાજનીતિ સૌથી મજબુત બની હોય ત્યા યુવાનોના ઓળખની રાજનિતિ કરવી નવો વાડો સમજી બેસતા હોય છે, રાજકારણીઓ. કારણ છે માત્ર સત્તા વિશેશ ઉમરના સમુહ ના હાથ મા જ આ દેશમાં અને દુનિયામાં સત્તામાં જુઓ છો પરંતુ આપણને જાતિગત વિરોધાભાસોમાં ગુંચવી દેવામાં આવે છે અને યુવાનોની એકતા તોડવામાં આવે છે. તેનો હાથો પણ યુવાનો બનતા હોય છે.

માટે જ તો તમે રોજ યુવાનોને સ્કુલ, કોલેજ કે નોકરી જતા જોશો, કોઈ દુકાન કે કેંટીન, પાનના ગલ્લા પર જોશો, રોજગાર શોધતા – મારામારી કરતા – નારા બાજી કરતા – લુંટફાંટ ચોરી કરતા યુવાનોને જોતા જ હશો. આપણે નથી જોતા ગટર સફાઈ કરતા યુવાનોને, કળીયા કામ કરનારા યુવાનોને, રોડ બનાવતા કડકડતા તાપ માં મહેનત કરતા યુવાનોને, તનતોળ મહેનત કરી ખેતરમાં અનાજ પકવનાર યુવાનોને નથી જોઈ શકતા?! આપણે જોઈએ છે ૩૫થી વધુની ઉંમરના યુવાનોને જે રાજકારણમાં સત્તા માટે થનગનાટ કરતા જોવા મળે છે. તેમની નીષ્ઠા ઉપર હું પ્રશ્ન નથી કરી રહ્યો હું પ્રશ્ન આપણી ઘડવામાં આવેલ યુવાનોને જોવાની માનસિકતા ઉપર કરવા માંગુ છું. આપણે શહેરના કડકડાટ અંગ્રેજી બોલતા અને ટીપ ટોપ રહેનાર વ્યક્તિને જ કેમ યુવાનોના પ્રતિનિધિ માની લઈએ છીએ અને ગામડાનો યુવાન કેમ યુવાનોનો પ્રતિનિધિ નથી કે ઝુંપડીવાસી યુવાન કેમ યુવાનોનો પ્રતિનિધિ ના હોય શકે?

સમગ્ર માનસિકતા પાછળ બુર્જવા શાહીનુ રાજકારણ છે. જેનો અંત જ્યા સુધી નહી લાવીયે ત્યા સુધી ૨૦૧૭ ની ચુંટણી પતે કે ૨૦૧૯ ની, દેશમાં કોઈ મોટો ફેરફાર આવવાનો નથી. યુવાનોની એકતા અને તેમની યુવા તરીકેની ઓળખ જ્યારે તમામ જાતિ , ધર્મ, લીંગના વાડાઓ તોડી એક થશે, રાજકીય સત્તા પ્રાપ્ત કરશે, માનવીય વિચારધારાના ધોરણે માનવસભ્યતાના રથના પૈડા ને આગળ ધપાવશે, તે દીવસે આ દેશ અને દુનિયામાં મોટી ક્રાંતિની શરુઆત થશે જે માનવ ને જ નહી આ પ્રુથ્વીને બચાવશે.

યુવાનોએ રાજકારણમાં ભાગીદારીની સાથો સાથ સત્તા માટે મજબૂતાઈથી આગળ વધી, રણનિતિપુર્વક સત્તાના વિવિધ એકમો પોતાના હાથમાં લઈ, વડીલોના અનુભવને માન આપી, દેશની કમાન પોતાના હાથમાં લેવા પ્રયત્નો થશે. તેને હું આદર્શ યુવા રાજનિતિ કહીશ. બાકી બધુ જે વર્તમાનમાં ચાલી રહ્યુ છે, જેમા યુવાનો માત્ર હાથાઓ બની રહ્યા છે અને યુવાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણાં યુવાનોને સમજાશે કે આજના રાજકારણમાં યુવાનોને પહેલા પત્રિકા બેનર લગાવતા કરવામાં આવે છે, પછી તેને નારા બોલવા લાયક કરવામાં આવે છે અને જે દીવસે તે યુવાન મુળ પ્રશ્નો ઉપર વાત કરે છે કે સંઘર્ષ કરે છે ત્યારે તે પોતાની જાતને એકલો જુવે છે. જેના પરિણામે યુવાનોનો રાજકારણ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને તે પણ સમજદાર થઈ જાય છે ૩૫ થી વધુની ઉંમરના વ્યક્તિની જેમ અને તેવું જ રાજકારણ કરે છે. જેવું દેશ તેને સીખવે છે. જે માહોલ સમાજે ઘડ્યો છે, યુવાનોના મતનું મુલ્ય ના કરી અને દેશની સ્થિતિ માટે ગાળ આપવા પણ યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે.

અંતે તેટલુ જ કહીશ કે ઝંડા બેનર ઉઠાવતા વિચારજો. તેમજ નારા સમજી વિચારીને બોલજો. પહેલા તે વિચારજો કે, સામે વાળો વ્યક્તિ મને આમ કરવાની પ્રેરણા કેમ આપી રહ્યો છે? અને હું કોઈનો હાથો તો નથી બની રહ્યો ને?  જેનાથી લાંબા ગાળે યુવા સંપ્રદાયને તેમજ દેશને નુકશાન થતું અટકશે.

મારી આલોચના કરજો, વિચારજો અને આ વાતને આગળ ધપાવી મજબુત બનાવશો પરંતુ આંખ બંદ કરી સ્વીકારતા નહી તેજ અરજ સાથે ફરી ક્યારેક અન્ય લેખ મા વધુ ચર્ચા કરીશુ આભાર.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.