આ ચૂંટણી ગુજરાતના યુવાનોને સમર્પિત છે.

Kaushik Parmar
Wjatsapp
Telegram

કૌશિક પરમાર

તંત્રી – ૮૧૪૧૧૯૧૩૧૧

મને લાગે છે કે “શરૂઆત” ઈ મેગેઝીનનો જે આશય હતો એ પરિપૂર્ણ થઇ રહ્યો છે. હું આ મેગેઝીન થકી ગુજરાતના અસંખ્ય યુવાનોના સંપર્કમાં આવ્યો છું જે નક્કર સામાજિક પરિવર્તન માટે કંઇક કરી રહ્યા છે અથવા મથી રહ્યા છે. ચૂંટણીથી મને કોઈ ફાયદો થઇ રહેલો દેખાતો નથી. કોઈ મારા, તમારા, પ્રજાનાં મુદ્દાની વાત નથી કરી રહ્યું. હાર્દિકની રાજકોટ સભાથી બીજેપી, કોંગ્રેસ ભયભીત છે. અને દરેક નાગરિકે થવું જોઈએ કે સમાજના નામે આપણે આટલી મોટી સંખ્યામાં ભેગા થઈએ છીએ પણ શું મુદ્દા ઉપર ભેગા થઇએ છીએ ખરા!! જો આટલા જ લોકો ફીક્ષ પે, કોન્ટ્રેક્ટપ્રથા, આશાબહેનો, ખેડૂતો, ટોરંટની મોંઘી વીજળી, રસ્તાના ખાડા અને ખાડાનો ભ્રષ્ટાચાર, શિક્ષણનો વેપાર, #GSTના નામે સરકારની લુંટ, અરે નોટબંધી વખતે ભેગા થયા હોય તો આજે પરિસ્થિતિ શું હોત? પણ આપણે ક્યાં ભેગા થયા અને ક્યાં કોઈ જડબેસલાક વિરોધ નોંધાવ્યો?

વિચારજો, આપણે નાગરિક તરીકે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?

આ ચૂંટણીથી આપણને શું મળવાનું છે.

Ank 7 - Vote Kone Aapvo - Sharuaatઆ લખી રહ્યો છું ત્યાં સુધી કોંગ્રેસે જાહેરાત કરી છે કે ૫ તારીખે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે અને બીજેપીએ તો હજુ જાહેરાત પણ કરી નથી કરી કે એ પોતાનો ચૂંટણી ઢંઢેરો ક્યારે જાહેર કરશે. ચૂંટણી ૯ તારીખે છે, મતલબ માત્ર ૪ દિવસ પહેલા કોંગ્રેસ કહેશે કે સરકાર બનાવીશું તો, અમે, તમને, ગુજરાતી પ્રજાને, શું આપીશું! લોકતંત્રના નામે આ મજાક નહિ તો બીજું શું છે? અને બીજેપીએ તો એટલો વિકાસ કરી નાંખ્યો છે કે મેનીફેસ્ટોઅ નામે કંઈ જાહેરાત કરવાની જરૂર જણાતી નથી. હાર્દિક, અલ્પેશ, જીગ્નેશ, ચંદ્રિકાબેન, પ્રવીણ રામ આ તો ગણ્યા ગાંઠ્યા નામ અને ચહેરા છે પણ ગુજરાતના પ્રત્યેક યુવાનનું યોગદાન આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ થઇ પડવાનું છે. આ ચૂંટણી યુવા મતદારોને ધ્યાનમાં લઈને લડાશે અને યુવાનોના દમ પર લડાશે. બસ! દરવખતની જેમ તમારો, યુવા તરીકે ઉપયોગ ના થઇ જાય એનું ધ્યાન રાખજો. આ ચૂંટણીમાં અને છેલ્લા બે વર્ષમાં જે જે થઇ ગયું છે, એ યાદ રાખજો.

મને આશા છે. યુવાનો આ બધું ભૂલી નહિ જાય અને ચૂંટણી જે પાર્ટી જીતે, જે ઉમેદવાર જીતે એની પાછળ પડી જશે. તમારા મુદ્દા આજે પણ સળગતાં જ છે એમાં થોડું થોડું ઘી નાંખતા રહેજો. સળગતું રાખતાં રહેજો. જો તમારા મુદ્દે કામ ના થાય, પ્રોમિસ પુરા ના થાય, તો ભડકો કરવાં તૈયાર રહેજો.

વોટ ૧૦૦% આપજો. પણ પાર્ટી જોઇને નહિ, ઉમેદવાર જોઇને વોટ આપજો. જેણે તમારું કામ કરેલું હોય તેને વોટ આપજો. જે તમારું કામ કરશે એવું લાગે, તેને વોટ આપજો. કંઈ નહિ તો નોટા દબાવી, તમારી નારાજગી વ્યક્ત કરજો. “બધા ઉમેદવારો નાલાયક છે” તેમ ચોખ્ખેચોખ્ખું જણાવજો. પણ, ઘરે બેસી સીસ્ટમના નામના છાજીયા ના લેતાં. વોટ કરજો અને બીજાઓને પણ વોટ કરવાં સમજાવજો.

આ ચૂંટણી ગુજરાતના યુવાનોની છે. અને આપણે જીતવા માટે લડીએ છીએ એ હંમેશા ધ્યાન રાખજો.

જય ભારત યુવા ભારત

યુવાશક્તિ ઝીન્દાબાદ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. Khub khub aabhar.. Khubaj alp smriti shakti dharawnar bhulankani prajane sattat takora Mari NE sabhan rakhvana aapna prayatna NE birdavu cu.jai bhim

  2. Kaushikbhai sau pratham to aapne khub khub aabhar Jane said deshni praja Je khubaj alp smriti dharave ce tene digital magazine dwara satay jagrut rakhvanu body zadpyu ce… Same badha bhulankana, badhuj bhuli Jaine dushmanona khola MA aalotoiye ciye.

Leave a Reply

Your email address will not be published.