એક મહિનામાં વડોદરાના બે બે જવાન શહીદ.

એક મહિનામાં વડોદરાના બે બે જવાન શહીદ.
વડોદરાના આરીફ પઠાણની શહીદીને માંડ ૨૭ દિવસ થયા અને વડોદરા શહેરે બીજા એક સંજય સાધુ નામના જાંબાઝ યુવાનને દેશની સેવા કરતા કરતા ગુમાવ્યા.
વડોદરાના ગોરવારોડ રહેતા સંજય સાધુ (૩૫ વર્ષ) BSF માં ૨૦૧૦ માં PI તરીકે દેશની સેવા નો મજબૂત મનસૂબો લઈને જોડાયા હતા. એક વર્ષ પહેલા થી શહીદ સંજયસાધુ ના પત્ની અંજનાબેન બે દીકરીઓ અને એક દોઢ વર્ષના માસુમ દીકરા સાથે સંજયભાઈ એ ખુબ ઉત્સાહથી ભાવિ જિંદગીની ખુશાલી ને સાથે મળીને માણવાની તમન્નાથી વસાવેલ ગાંધીનગરના ઘરમાં રહે છે. આ ઘર સાથે સંજયભાઈ એ નિર્માણ કરેલ અનેક ભવિષ્યની યોજનાઓ જોડાયેલી હોય. બાળકોના ભવિષ્ય અને પત્ની સાથે બાકીની જિંદગી સુખેથી પસાર કરવાનું સુખદ આયોજન આમ અચાનક તૂટી પડ્યું. એમની વહાલ સોઈ બે દીકરીઓ અને પત્ની ઉપર માનસિક આઘાત બનીને આવેલા સમાચાર જો આપણ ને હચમચાવી દેતા હોય તો એમના કુટુંબીજનો બાળકો અને પત્ની ની ઉપર કેવો વજ્રઘાત હશે એ વિચારવા પણ આપણી ભાવનાઓ ટૂંકી પડે છે.એમના દોઢ વર્ષ ના માસુમ દીકરાને તો ખબર પણ નથી કે એને એના માથા ઉપર થી કાયમ પિતાનો છાંયો ગુમાવી દીધો છે. જિંદગીમાં પિતાની જરૂરિયાત અને મહત્વ સમજે એ પહેલા જ પિતા વિહોણા બણીગયેલા બાળક માટે જેટલી સાન્ત્વનના દિલ માં ઉદભવે ઓછી અને ફિક્કી જ છે.
સંજયભાઈ વિષે જાણેલી બાબતમાં ખાસ એ નોંધનીય છે તેઓ ખુબ જ પ્રેમાળ મળતાવડા સ્વભાવના હતા. એમના દોસ્તો અને પરિવારના પોતે લાડકવાયા અને લોકોપ્રિય હતા.તેઓ બાંગ્લા ઈન્ડો બોર્ડર ઉપર આસામમાં ફરજ બજાવતા હતા અને એમના ધ્યાનમાં આવેલ ગાયોની તસ્કરીના અનુસંધાને એમની ટિમ પકડવા જતા. સંજય સાધુનો પગ સ્લીપ થઇ જતા પાણીના નાળામાં પડી જવાના કારણે જીવ ગુમાવવો પડ્યો હતો.
બંને વડોદરાના જવાનોને ભારતીય વીર શહીદ તરીકે સત સત નમન.
જીતેન્દ્ર વાઘેલા