કઈ ચૂંટણીમાં ક્યા મુદ્દા ધ્યાને લેવાં?

Jashpal Aagja 9824403267
Wjatsapp
Telegram

જસપાલ આગજા

૯૮૨૪૪૦૩૨૬૭

વોટ કોને આપવો આ મુદ્દો અત્યારની ન્યુ જનરેશનને સમજવાની ખુબ જ જરૂરી છે. સાથે સાથે આપડા વોટનુ મહત્વ પણ સમજવું જોઈએ. ભારતના બંધારણમાં દરેક પુખ્ત વયના વ્યક્તિને વોટ આપવાના અધિકારથી જ લોક તંત્ર જળવાયેલુ છે. અને આ લોકતંત્રમા જનતા ભલભલી તાનશાહી સરકારને જમીનદોસ્ત કરી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે, જ્યારે આપડે આપડા વોટની અહમીયત સમજીએ. હાલના સમયમાં ૧૮ થી ૩૫ વર્ષની દરેક વ્યક્તિને પોલિટિકલી સમજ આવી, ત્યારથી ગુજરાતમાં ભાજપ સરકાર જ જોઈ છે. ગુજરાતમા કોંગ્રેસ ૨૨ વર્ષથી સત્તાથી બેદખલ છે પણ આ વખત કોંગ્રેસ સતામાં આવે એવા પરિબળો નજર સમક્ષ આવી રહ્યા છે. એના મુખ્ય કારણ છે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી. આ ત્રણ યુવા નેતાઓએ હાલની ભાજપ સરકારના નાકમા પાણી લાવી દિધુ છે. ખેર! અત્યારે આ ત્રણના મુદાની વાત નથી. વાત છે કે વોટ કોને આપવો?

દરેક વ્યક્તિએ વોટ આપતા પહેલા જાણવુ પડશે કે કયા ઈલેક્સનમા કયા મુદાઓ ને ધ્યાનમા રાખી વોટ આપવો? કોર્પોરેશનના ઈલેક્સનમા કયા મુદાઓ પર વોટ આપવો? વિધાનસભા(રાજ્ય સરકાર)ના ઈલેક્સનમા ક્યા મુદાને ધ્યાનમા રાખી વોટ કરવો? અને લોકસભામા ક્યાં મુદે વોટ આપવો? એ સમજવુ ખૂબ જરૂરી કારણ કે અત્યારે સમગ્ર દેશમાં ઈલેક્સન મોદી અને રાહુલ ગાંધીના નામે લડાઇ રહ્યા છે. સ્થાનિક મુદ્દાઓને નજર અંદાજ કરીને ગુજરાતમા આ વખતે અનામતથી લઈ જાતિવાદ આશાવર્કર બહેનોના વેતનથી ફિક્સ પે,બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે ચુનાવ થઈ રહ્યા છે. એક તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી સરકાર સામે અસંતોસ બહાર આવી રહીયો છે, તો બીજી તરફ ગુજરાત સરકાર વિકાસ કર્યાના દાવા કરી રહી છે. આમાં, આમ જનતા મુંજવણમા મુકાઈ છે કે વોટ કોને કરવો,

જો હુ ગુજરાતના વિકાસ ની વાત કરૂ તો આપડે ગુજરાતમા અમદાવાદ સિટી વાત લઇયે તો વિકાસના નામે અમદાવાદ પૂર્વ વિસ્તારમા સ્થાનિક સમસ્યાપનો કોઈ ઉકેલ આ સરકાર નથી લાવી. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગુંડાગીરી, લુખ્ખા તત્વો, દિન-પ્રતિદિન વધી રહ્યા, દારૂના અડ્ડા અને દારૂની ભટી ધમધમી રહ્યા છે, રોજગારની તકો ખતમ થઈ રહી છે અને સૌથી અગત્યનો મુદ્દો અમદાવાદ પૂર્વનો એજ્યુકેશનનો છે, આ સરકારે ભણતર માટે પૂર્વ વિસ્તારમા કોઈ જ કામ નથી. કરેલ બીજી તરફ નજર કરીએ તો અમદાવાદ પશ્ચિમ મા રોજગાર એજ્યુકેશન સ્થાનિક સમસ્યા માટે નકર પગલા લેવામાં આવ્યા છે. એના પરથી જ સાબિત થાય છે, આ સરકારે એક ચોક્કસ વિસ્તારને મહત્વ આપીયુ છે અને બીજા વિસ્તારને એમના હાલ પર છોડી દીધા છે. એટલે જ આપડે વોટ કોને આપવો તે મહત્વનુ છે, ઓવર ઓલ ગુજરાત ભાજપ સરકારની વાત કરીએ તો આ સરકાર ધીરે ધીરે તાનશાહ થઈ રહી છે. તમે ધ્યાન દોરો, એક ૨૪ વર્ષનો છોકરો હાર્દિક પટેલે આ સરકાર સામે બાંયો ચડાવી તો આ સરકારે તેની સેક્સ સિડી બનાવી દીધી. તમે વિચારો શુ આપડા દેશમાં પુખ્ત વયના બે વ્યક્તિને એકબીજાની સમજૂતીથી સેક્સ કરવાનો અધિકાર નથી? આજે હાર્દિક પટેલે સરકાર સામે બાંયો ચડાવી તો તમે સિડી બનાવી, હાર્દિકનો અવાજ દબાવી દેવાના પ્રયાસો કરવા એ કેટલા અંશે વ્યાજબી છે? મને હજુ પણ યાદ છે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ વેલેન્ટાઇન ડેના દિવસે ભાજપ સરકારના સપોર્ટ કરનાર સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ને લોકોએ સરેઆમ મીડિયાની મોજદગીમાં રિવરફ્રન્ટ પર પ્રેમીઓ પર સરેઆમ ટામેટાનો મારો કર્યો હતો અને પ્રેમીઓને દોડાવીયા હતા આ કઈ વિચારધારા છે? વોટ આપવા જાવ ત્યારે નલિયાકાંડ કરનાર જેવા ઉમેદવાર જીતી ના જાય એ ધ્યાન રાખવું. પ્રજાતંત્રમાં એક વોટથી આપડે આપણુ ભવિષ્ય બદલી શકિયે છે. મિત્રો, વોટ આપવા જાવ ત્યારે સ્થાનિક સમસ્યાઓને ધ્યાનમા રાખી વોટ આપજો. આવનારી પેઢી ને ધ્યાન મા રાખજો. ગુજરાતમાં વિપક્ષના કેહવા પ્રમાણે આશરે ૨ કરોડ લોકો ગુજરાતમાં બેરોજગાર છે. જો ખરેખર આ સત્ય હોય તો ભાજપના ૨૨ વર્ષના શાસનમા કોનો વિકાસ થયો એ વિચારવા જેવું છે. આ વખતે રામના નામે, હિન્દુ-મુસ્લિમના નામે, ભ્રમિત ના થતા.

વોટ બરબાદ ના કરતા.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.