કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી

Rajnikant Solanki
Wjatsapp
Telegram

રજનીકાંત સોલંકી
પ્રમુખ – ફીક્ષ-પે અને કોન્ટ્રેક્ટ સંઘર્ષ સમિતિ
૯૭૨૫૫૪૨૮૭૪

અત્યારે જ્યારે મોટા ભાગના આંદોલનકારીઓએ રાજકીય પક્ષોમાં જગ્યા બનાવી લીધી છે ત્યારે, ચુંટણી પછી શુ? એ સવાલ દરેકના મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. ત્યારે કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી અને મારામાં અત્યારે સુધી વિશ્વાસ રાખનાર તમામનો વિશ્વાસ અકબંધ રહે અને આગળ પણ એમનો સાથ સહકાર મળી રહેશે એવી આશા તમામ પાસે રાખી રહ્યો છુ. જ્યારે ગુજરાતમાં સામાજિક આંદોલનો પુરજોશમાં ચાલી રહ્યા હતા, એવા સમયે નાત, જાત અને ધર્મના ભેદભાવ રાખ્યા વિના તમામ સમાજ અને ધર્મના યુવાનો અને મહિલાઓનુ ગેરબંધારણિય નિતીઓ દ્વારા થઇ રહેલા શોષણ વિરુધ્ધ, બિન રાજકીય આંદોલન ચલાવ્યુ. આ ત્રણ વર્ષ દરમિયાન ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો. સ્વખર્ચે આંદોલન ચલાવી રહ્યો હોવાથી મર્યાદિત રકમમાં, પુરા રાજ્યમાં ભરચક કાર્યક્રમો આપી, કર્મચારીઓનો નોકરી ગુમાવવાનો ડર દુર કરી, રસ્તાની લડત માટે તૈયાર કરવા એ લોઢાના ચણા ચાવવા બરાબર હતુ તેમ છતાય હિમ્મત હાર્યા વિના, લડત આપી. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતના તમામ શોષિત કર્મચારીઓ બહાર આવી શોષણ વિરુધ્ધની લડતમાં પુરી તાકાતથી જોડાયા અને એ તમામના સાથ અને સહકારથી અત્યાર સુધીના તમામ આંદોલનમાં અમે સફળતા મેળવી શક્યા છીએ. આ સફળતા આસાનીથી નથી મળી ઘણા લોકોએ ભોગ આપેલ છે. પરંતુ સમિતીના મહિલા પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ આપેલ ભોગનો ઉલ્લેખ કરવો જરૂરી થઇ પડે છે. જેથી ગુજરાતની હજારો મહિલાઓ પ્રેરણા લઇ શકે. ચંદ્રિકા સોલંકી પોતે ચાલીસ હજાર જેટલા માતબર પગારમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ, લાખો લોકોના હિત માટે એમને પોતાની નોકરીની પણ પરવા કરી નથી. અત્યારે એમણે નોકરીમાંથી રાજીનામુ મુકી સમસ્ત જીવન સમાજસેવા માટે સમર્પિત કરી દીધુ છે, ત્યારે અમારા પર વિશ્વાસ રાખનારા તમામ લોકોને પરિણામ મળે એ દિશામાં લડત ચાલુ રાખવામાં આવશે.

Chandrikaben Solanki 2આચારસંહિતાના કારણે અમારી લડતને વિરામ આપવો પડ્યો હતો. એ દરમિયાન સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા. જેનો રાજકીય પક્ષો ફકત ચુંટણીમાં મુદ્દા તરીકે ઉપયોગ કરે છે પરંતુ એના નિરાકરણમાં રસ દાખવેલ નથી. એ પ્રશ્નો માટે પણ લડત આપવામાં આવશે. આ દિવસોમાં મેં જોયુ કે સરકાર દ્વારા વિકાસના ભોગે ગરીબોને બેઘર કરી દેવામાં આવ્યા. એમને ધંધા રોજગાર વિનાના કરી દેવામાં આવ્યા. સ્વચ્છતા અભિયાન અમિરોના નિવાસો સુધી પહોચ્યુ છે. ગરીબો હજી પણ ગંદકી, કાદવ, કીચડ અને ઉકરડાના ઢગલાઓ વચ્ચે પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. એમના બાળકો માટે શિક્ષણ અને આરોગ્યની કોઇ સુવિધાઓ નથી. આવા વિસ્તારો માટે આવતી ગ્રાંટ બારોબાર ચાઉ થઇ જાય છે, ત્યારે ટુંક સમયમાં સમિતી દ્વારા સામાન્ય જનતા અને ગરીબોના પ્રશ્નોને પણ વાચા આપવામાં આવશે. તેમજ જે લોકો અત્યાર સુધી અમારી સાથે જોડાયેલ છે, એવા ફિક્સ પગારદારો, કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગ, ટ્રાફિક બ્રિગેડ, તેમજ ૧૦૮ના કર્મચારીઓ , આશા વર્કર, ફેસિલિએટર, આંગણવાડી વર્કર, તેડાગર જેવી મહિલાઓ તેમજ પોલિસ સંગઠનને મંજુરી મળે, આ તમામ લોકો અને મુદ્દાઓ માટે અગાઉ કરતા પણ વધુ ઉગ્ર અને આયોજનબધ્ધ રીતે આંદોલન ચલાવવામાં આવશે.
રજનીકાંત સોલંકી દ્વારા કરાયેલ આંદોલનના પરિણામો :

(૧) સ્વાસ્થય જાગ્રુતી અભિયાન પરિણામ :
સમગ્ર ગુજરાતમાં ગેર કાયદેસર ચાલતા ૧,૩૪૫ મેડીકલ સ્ટોર્સ બંધ થયા. કાયદાનો ભંગ કરતા ૨,૬૫૨ જેટલા મેડીકલ સ્ટોર્સને નોટીસ આપવામાં આવી.
૪,૭૦૦થી પણ વધુ બેરોજગાર ફાર્માસિસ્ટને રોજગારી મળી. મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટને પગાર ૫,૦૦૦ થી ૧૫,૦૦૦ મળતો થયો.

(૨) ફિક્સ પગારદારો માટે આદોલન  પરિણામ :
ફિક્સ પગારદારોના પગારમાં ૬૫ થી ૧૨૪ ટકાનો વધારો જેનાથી ફિક્સ પગારદારોને વાર્ષિક ૧૩૦૦ કરોડનો ફાયદો.

ફિક્સ પગારની નોકરી દરમિયાન અવસાન પામેલ ફિક્સ પગારદારના આશ્રિતને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય.

બદલીના નિયમોમાં સુધારા.

ફિક્સ પગારની નોકરીના પાંચ વર્ષ સળંગ ગણવામાં આવશે

Chandrikaben Solanki(૩) આશા વર્કર અને આંગણવાડી વર્કર જેવી મહિલાઓ માટે આંદોલન પરિણામ :
આશાવર્કરના વેતનમાં ૫૦ ટકાનો વધારો.

આંગણવાડી વર્કરનો પગાર ૪,૭૦૦ થી ૬,૩૦૦ કરવામાં આવ્યો

(૪) ટેટ-૧ પાસ બેરોજગાર શિક્ષકો માટે આંદોલન પરિણામ :
૧,૩૦૦ પ્રાથમિક શિક્ષકોની ભર્તી કરવામાં આવી

(૫) ૧૦૮ના કર્મચારીઓ માટે ભુખ હડતાલ પરિણામ :
૧૦૮ના કર્મચારીઓને સંગઠન બનાવવા છુટ આપવામાં આવી.

૧૦૮ના કર્મચારીઓના વેતનમાં દર વર્ષે ૧૮ ટકાનો વધારો.

૧૦૮ના કર્મચારીઓને કલાકના ૧૧૦ રૂપિયા લેખે ઓવર ટાઇમ આપવામાં આવશે.

(૬)કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે આંદોલન પરિણામ :
મહિલા કર્મચારીઓને મેટરનીટી લીવનો લાભ મળશે.

ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાકટ કર્મચારીઓને 30 ટકા પગાર વધારા માટે કેન્દ્રને રજુઆત કરવામાં આવશે.

(૭) EVM હટાવો, લોકશાહી બચાવો આંદોલન.

અંગ્રેજો ભારતમાં આવ્યા તો રાજા મહારાજાઓને કિંમતી ભેટ આપતા બદલામાં એમને વેપાર કરવાની છુટ આપી અને ઇસ્ટ ઇંડીયા કંપનીના નામ હેઠળ વેપારના બહાને ભારતના યુવાનોને ગુલામ બનાવવાનુ શરૂ કર્યુ.
અત્યારની સરકાર પણ એ જ પગલે જઇ રહી છે. આધુનિક ઇસ્ટ ઇંડીયા કંપની જેવી આઉટ સોર્સિંગ એજન્સીઓ સરકારને ચુંટણી સમયે ફંડ પુરૂ પાડે છે અને બદલામાં સરકાર એમને યુવાનોને ગુલામ બનાવવાની છુટ આપે છે અને આજના માંયકાંગલા યુવાનો નોકરી ગુમાવવી ના પડે એટલે ચુપચાપ ગુલામી સ્વીકારી પણ લે છે. પણ યાદ રાખજો જો, આજે અવાજ ના ઉઠાવ્યો તો તમારા સંતાનોની પણ આ હાલત થશે અને તમારા સંતાનો, તમારી કાયરતા બદલ ક્યારેય તમને માફ નહી કરે.

એક બાજુ રોજગારીના દાવા કરતી સરકાર ફિક્સ પગારમાં પણ ભર્તી કરવાની જગ્યાએ અગિયાર માસના કરારથી રોજગારી આપતી હતી. પરંતુ, આ કર્મચારીઓએ કાયમી કરવાની માંગણી સાથે અવાજ ઉઠાવ્યો. કોર્ટ કેસ કર્યા ૨૬ ઓક્ટોબરના રોજ નામદાર સુપ્રિમ કોર્ટે કોન્ટ્રાકટ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો. જેનાથી ડરીને સરકારે અગિયાર માસના કરારથી નોકરી કરતા યુવાનોના કરાર રીન્યુ ના કરી ગુલામ બનાવવા અને અવાજ ના ઉઠાવી શકે, એ માટે આઉટસોર્સિંગ એજન્સીને હવાલે કરવા તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે યુવાનો પોતાના હક માટે જાગ્રુત થઇ અવાજ ઉઠાવે એ જરૂરી છે. કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી હર હંમેશ આપની સાથે છે
આપના પ્રતિભાવ કોમેન્ટમાં અથવા નીચેના નંબર પર વોટ્સઅપથી જણાવી શકો છો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. સુતરીયા લલિત ડી says:

    હું આપના સારા કાર્ય ને સલામ કરું છું… જે કામ તમે ઉપાડ્યું છે તે એક ક્રાંતિકારી પગલું છે જે આજ સુધી કોઈ કરી ના શક્યું… હું તમારા આ ક્રાંતિકારી પગલાં માં ભાગીદાર છું… હું પણ ફિક્સ પગાર નીતિ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નો વિરોધી છું… જેમ બને તેમ યુવા ઓ ને ન્યાય મળે એવી તમારા થી આશા રાખું છું… જય હિન્દ જય ભારત…

Leave a Reply

Your email address will not be published.