ગાંધીજી, ધર્મ અને એકતા

Hidayat Khan
Wjatsapp
Telegram

હિદાયતુલ્લા ખાન

કુંભાસણ ,૯૮૯૮૬૭૮૩૭૮

ગાંધીજીનો ધર્મ બુદ્ધિનો અને નીતિનો એટલે કે હૃદયનો હતો. પોતાની બુદ્ધિને ના ગમે કે રુચે નહિ તેવી એક પણ માન્યતા કે પરમ્પરા બાપુએ સ્વીકારી નથી. અને તેમના અંતરના અવાજને માન્ય ના હોય તેવા ધર્મને નામે થતો એકપણ આદેશ પાળેલ નથી. લાંબા અભ્યાસ અને અનુભવને અંતે ગાંધીજી એવા નિર્ણય પર આવ્યા હતા કે,

) સઘળા ધર્મો સાચા છે.

) બધા ધર્મોમાં કઇક દોષ રહેલો છે.

) દરેકને માણસમાત્ર  પ્રત્યે પોતાના નીકટના સગા જેટલો પ્રેમ હોવો જોઈએ, તે રીતે બીજા ધર્મો પર પણ મને લગભગ મારા પોતાના હિંદુ ધર્મ જેટલો પ્રેમ છે.

આશ્રમવાસીઓ માટે યેરવડા જેલમાંથી દર અઠવાડિયે ગીતાના એક અધ્યાયનો સાર મોકલતા જેના લીધે આશ્રમમાં પળાતા વ્રત, યજ્ઞ યા એમ કહી શકાય ગીતાજીવન જીવતા. વિવાહ પેહલા બાપુએ બતાવેલ સાત યજ્ઞો કરીને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય એવું દ્રઢપણે માનતા. ”અનાસક્તિયોગ’ વાંચશો તો વધારે ખ્યાલ આવશે.. વાંચવા વિનંતી.. ગાંધીજીએ કુરાન એક કરતા ઘણીવાર વાંચેલ તેમજ ઘણા એવા પુસ્તકો જે કુરાન પર અને પયગંબર સાહેબ પર લખાયા. ગાંધીજીએ મૌલાના સાહેબ ની લખેલ  “લાઈફ ઓફ ધ પ્રોફેટ” (પયગંબર નું જીવન) અને ઉસવા-એ-સહાબા વાંચેલ અને દાવો કરેલ કે ઇસ્લામ ક્યારેય બીજા ધર્મના ધર્મસ્થળો તોડવાની કે એને જરાપણ તકલીફ આપવાની મંજુરી નથી આપતું. બાપુ એ કહ્યું છે કે પયગંબર સાહેબ રોજા રાખતા અને નમાઝ પઢતા પણ એમની આ બંદગીમાં આટલા કષ્ઠ છતાં ક્યાય એશોઆરામ રતીભાર પણ જોવા નથી મળતો. તેમને ઇસ્લામ પ્રત્યે કેળવેલમાં હતું. તેમણે ઇસ્લામની શિક્ષા અને અમલ બંને અનુભવ્યા છે. તેથી જ તેમણે ઇસ્લામને શાંતિનો ધર્મ કહ્યો છે. કુરાનમાં ક્યાય એવો હુકમ નથી કે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવું. ગાંધીજીએ દાવો કરેલ છે કે પવિત્ર કુરાન ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ધર્મમાં કોઈ પ્રકારની જબરદસ્તી નથી. એના માટે ઉમદા ઉદાહરણ પયગંબર સાહેબથી વિશેષ કોણ હોઈ શકે એમના જીવનમાં ક્યાય કોઈ જબરદસ્તી નથી સિવાય પ્રેમ શાંતિ. ઇસ્લામનું અધ્યયન દરેકે કરવું જોઈએ. જેવી રીતે બાપુએ કરેલ ને પછી બાપુની જેમ જ આપ પણ ઈસ્લામને પ્રેમ કરવા લાગશો.

બાપુના શબ્દોમાં કહીએ તોહું પયગમ્બરે ઇસ્લામ ની જીવની નું અધ્યયન કરી રહ્યો હતો જયારે મેં પુસ્તકનો બીજો ભાગ પણ પૂરો કરી લીધો તો મને દુખ થયું કે મહાન પ્રતિભાશાળી જીવનનું અધ્યયન કરવા માટે મારી પાસે કોઈ બીજું પુસ્તક બાકી નથી રહ્યું. હવે મને પેહલા કરતાં પણ વધારે વિશ્વાસ થઈ ગયો છે કે તલવારની શક્તિ હતી, જેણે ઇસ્લામ માટે વિશ્વક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો, પણ ઇસ્લામના પયગંબરનું અત્યંત સાદું જીવન, એમની નિસ્વાર્થતા, પ્રતિજ્ઞા પાલન અને નિર્ભયતા હતી. એમનું એમના મિત્રો અને અનુયાયીઓથી પ્રેમ કરવું અને અલ્લાહ પર ભરોસો રાખવો હતું.

ગાંધીજી એકતા અને એક ભારતમાં ચુસ્તપણે માનતા હતા, ભારતના ભાગલા ન પડે એ માટે એમણે ઘણા અથાગ પ્રયત્નો કર્યા અને પોતાના સુજાવો આપ્યા. ઇતિહાસકાર દુર્ગાદાસનું માનવું છે કે અગર ગાંધીજીના સુજાવ માન્યા હોત તો ભારતનું વિભાજન ન થાત એ સુજાવ એમ હતો કે મહાત્મા ગાંધીએ વાઈસરોય માઉન્ટબેટનને આગ્રહ પૂર્વક કહેલ કે ભારતના ભાગલા ન થવા દો તો વાઈસરોયનો જવાબ હતો કે “વિકલ્પ શું છે ?” તો ગાંધીજીએ કહેલ કે વિકલ્પ છે અંતરિમ સરકારને બરખાસ્ત કરી જીન્નાહના નેતૃત્વમાં વૈકલ્પિક સરકાર બનાવી દો. જીન્નાહ પણ શાયદ એ જ ચાહતા હતા. પણ એ પ્રસ્તાવને નેહરુ કે સરદાર પટેલે અસ્વીકાર્ય કર્યો. એવા સમયે ગાંધીજી ને સુભાષચંદ્ર બોસની પણ યાદ આવી હતી ને બાપુ દ્રઢપણે માનતા કે “ બોસ સાચા દેશભક્ત હતા.”  એક બીજી બાજુ પણ છે, જેમાં દુર્ગાદાસ એવું માને છે કે દેશની કમાન બોસ જોડે હોત તો કદાચ ભાગલા ના પડત. બાબાસાહેબ પૂર્ણ રીતે રાજનીતિમાં નો’હતા આવ્યા પણ બાબાસાહેબની નજર તત્કાલીન રાજનીતિ અને સમય બંને પર પૂરી નજર હતી. તેઓ હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસ અને એના મોટા નેતાઓની ખોટી અને સાચી નીતીયોની આલોચના કરતા રહ્યા. એટલા સુધી કે મુસ્લિમ લીગના મહંમદ અલી જિન્નાહને પણ ન હોતા બક્ષ્યા. એમના વિરોધ અને અસહમતીનું મુખ્ય કારણ ભારતનું વિભાજન હતું.

ગાંધીજીએ જીવનમાં ગણા બધા ન ગમતા કાર્યો કર્યા છે ને અ બધાયનો સહજતા ને સરળતાથી એમની આત્મકથા “સત્ય ના પ્રયોગો” માં સ્વીકાર કર્યો છે. આ ભાવના જ એમને મહાન બનાવે છે. એમને એમ મહાત્મા નથી બનાતું. અત્યારે તો લોકો બહારનું પડ અલગ હોય ને અંદરનું અલગ. સત્યનો સ્વીકાર તો શું માને પણ નહિ ભલે ને ખોટું કર્યું હોય. છેલ્લે આજના સમયમાં ચાલી રહેલ અસમંજસ ભર્યા વાતાવરણમાં ગાંધીજી નો “હરીજન “ માં લખેલ આટલું અમલમાં મૂકી શકાય તો પણ ઘણું  છે .

“આજકાલ આખું વાતાવરણ વિષાક્ત થઇ ગયું છે. અખબારો દ્વારા તરહ તરહની બેબુનીયાદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને લોકો એને સોચ્યા સમજ્યા વગર માની લે છે. પરિણામ એ આવે છે કે ભય ગભરાહટ ફેલાઈ જાય છે. ને હિંદુ અને મુસલમાન બંને પોતાની ઈન્સાનિયત ભૂલી જઈને એકબીજા સાથે જંગલી જાનવરો જેવું વ્યવહાર કરે છે. મનુષ્યને જોઈએ કે એને ભદ્રતાનો વ્યવહાર કરે, ભલે ને બીજો પક્ષ કરે કે નાં કરે. ભદ્રતા ને બદલે ભદ્રતા કરવામાં આવે તો સોદો થાય છે. એ તો ચોર ડાકુ પણ કરે છે. એમાં કોઈ તારીફની વાત નથી. માનવતા નફો નુકશાન ના હિસાબ લગાવવાને તુચ્છ સમજે છે. એનો તકાજો તો એ છે કે ભદ્ર વ્યવહાર કરવાનો એકતરફી ધર્મ પાલન કરવામાં આવે. અગર તમામ હિંદુ મારી સલાહ પર ધ્યાન આપે યા ન આપે તો મુસલમાન આપે, તો ભારતમાં એવી શાંતિ થઇ જાય જેણે ન તો ખંજર અને ના તો લાઠીયો ભંગ કરી શકશે. અગર બદલામાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે અને ઉત્તેજના મળવા પર પણ ઉત્તેજના ન અપાવવામાં આવે, તો ગુંડાઓ  છરો ભોંકવાના બુરા કામમાંથી જલ્દી જ થાકી જશે. કોઈ અદ્રશ્ય શક્તિ એમની ઉગારેલી ભુજાઓને પકડી લેશે અને એમના દુષ્ટ ઈરાદા પર અમલ કરવાથી તે હાથ ના પાડી દેશે. સૂર્ય પર ધૂળ ફેંકી શકાય પણ એનાથી એનો પ્રકાશ ધૂંધળો નથી થતો. જરુરત એ વાતની છે કે આપણે આપણી આત્મામાં શ્રધ્ધા અને ધૈર્ય બનાવી રાખીએ. ઉપરવાળો ખુબ જ ભલો છે અને તે દુષ્ટતાને એક હદથી આગળ નહિ વધવા દે..   “હરીજન”, ૨૮ / ૦૪ / ૧૯૪૬

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.