“નાગપુરમાં લોકપ્રિયતાની આંધી એટલે ડો.બાબાસાહેબ આંબેડકર “

The popular leader of nagpur
Dr.babasaheb ambedkar
Wjatsapp
Telegram

આજ નાગપુરનું નામ પડતા જ ભગવારંગ સાથે સંઘ માનસપટ ઉપર ઉપસી આવે. પણ નાગપુર સાથે ભગવા અને સંઘ નો જ ઇતિહાસ નથી રહ્યો.નાગપુર સાથે દલિત એકતાનો એક સુવર્ણ ઇતિહાસ જોડાયેલો છે. નાગપુરમાં ૧૯૩૦ પછી બાબા સાહેબનું નામ એક આંધીની જેમ છવાઈ ગયું. એ સમયે બાબા સાહૅબ સમકક્ષ કોઈ લીડર નહોતા, ના કોઈ સમાજવાદી કે ના તો નહેરુ પણ, અને ગાંધીજી માટે તો આંબેડકર એક એવું નામ હતું જે એમની લોકપ્રિયતાને ગુમરાહ કરી નાખતું હતું.

ડો.બાબા સાહેબની હાજરી હોય ત્યાં ગાંધીજીની લોકપ્રિયતા ઉપર વાદળ છવાઈ જતા હતા. કહેવાય છે કે બાબા સાહેબ જયારે પણ નાગપુર આવતા હતા, ત્યારે ફેક્ટરી અને મિલકામદારો એ દિવસે હડતાલ કે રજા ઉપર ઉતરી જતા હતા.એમની સાથે દાદા સાહેબ ગાયકવાડ અને પી.એન.રાજભોગજી પણ રહેતા.સમાજના બધા પુરુષ અને સ્ત્રીઓ એમને લેવા માટે રેલવેસ્ટેશન જતા અને એક મોટી રેલીના રૂપમાં એમને સાથે લઈને આવતા. બધા એવા ઉત્સાહથી બાબા સાહેબને મળવા જતા જાણે કોઈના લગ્નમાં જતા હોય.
એક પાડોસી બીજી પડોસી બેનને કહેતી ‘ ઓ કમલાજી, ઓ ભાભીજી ,હજુ ઘરે જ છો? જલ્દી કરો બધા લોકો દૂર પહોંચી ગયા ..

અને આમ ને આમ બધા સ્વયંભૂ બનતી જતી રેલીનો ભાગ બની જતા કેમ કે એમના વ્હાલા બાબા સાહેબ જો આવી રહ્યા છે. અને જોત જોતામાં આખા આખા મહોલ્લાઓ ખાલી થઇ જતા હતા.
શું ડો.બાબાસાહેબ માટે આજના આમ્બેડકરવાદીઓમાં આવી તાલાવેલી છે ?

આ સવાલ હું તમારી ઉપર છોડું છું.


સોર્સ : The Ambedkar Cartoons 1932 -૧૯૫૬


Jitendra Dinguja 01 જીતેન્દ્ર વાઘેલા

You may also like...

Leave a Reply

Your email address will not be published.