પકોડા કેમ વેચવા!!!

Pakoda Rojgar
Wjatsapp
Telegram

 

રોજકામ અને રોજગાર આજ લોકો તેમની પ્રતિદિવસ આમદની માટે આમતેમ વલખા મારતા તેમની પાસે સમયસર પહોંચવા માટે કોઈ બે પૈસા વાળી સાઇકલ પણ ન હોય.લોકો રોજ મજૂરી કરી વધેલી આમદની તેમાંથી વિકસાવે અને તેમના સંતાનોના શિક્ષણ માટે ખર્ચ કરે. જેથી તેમનું સંતાન શિક્ષણ મેળવી પોતાના પગભર થાય.અને માતાપિતાની આશા વધે કે મારો પુત્ર અથવા પુત્રી જે ભણીગણીને શિક્ષિત બની સમાજનું નામ કરે અને રોજગાર મેળવે. પણ સિસ્ટમથી થાકી જાય છે. રોજ રોજના ધક્કા ચડાવવા, પૂરતા રૂપિયા ન હોવા, જાણી જોઈને હેરાન કરવા અને તે બેરોજગાર સામે ઝઝૂમી રહ્યો છે. રોજગાર માટે અનેક રસ્તા અપનાવ્યા, પણ છેલ્લી ઘડીએ તે તેમની સામે એ જ પાટું મારી મજદૂરી કરે છે. તમે કાપડની દુકાન લગાડી શકો છો. તમે મેટ્રિયલ અથવા ઇલેક્ટ્રિકની દુકાન લગાડી શકો છો. તમે કોઈ રોજ ચાલે એવા કામની પણ દુકાન લગાડી શકો છો. સિલેકશન અથવા હોઝયરીની દુકાન પણ લગાવી શકો છો અથવા જવેલરીની પણ લગાડી શકો છો. પણ ક્યારે તમારી પાસે પૂરતા રૂપિયા હોય ત્યારે.

abk 11 - 4 march 2018 - pakoda rojgar bhagoda banking 600pxઅનૈચ્છિક બેરોજગારી. વ્યક્તિ કામ કરવા તૈયાર હોય છતાં તેને કામ ન મળે બેરોજગારીના મુખ્ય ત્રણ પ્રકારો છે: માળખાંગત બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને સંઘર્ષજન્ય બેરોજગારી. ભારતમાં માળખાંગત બેરોજગારીનું પ્રાધાન્ય જોવા મળે છે. ભારતમાં માળખાંગત બેરોજગારી જુદાં જુદાં સ્થળે જુદાં જુદાં સ્વરૂપમાં દેખાય છે. ગ્રામવિસ્તારોમાં છૂપી બેરોજગારી, મોસમી બેરોજગારી અને અર્ધ બેરોજગારી વધુ હોય છે. જયારે શહેરી વિસ્તારોમાં ખુલ્લી બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી વધુ હોય છે.તાજેતરમાં એક સવાલે ખોલી પોલ સરકારી ચોપડે માત્ર ૧.૭૭ ટકા લોકોને મળી રોજગારી ૫.૩૭ લાખ બેરોજગારમાંથી ૧૨ હજારને મળી રોજગારી ૭ લાખથી વધુ લોકોને રોજગારી મળી હોવાનો સરકારી દાવો. પૈસા જ ન હોય તો પકોડા કેમ વેચવા!!!

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મોઝન અબુબકર

abubkarmozan@gmail.com

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.