પેટ્રોલ પર એક પૈસેનો ધરખમ ઘટાડો.

સરકારે પેટ્રોલમાં ૧ પૈસાનો ઘટાડો કરીને દેશવાસીઓની ભારે મજાક કરી છે.
આમ તો સરકાર દાવો કરે છે કે પેટ્રોલ ડીજલના ભાવો આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. તેમછતાં ગુજરાત અને કર્નાટકની ચુંટણી દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો વધવા છતાં પેટ્રોલ ડીજલના ભાવમાં વધારો થયો નહોતો અને ચુંટણી પૂરી થતાં ભાવવધારો લાગુ કર્યો. એટલે જ થી સરકાર અને ઓઈલ કંપનીઓની લુંટ નથી અટકતી પરંતુ, આજે જયારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવો ફરી પાછા ઘટ્યા છે ત્યારે પણ પેટ્રોલ ડીજલના ભાવો તેનાં પ્રમાણમાં ઘટતા નથી. આ પરથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર અને ઓઈલ કંપનીઓ ભેગા મળી જનતાને લુંટી રહી છે. ઓઈલ કંપનીઓ ભાજપને અનુકુળ રીતે ભાવમાં વધારો-ઘટાડો કરી રહી છે.
હવે, પેટ્રોલ ડીજલની કિંમત મન મુજબ નક્કી થાય છે. કોઈ ધારાધોરણનું પાલન થતું નથી. આજે પેટ્રોલની મૂળ કિંમત કરતાં વધુ તો ટેક્ષ લેવાય છે.
આ જ મોદીજી, જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રધાનમંત્રી મનમોહન સિંહને ભાવવધારા બાબતે રાજીનામું આપવા કહેતા હતા અને આજે પોતે પ્રધાનમંત્રી છે ત્યારે મનની વાતમાં એક હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી.
૨૦૧૪ના ઇલેકશનમાં પેટ્રોલ-ડીજલના ભાવ ઘટાડવાનું વચન પણ એક ઝુમલા સાબિત થયું.