બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર

Wjatsapp
Telegram

બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર


બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર માં વિદ્વાન વક્તાઓ ઉપરાંત હાજર રહેલ સાહિત્ય રસિકોએ પ્રોગ્રામને સફળતાની ટોચે બેસાડીદીધો એમ કહીયે તો અસ્થાને નહિ કહેવાય.જેટલા કસાયેલા,ઘડાયેલા,મુરબ્બીઓ વક્તા તરીકે શોભાયમાન હતા. એટલા જ કસાવા,ઘડાવા,અને કંઈક કરી છૂટવાની તૈયારીનો ઉત્સાહ દરેકની આંખમાં ડોકાતો હતો. સેમિનાર પધારેલા સમાજના ચાહક અને ચિંતકો પણ ઉત્સાહથી હાજર રહ્યા. સેમિનાર મુખ્યત્વે બાબાસાહેબના અંગ્રેજી વોલ્યુમના ગુજરાતી ભાષામાં અનુવાદને અનુલક્ષીને હતો.
બાબાસાહેબ ને જાણવા એમને વાંચવા ખુબ જરૂરી છે.ખાસ કરીને ગુજરાત ના આમ્બેડકરવાદીઓ ને જયારે હાંસી ઉડાવતા ખાતર જ કોઈ કહે કે જય ભીમ સિવાય કશુ આવડતું નથી. તો કદાચ ચલાવી લેવાય પણ આવી ફરિયાદ રાજુભાઈ સોલંકી જેવા વિદ્વાન દર્દ ભરી રીતે નિસાસો નાખીને કરે તો ગંભીર બાબત જ હોય.રાજુભાઈના અકળાયેલા શબ્દોમાં કહું તો ” દીવાલ ઉપર લખીદો અમે શાસક છે….એમ શસસક બની જવાય ? અલ્યા બાબા સાહેબ નો લખેલો એક પેરેગ્રાફ તો વાંચ, શું બાબા સાહેબની વિરાસત આ રીતે જ સાચવવાની છે? બાબા સાહેબ એ જમાના માં જે લખી શક્યાં એ આજના જમાનામાં આપણે વાંચી પણ ના શકીયે એ કેમનું ચલાવી લેવાય?
રાજુભાઈ એ તો અત્યાર સુધી થયેલા અનુવાદો ને ખુલ્લે આમ ગંદા અનુવાદો જાહેર કરી દીધા. સ્ટેજ ઉપરથી જ એમને તો જાણે વર્ષોથી જીગરમાં ભરેલો બારૂદ ઠાલવી દીધો. એક બે તબક્કેતો લાગ્યું કે એમના હાથમાં જે પુસ્તક છે એને ચાલુ ભાષણમાં જ ફાડીને ફેંકી દેશે.પણ બાબા સાહેબ નું પુસ્તક એમને નિયંત્રણમાં રાખવામાં કદાચ સફળ થયું હશે.

   જીવતું જાગતું આંબેડકરી પુસ્તકાલય એટલે શ્રી પી,જી,જ્યોતિકારસાહેબ ના અનુભવો લોકો સુધી પહોંચ્યા, સમાજ એ  પુસ્તકો વાંચન તરફ વધુ ઢળવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી ચિંતા જતાવી. પી. જી. જ્યોતિર્કર સાહેબના શબ્દોમાં કહીએ તો બાબા સાહેબનું લખાણ વિક્ટોરિયન અંગ્રેજીમાં છે. અંગ્રેજી અને તેમા પણ થોડુ અઘરું પડે તેવું લખાણ હોવાથી લોકોને તેમા સમજ ઓછી પડે છે.એટલે અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રભુત્વ ધરાવતા અનુવાદકો એ મહેનત કરી ને સરળ ગુજરાતીમાં બાબાસાહેબના ગ્રંથોનું નિર્માણ કરવા આગળ આવવા ભાર મુક્યો.
  મુળજીભાઈ ખુમાણ સાહેબ દિશા નામનું છાપું ચલાવે છે ૨૫ વર્ષની સફળતા પછી એટલા જ જમીની માણસ લાગ્યા. સમાજ સામે પુસ્તકો મુકવા અને પૈસા કમાવવા બંને બાબતોનું સમન્વય કેટલું અઘરું છે એ એમના અનુભવો ઉપરથી સમજવા મળ્યું. છતાં સમાજમાં અનુવાદિત ગ્રંથો હાથવગાના હોવાની નારાજગી પણ જતાવી અને આ અનુવાદ કરવાની તૈયારી બતાવતા સેમિનાર કરવા માટે કૌશિકભાઈ અને વિજયભાઈ ને પણ બિરદાવ્યા.

   આ સેમિનારનો મુખ્ય હેતુ હતો અનુવાદ વિજ્ઞાન અને કળા.

અનુવાદ માટે તૈયારી બતાવી રહેલા યુવાનોને માહિતગાર કરવા. ધારણા કરતા પણ એક ચોક્કસ ઊંચાઈ સુધી લઇ જવામાં પ્રો.યશવંતવાઘેલા જી સફળ થયા. જબરજસ્ત પિન ડ્રોપ સાઇલન્સ માહોલ ઉભો કરીને આખા હોલને એક તંતુમાં અડધા કલાક સુધી બાંધી રાખી જ્ઞાન અને એમના અનુભવો પીરસ્યા. એક એક પોઇન્ટ નોંધનીય , અનુવાદકર્તા એ જે પુસ્તકનું અનુવાદ કરતા હોય એ પુસ્તકના લેખકની માનસિક સ્થિતિ સુધી અનુવાદકે પોતાને લઇ જવો પડે. એના વિચારો જેતે સમયે શું હશે એ સમજવા, દરેક શબ્દ, વાક્ય અને ફેકરાંને લેખકના સ્થાને પહોંચીને ન્યાય આપવો પડે. અનુવાદક બંને ભાષાનો વિદ્વાન હોવો જરૂરી, બંને ભાષાના વપરાયેલા શબ્દોના નિકટતમ શબ્દોનો ઉપયોગ કરવાની આવડત કેળવવી પડે. શબ્દસહઃ બીજી ભાષામાં થતા અનુવાદ ક્યારેક ક્યારેક લેખકના કહેવાનો ભાવ જાળવી શકતા નથી.તેવા સંજોગોમાં નિકટતમ શબ્દોની મદદથી ભાવાનુવાદ કરી અનુવાદિત લખાણને મજબૂતાઈ પ્રાપ્ત થાય છે.
પ્રો.વાઘેલા સાહેબ પાસે લેખન વિષે કહેવા માટે ખજાનો ભરેલો છે. એમનું ખુદનું વાંચન એટલું વિશાળ હશે એની કલ્પના એમના લેક્ચરમાં વિધ્યાર્થીઓ ને સમજવતાં હોય એમ ચોકલેટની જેમ ગળે ઉતારી નાખવાની ક્ષમતા જ બતાવી આપતી હતી. પોતે પ્રોફેસર રહેલા હોવાથી શબ્દોની ગજબ પકડ ઉપરાંત ઉચ્ચાર ઉપર જોરદાર પ્રભુત્વ તો ખરું જ. લેખન અને અનુવાદ માટે જેઓ શરૂઆતના તબબકે હોય એમને પ્રો.વાઘેલા સાહેબને અવશ્ય સાંભળવા જોઈએ. જેટલી મદદ લઇ શકાય એટલી લઇ લેવી જોઈએ. ઘડાયેલા વક્તા યશવંત વાઘેલા સાહેબે ભાષાંતર અંગે ઝીણવટભરી માહિતી આપી અને તેના વિવિધ દ્રષ્ટિકોણની ચર્ચા કરી.એમના અનેક સૂચનો ખુબ જ ધારદાર સાબિત થતા હતા.
કૌશિકભાઈ માટે રાજુભાઈ એ ઉલ્લેખ કરેલો શબ્દ ” પાગલ કૌશિક” મને સમાજ માટે આવા સો પાગલોની જરૂર છે. અને ક્રાંતિ કરવા આવા પાગલપનની જ જરૂર હોય છે. કૌશિકભાઈના માં આવું પાગલપન બરકરાર રહે તો આવતા સમયમાં ગુજરાતમાં નવા ઉભરાઈ ને આવતા આંબેડકરવાદીઓ માં જય ભીમ એ ખાલી કહેવા કે બોલવા માટેનો નારો માત્ર નહિ હોય. વાંચી સમજીને વિચારીને જીવનમાં ઉતારેલો બુલંદ અવાજ હશે.
વિજયભાઈની સમાજ માટેની પ્રતિબદ્ધતા દરેક પ્રોગ્રામમાં દેખાઈ આવે છે. પ્રોગ્રામના આયોજક હોવા છતાં કોઈ ઉપર હુકમ નહિ કે ખોટી દોડાદોડી નહીં, જાતે જ ચા નાસ્તા ની વ્યવસ્થામાં પણ લાગી જાય અને યજમાનો મહેમાનોને હોલ સુધી સલામત લાવવા અને કાર્યક્રમની સફળતા માટે શરૂથી અંત સુધી મક્કમ બનીને સેવા આપતા રહે છે.

ડો.કલ્પેશ વોરા સહીત અનેક આંબેડકરી મુવમેન્ટના અગ્રણીઓ હાજર રહી ને સમાજ પ્રત્યેની નિષ્ઠા ઉજાગર કરી

Jitendra Dinguja 01

જીતેન્દ્ર વાઘેલા (9924110761 )

You may also like...

Leave a Reply

Your email address will not be published.