યુવા દર્શન – જગતતાત – જે કે પટેલ

J K Patel
Wjatsapp
Telegram

http://www.jagattat.org/

૮૧૫૪૯૪૯૪૯૧

શ્રી જે. કે. પટેલ, સુરેન્દ્રનગરના મેંથાણ ગામમાં રહે છે. એમનું નામ જગદીશ છે. પિતાનું નામ કાનજીભાઈ અને માતાનું નામ કાંતાબેન છે. બંને ૪ ચોપડી ભણેલા છે. માતા-પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભણતર ૧૨ પાસ છે. તેમની આશરે પસાસેક વીઘા જમીન છે અને પોતે, જંતુનાશક દવાઓ, બિયારણ, માર્કેટિંગ, પ્રોડક્શન અને  ખેડૂતોનો ઉત્પાદિત થયેલો માલ કેવી રીતે વેચાય, એના માટે અલગ-અલગ વ્યવસાયિક અનુભવો લીધા છે અને ૭-૮ વર્ષથી પોતે ખેતી કરે છે. જે કે પટેલ ખેડૂતો માટે વૈચારિક ક્રાંતિ કરતુ, “ગુજરાત કિસાન સંગઠન” ચલાવે છે. જે ગુજરતના બધા જ જીલ્લામાં કાર્યરત છે.

કૌશિક : તમને વૈચારિક ક્રાંતિનો વિચાર ક્યાંથી આવ્યો?

જે કે પટેલ : ખેડૂતોના ૭૦ વર્ષના અનુભવો વિષે વિચારતાં, અલગ અલગ સંસ્થાઓ સાથે મળતા, વિચાર-વિમર્ષ કરતાં ધ્યાન આવ્યુ કે, આ દેશમાં, શોખની વસ્તુઓ, આનંદપ્રમોદની વસ્તુઓ પેદા કરનાર પણ સુખી છે. અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ લોકોના સંતાનો અમારા કરતાં સારી ફેસેલેટી મેળવતાં, જયારે અમારી  પાસે ભણવા માટે સારા ચોપડા પણ નો’તા. એટલે હું વિચારતો કે, “અમે ખેડૂત તરીકે આટઆટલું ઉત્પાદિત કરીએ ને તેમ છતાં અમારી પાસે આધુનિક  સુખ-સગવડના સાધનો નથી. પહેલી પંચવર્ષીય બની ત્યારે ખેડૂતોને રસાયણિક ખતરો, જંતુનાશક દવાઓ આપી દેવામાં આવ્યા. પણ, એનું પૂરતાં પ્રમાણમાં, આઝાદીના ૭૦ વર્ષ થઇ ગયા પછી પણ, જ્ઞાન ના આપી, ખેતી અને ખેડૂતને ખતમ કરવામાં આવી રહ્યો છે. પણ સાથે સાથે માનવજાતને પણ શારીરિક રીતે નુકશાનરુપ થાય તેવા કદમો હાલ ચાલી રહ્યા છે.

કૌશિક : તમારું સૌથી પહેલું આંદોલન કયું હતું?

જેકે પટેલ: અમે જમીની સ્તર પર આંદોલન, રેલી, સરઘસ કરતાં નથી. ખેડૂતોએ કોઈપણ પ્રકારના આંદોલન કરવાની જરૂર નથી. અમે વૈચારિક ક્રાંતિ કરીએ છીએ.

કૌશિક : તો પછી વૈચારિક ક્રાંતિ એટલે શું? ખેડૂતોને એનાથી કઈ રીતે મળે?

જેકે પટેલ: અત્યાર સુધી રાષ્ટ્રીય સંપતિને નુકશાન કરી, લોકોને પરેશાન કરી,  કોઈપણ પ્રશ્નનું નિરાકરણ થતું નથી. તો એ ચર્ચા-વિચારણાથી જ થાય છે. એ વૈચારિક ક્રાંતિ જ કહી શકાય. કોઈએ રાષ્ટ્રભાવના મુકવી નહિ. જે પરિવર્તન કોઈને પણ નુકશાન ન થાય અને પોતાની વાત રજુ કરી શકે. વિચારોને પોતાના કામ સાથે સાંકળીને એકબીજાને જાગૃત કરવાં.

કૌશિક : તમે આવા કોઈ આંદોલન કરતાં નથી તો વૈચારિક ક્રાંતિથી ખેડૂતોને ફાયદો કેવી રીતે થાય?

જેકે પટેલ: કોઈપણ આંદોલન, જયપ્રકાશ નારાયણના આંદોલનથી લઈને આજના આંદોલન સુધી કોઈ કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું હોય તેવું થયેલ નથી.

કૌશિક : કેમ નહિ? ગુજરાતમાં જેટલા અંદોલન થયા છે, દલિત, OBC, પાટીદાર,વિગેરે એમાં સરકાર જુકી છે, ફાયદા મળ્યા છે.

જેકે પટેલ: જાહેરમાં એવું લાગ્યું રહ્યું છે કે આંદોલનથી ફાયદા મળ્યા. પણ ખરેખર ફાયદા નથી મળ્યા. જો દારૂબંધીથી ફાયદો મળ્યો હોત તો આજની તારીખે જાહેર જગ્યાએ કચરાપેટીમાં કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં દારૂના અવશેષો મળે છે, એ ના મળતા હોત. જીગ્નેશભાઈના આંદોલનથી થોડો ઘણો ફાયદો મળ્યો છે પણ જો એને વૈચારિક રીતે આગળ લીધું હોત તો આનાથી પણ વિશેષ રીતે ફાયદો મળી શકે. હવે વાત પાટીદાર સમાજના આંદોલનની. એનાથી પણ કઈ જે ફાયદો થયો છે એથી દરેક સમાજને એક આંતરિક વિગ્રહ અને જાતિવાદ, જે આપણે રાષ્ટ્રવાદને ગુમડા સમાન છે અને આપણા રાષ્ટ્રવાદને કેન્સર સમાન છે, એ કેન્સર વકરે, એથી વિશેષ સારું છે કે, એક વૈચારિક ક્રાંતિ કરી, વિચાર-વિમર્શ કરી અને કોઈપણ આંદોલનને આગળ વધારવું જોઈએ.

કૌશિક : પહેલા ઉત્પાદન ઓછું હતું હવે વધ્યું છે? નર્મદા, ટેલિફોન, ઇન્ટરનેટ, જંતુનાશક દવાઓ, પાકા રસ્તાઓ, આ બધું ખેડૂતોનો વિકાસ જ ગણાય ને?

જેકે પટેલ: જે વિકાસ તમે જોઈ રહ્યા છો એ ખોખલી પ્રગતિ છે. ગામડા અને  ખેડૂતોના ભોગે થયેલો આ વિકાસ છે. સમય સાથે જે પરિવર્તન આવે છે, એ ગામડામાં પણ આવ્યા છે. એને વિકાસ ના કહેવાય.

કૌશિક : કેમ નહિ? ખેડૂતો કાલે બળદથી ખેતી કરતાં હતા આજે ટ્રેક્ટરથી અડધાથી પણ ઓછા સમયમાં ખેડે છે. જંતુનાશક દવાઓથી પાકને રક્ષણ મળે છે તો ઉત્પાદન વધ્યું છે. એનો ખેડૂતો પણ લાભ મળ્યો ને?

જેકે પટેલ: આને ખેડૂતો એકલાની પ્રગતિ ના કહી શકાય. આ વૈશ્વિક રીતે જે ડેવલોપમેન્ટ થયું છે એના ભાગ રૂપે આ થયું છે. આપણો દેશ આઝાદ થયો ત્યારે ભૂખમરાની સ્થિતિમાં હતો. હરિતક્રાંતિ અને શ્વેતક્રાંતિ ધ્વારા, અન્ન અને દુધની બાબતમાં સમૃદ્ધ થયો. ત્યારની ખેડૂતોની જે સમૃદ્ધિ જોઈ છે એ પ્રમાણે, દેશના અન્ય વ્યાવસાયિકોએ પ્રગતિ કરી છે, એ ખેડૂતોની નથી થઇ. મહત્વની મુદ્દો એ છે કે ઉદ્યોગો જે રીતે આગળ વધ્ય છે એની તુલનામાં દેશનો ખેડૂત પાછળ જઈ રહ્યો છે.

દેશ આઝાદ થયો એ પહેલા, જુના જમાનામાં ઉત્તમ ખેતી હતી, મધ્યમ વ્યાપાર હતો અને કનિષ્ઠ નોકરી હતી. પણ પગારપંચમાં જે બુદ્ધિજીવીઓ બેસી ગયા છે એમણે ઉત્તમ નોકરી બની દીધી, વેપાર તો મધ્યમ જ રહ્યો પણ કનિષ્ટ ખેતી બનાવી દીધી. આજે સિંગલ વિન્ડો, ડીજીટલ ઇન્ડિયા, જેવા સ્લોગનોની વાતો થઇ રહી છે જયારે, આજે પણ અલગ અલગ ૧૯ ડીપાર્ટમેંટથી ખેતીનું મેનેજમેંટ થઇ છે. એ ખડૂતો નથી સમજી શકતા પણ બીધ્ધીજીવીઓ માટે પણ એ શર્મનાક બાબત છે. આજે પણ પોષણક્ષમ ભાવ નથી મળતા. ખેડૂત કાલે પણ દેવાદાર હતો આજે પણ દેવાદાર છે.

Sharuaat Sardar Patelકૌશિક : નર્મદા યોજના વિષે તમારું શું કહેવું છે?

જેકે પટેલ: નર્મદા યોજના, એક રાજકીય પરિયોજના બની ગઈ છે. નર્મદા યોજનાની મુખ્ય કેનાલો વર્ષો પહેલા બની ગઈ હોવા છતાં, પેટા કેનાલો, માઇનોર કેનાલોમાં જો આટલો બધો સમય લાગતો હોય તો મને એવું લાગી રહ્યું છે કે એમાં ક્યાંકને ક્યાંક રાજનીતિ ચાલી રહી છે.

કૌશિક : જંતુનાશક દવાથી ઉત્પાદન વધ્યું છે, તો તમે એનો કેમ વિરોધ કરો છો?

જેકે પટેલ: બિયારણ અને જંતુનાશકો માટે જે કાયદા છે અને એના પર જે નિયંત્રણ હોવું જોઈએ. જે દવાઓ અને બીયરણોને સરકારે ભલામણ અંતર્ગત નથી લીદી એવી દવાઓ અને બિયારણ પણ બજારમાં વેચાતા હોય છે. ઘણા ખેડૂતોને જાનલેવી નુકશાની થાય છે અને તે દવાઓના છંટકાવ પછી આડઅસરના રૂપે જે અન્ન ખાય છે એને પણ અસર થવાની પૂરી સંભાવના રહે છે.

કૌશિક : જો ખેડૂતોને ખબર છે કે આ દવાઓ, બિયારણ બંધ છે. તો ખેડૂતો કે ઉપયોગ કરે છે?

જેકે પટેલ: ખેડૂતોને આ બાબતમાં કોઈ જાણકારી છે નહિ. આ દવાઓને સાચી છે કે સરકારી પરમીશન મળી છે કે નથી મળી. પાકું બીલ અને ચલણ વચ્ચે ખેડૂતોને ભેદ ખબર જ નથી.

કૌશિક : જે કે ભાઈ, જંતુનાશક દવાઓ અને શંકર બિયારણોથી ખેત ઉત્પાદન તો વધ્યું જ છે, એ તો માનો છો ને?

જેકે પટેલ: ઉત્પાદન વધ્યું છે પણ મોંઘવારી પ્રમાણે આવક વધી નથી. ખર્ચ વધી ગયો. આજથી ૧૦ વર્ષ પહેલા યુરીયા જે ભાવે મળતું હતું એમાં ધરખમ વધારા આવી ગયા. જંતુનાશક દવાઓ અને બિયારણોના ભાવોમાં ધરખમ વધારા આવી ગયા. પણ એ હિસાબે, ઉત્પાદનોના ભાવ વધવા જોઈતા હતા એ વધ્યા નહિ.

કૌશિક : તો આનો ઉકેલ શું?

જેકે પટેલ: વસ્તુઓમાં જેમ MRP હોય છે એ રીતે ખેત ઉત્પાદનો માટે MSP માં પણ જોગવાઈ હોવી જોઈએ કે MSP(મીનીમમ સપોર્ટ પ્રાઈસ) થી નીચે કોઈ ખરીદી કરી શકે નહી. એની જગ્યાએ અત્યારે ફક્ત જ્યારે સરકાર ખરીદે તે સિવાય ઘણો બધો વધુ પડતો માલ, આર્થિક તંગીને કારણે, ઓછા પ્રાઈસે વેચવો પડે છે. જો સરકાર MSP ને MRP જેમ લાગુ કરે તો ખેડૂતોને ફાયદો થાય.

કૌશિક : સરકારે ૯૦૦ રૂપિયા ટેકનો ભાવ જાહેર કરેલ છે શું એ પુરતું નથી?

જેકે પટેલ : ના. ૯૦૦ રૂપિયા એ ૫૦૦ કરોડ રૂપિયાની મગફળી ખરીદશે. જો તમે ગણતરી મારો તો જોશો કે ૫૦૦ કરોડ રૂપિયા જેટલી મગફળી તો ગુજરાતના સામાન્ય ગણાતા બે-ત્રણ તાલુકામાં જ પાકે છે. તો બાકીના તાલુકાઓમાં અને પાછળ રહી ગયેલા ખેડૂતોનું હેવી(ભયંકર) શોષણ થવાનું. એથી સરકારે ૯૦૦ રૂપિયાથી નીચે કોઈ ખરીદી ન  કરી શકે એવો કાયદો લાવવો જોઈએ.

કૌશિક : ૯૦૦ રૂપિયામાં આખા રાજ્યમાં ખરીદી થાય તો વ્યાજબી કહેવાય?

જેકે પટેલ : કૃષિ યુનિવર્સીટી અને ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેંટના સમન્વયથી જે ટેકાના ભાવ કાઢવાની  જે  રીત છે એ રીત જ સદંતર નિષ્ફળ પદ્ધતિ છે. એ પદ્ધતિમાં ફેરફાર કરી, એક્ચ્યુઅલ ખેડૂતોને જે ખર્ચ થાય છે અને જે એક્ચ્યુઅલ ઉત્પાદન આવે છે, એ બે ના સત્ય આંકડા લઇ, અને જે પડતર કિંમત થાય એના દોઢ ગણો ભાવ આપે તો ક્યારેય ખેડૂતો આર્થિક કટોકટીમાં ના આવે. અને ભવિષ્યમાં ક્યારેય કોઈ સરકારે દેવામાફી કે સહાય ધ્વારા ટેક્ષના રૂપિયાને ગેરવલ્લે વાપરવા ના પડે.

કૌશિક : MSP થી ખેત ઉત્પાદનના ભાવો ના વધે?

જેકે પટેલ: MSPથી મોઘવારી વધતી નથી પણ વચેટિયાઓ જે ખેડૂતોનું શોષણ કરી, સંગ્રહખોરી કરી, મોંઘવારી કરે છે, એ તૂટી જાય તો, લોકોને મોઘવારી પણ ના નડે અને પૂરતાં પ્રમાણમાં ભાવ મળે.

કૌશિક : આગળના સમયે તમારા કેવા કાર્યક્રમ રહેશે?

જેકે પટેલ : ગુજરાત કિસાન સંગઠન જનજાગૃતિ, ખેડૂતોને પોતે જ પોતાનો માલ વેચતા કરવા, ખેડૂતોના નાના નાના સંગઠનો બનાવી, કાચા માળથી પાકો માલ બનાવી વેચતા કરવા.

કૌશિક : આ વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને સપોર્ટ કરશો?

જેકે પટેલ : ગુજરાત કિસાન સંગઠનનો એક જ કાર્યક્રમ રહેશે, અમે એવાં જ વ્યક્તિને વોટ આપીશું કે જે ખેફૂતના પ્રશ્ને લેખિતમાં બહ્યધારી આપે.

કૌશિક : સરકાર વખતોવખત લોનમાફી, યોજનાકીય સહાય આપે છે, શું એ ફાયદાકારક નથી?

જેકે પટેલ : ખેડૂતોને લોનમાફી કે યોજનાકીય સહાયની જરૂર છે જ નહી. આમ કરીને સરકાર ખેડૂતોને લાલચી અને ખેડૂતોને ગુમરાહ કરે છે. વારંવાર દેવામાફી કરવા છતાં ખેડૂત દેવામાં જ રહેતો હોય તો સરકારએ ફેરવિચારણા કરવાની જરૂર છે. જે તે સરકાર એ સાબિત કરે છે મારી સરકારમાં હજુ પણ ખેડૂતોને સહાયની જરૂર છે. ખેડૂતોને કાયમી ધોરણે સધ્ધર કરવો હોય તો ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ આપવા જોઈએ. સ્વામીનાથ આયોગ મુજબ પગલાં લેવાવા જોઈએ.

કૌશિક : જે કે ભાઈ, ખુબ ખુબ આભાર.

જેકે પટેલ : આભાર

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.