લગ્નવ્યવસ્થા – ક્યાંક ઉત્સવની જાહોજલાલી ક્યાંક મજબૂરીઓની ભીડ

Mangalsutra
Wjatsapp
Telegram

લગ્ન એ એક માનવ નિર્મિત વ્યવસ્થા ના બંધારણનું  સૌથી મહત્વનું પાસું છે. માનવો દ્વારા જિંદગી સરળ બનાવવા માટે અનેક સર્વસ્વીકૃત કર્યો ની વ્યવસ્થા નું નિર્માણ કરવામાં આવેલ  છે. જે એટલી હદે મજબૂત અને સ્વીકાર્ય થઇ ગયેલ છે કે તમે આસ્તિક, નાસ્તિક, કટ્ટરવાદી, સમાનતાવાદી હોવ કે સુધારાવાદી હોવ આવા અનેક વાદ એ ઉભી કરવામાં  આવેલ વ્યવસ્થા જ માત્ર છે. અને કોઈ પણ વાદ ના આગ્રહી હોઈ શકો  પણ લગ્ન વ્યવસ્થા માં ગોઠવાયેલા જ હોવ છો.તમે લગ્ન કરો કે ના કરો પણ લગ્ન વ્યવસ્થા ના ભાગ તો છો જ. સ્ત્રી પુરુષ એક સમાન છે એમ સ્વીકારીશુ છતાં સમાજ ની રચના મુજબ સ્ત્રી પુરુષ વિના અને પુરુષ સ્ત્રી વિના અધૂરા જ  છે.

માનવ પેદા થયો ત્યારે એની સાથે જ લગ્ન વ્યવસ્થા લઈને નહોતો આવ્યો.પ્રાણીઓ આજે પણ આ લગ્ન વ્યવસ્થા વગર જીવે છે બાળકો પેદા કરે છે.અને માનવો પશુઓ કરતા મોટું બ્રેઈન ધરાવે છે એ પૂરતા પણ આપણે પશુઓ કરતા થોડા જુદા તો છીયેજ. લાખો વર્ષ માનવો પણ લગ્ન વ્યવસ્થા વગર જ જીવ્યા હોવાના પુરાવા આજે પણ જીવતા છેજ. સ્ત્રી પુરુષ ની એક બીજાની જરૂરિયાત બહુજ મોટો વિષય છે. અહીં આપણે લગ્ન વ્યવસ્થા અસ્તિત્વમાં આવવાના કારણ કરતા લગ્ન વ્યવસ્થા અસ્તિત્વમાં આવ્યા પછી લગ્ન પ્રસંગો ક્રમે ક્રમે ક્યાં જય રહ્યા  છે અને આવતા સમય માં ક્યાં જઈને અટકશે એ વિષય ને જોઇશુ.

શરૂઆત મેગેઝીન ના તંત્રી અને પ્રકાશક કૌશિકભાઈ  એક એફ.બી લાઈવ વિડિઓ ચર્ચામાં આ વિષય જોયા પછી આ વિષયે વધુ ઊંડાણ થી લખવાની પ્રેરણા મળી.એમનું ઉદાહરણ લઈએ તો એમના પોતાના લગ્નમાં  એમના પિતા એ  ત્રણ થી ચારલાખ રૂપિયા નો ખર્ચ કરેલો. એ પણ એમાંની  થોડી રકમ તો દેવું કરીને એકઠી કરવી પડી હતી. અને એનાથી વિશેષ એ બાબત છે કે લગ્ન પછી કૌશિકભાઈ એ આઈ ટી નો ધંધો ચાલુ કરેલ કોમ્પ્યુટર અને ટેબલ વગેરેની વ્યવસ્થા પણ કરેલી અને  પિતાજી પાસે દશ હજાર રૂપિયા ની અપેક્ષા રાખેલ એ રકમ આપવાની પિતાજી એ  અસમર્થતા બતાવી દીધેલ. અહીં દશ હજાર નો સવાલ નથી એમના પિતાજી ની અસમર્થતા નો પણ સવાલ નથી અહીં સવાલ સાડા ત્રણ લાખ નો ક્યાં ઉપયોગ થયો એનો છે. અને દશ હજારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો એનો છે. હું કેહવા માંગુ છું કે લગ્ન એક ઉભી કરાયેલ વ્યવસ્થા છે બે માણસો એ આજીવન એક બીજા સાથે રહીને સંસાર ને ચલાવવા કટિબદ્ધ થવા માટેની. નવી વ્યક્તિ નું ઘરમાં આગમન ના હર્ષ ઉલ્લાશ નો ઉત્વસ નથી રહ્યો આ. કારણ કે જો વહુ ઘરમાં આવવાની હોય અને એનો આનંદ પ્રદર્શિત કરવાનો ઉત્સવ હોતો તો દીકરી ઘરમાંથી વિધાય થવાની હોય એ ઘરમાં તો છોકરા ના ઘર  કરતા પણ મોટો ઉત્સવ હોય છે. એટલે આ લોજીક જામતું નથી. બીજી રીતે કહું તો જો ઘરમાં વહુ તરીકે બીજા ની દીકરી આપણા ઘરમાં પધરામણી કરે છે એ બાબત ને આટલી ઝાકમજોળ થી વધાવીયે છીએ એજ ઘરમાં સંતાન જન્મે ત્યારે એક કિલો ની કેક થી ઉત્સવને લિપટાવી  દેવામાં ના આવતો હોતો. કારણ કે લગ્નથી કોઈ ની દીકરી આપણા ઘરની સભ્ય બને છે પણ નવા અવતરેલા સંતાન તો આપણાજ ડી એન એ લઈને આપણું અસ્તિત્વ આપણા ગયા પછી પણ દુનિયામાં ટકાવી રાખે છે.તો ઘરમાં આવતી નવી વ્યક્તિના આનંદ નો આમાં સવાલ નથી એ વાત સ્પષ્ટ થાય છે. તો સમજવી અઘરી છતાં સમજવી જરૂરી આ વ્યવસ્થા ને નજર અંદાજ કરવાની જગ્યાએ જાગૃતિ કેળવી ને આવું કેમ અને  આવું થવાનું કારણશું એવા સવાલો ને યુવાનો એ તો ખાસ ઉભા કરતા શીખવુંજ પડશે. પરંપરા આવકાર્ય જ છે પણ પરંપરા પરિવર્તનશીલ હોવીજ જોઈએ નવા સમયે નવી રીતે એનો ઉપયોગ કરતા થવુંજ પડશેજ. આંખકાન ખુલ્લા રાખી ને જ્યાં જે જરૂરી છે એ પરિવર્તન માટે કટિબદ્ધ થવું પડશે.આંધળું અનુકરણ કરીને આવતી પેઢી ને દેવાના પોટલાં નો ભાર આપવો કે ખરેખર કઈ કઈ બાબત ની જરૂર નથી અને એને કેવી રીતે અવોઇડ કરવી એ બાબતે જાગૃત થવું જરૂરીજ છે.

માનવ સમુદાય સામાન્યતઃ બે વર્ગમાં વહેચાયેલો લાગશે એક ધનવાન અને એક ગરીબ. પરંતુ ઊંડા ઉતારીને સંશોધનતમ નજરિયાથી જોઇશુ તો સમજાશે કે એક બે નહિ અનેક લેયર માં પથરાયેલો છે. અતિ શ્રીમંત,શ્રીમંત,મધ્યમ, ગરીબ અને  અતિગરીબ. આ બધાજ જૂથ માં થી પણ અનેક જુદા જુદા ઊંચા નીચા જૂથ પ્રવર્તમાન છે.શ્રીમંત અને અતિ શ્રીમંત લોકો ને તો પ્રસંગો અને ઉત્સવો ની જરૂર હોય છે, અઢળક પૈસા ઉચ્ચ મોભાદાર નામ કમાયા પછી એ મોભાને જાળવી રાખવા મળેલા સુખ સાયબી ને એકલા એકલા લગઝરિયસ ગાડી માં કે મોંઘા બાંગ્લા માં એમની શ્રીમંતાઈ ગૂંગળાઈ જાય છે. એમને જરૂર છે લોકો ની એમના મોભાને જરૂર છે મોટા ખર્ચ કરવા માટેના અવસરની. એમના માટે લગ્ન ના ખર્ચા કાનખજૂરાના એક પગ જેટલા પણ નથી. માનું છું કે કરોડોમાં થતા લગ્ન પ્રસંગો અનેક લોકો ની રોજી નું કારણ બનતાજ હોય. પણ જે લોકો દેવું કરી વહુ લાવે સાથે સાથે ઘરે ઉઘરાણીયા પણ આમંત્રે ત્યાં લોકો ની રોજગારી ની નહિ પણ પોતાની જીવન ની  દોરી ને સંભાળવાની વધુ જરૂર છે.

marriage-1ધનાઢ્ય લોકો ગમેતેટલા ખર્ચા કરશે એની એવી કોઈ અસર મધ્યમ કે ગરીબ લોકો માં આવવાની નથી પણ અહી તો મધ્યમ અને એમના પણ ઉચ્ચ મધ્યમ. મધ્યમ મધ્યમ ને પછી નિમ્ન મધ્યમ આ નાના નાના ભાગો માં વહેચાયેલા સમૂહો એકબીજાની સાથે મરે નહિ તો માંદો થાય એવી હાલત માં ખેંચાતા જાય છે. ગરીબો માં પણ ગરીબોના શ્રીમંતો હોય છે અને બાપદાદા નો અડધો વીઘો જમીનનો  ટુકડો પણ વેચી ને લાડકવાયાને ઘોડે બેસાડી ડી.જે. ના તાલે ધામધૂમ બાજુ વારા કરતા એક કદમ આગળ નીકળી ને કરવાની ઘેલસા હરીફાઈ માં પરિણામે છે.અને ગરીબ માંબાપ નો દીકરો પરની ને ઘરમાં વહુ લાવવાનો આનંદ લાવે એની સાથે પાછળ બારણે થી દેવાના પોટલાં અને ગરીબી ના પટારા લઈને આવે છે. હા હું અને તમે બધા આવી વાતો કરીયે છીએ  જરૂર થી  વખોડવા બેસીયે તો આખા સમાજને વખોડી નાખીયે પણ પોતાના ત્યાં પ્રસંગ આવે તો … આતો કે ફલાણું તો કરવું જ  પડે અને હવે તો આમ હોયજ જમવામાં આવુજ હોય પેલાના ત્યાં જમણવાર માં એક્સટ્રા લાઈવ કાઉન્ટર ૪ હતા તો આપણે એક વધારે કરવુંજ રહ્યું.

મંચુરિયન કાઉન્ટર વારો ભલે અડધું કાચું પાકું આપીને ટોળાં ને પહોંચવા મથતો હોય પછી એ દડિયું ભલે ને એઠવાડ ના મોટા બીમ માં જાય.પેટ ભરીને જમાડવું અને શું જમાડ્યું છે એ બતાવવું એમાં દેખાદેખી ચાલુ થઇ જાય છે એને મને કમને યથાશક્તિ કરતા વધારાની શક્તિ ઉધાર લઈને પણ સરખામણી કરવાની સમાજ ને પ્રેરણા મળે છે જે કોઈ કુટુંબ ને દેવા ના બોજ તળે દબાઈ જવા ફરજ પાડે છે.

એક નાનું ઉદાહરણ આપું છું એક મિત્ર ના ભાઈ ના લગ્ન માં ગયો હતો સામાન્ય કુટુંબ આગળની પેઢીથી દેવામાં ડૂબેલા હોવાથી બે છોકરાઓ નાની મોટી કંપની માં કામ કરતા થયા છતાં બે છેડા મેળવવા મુશ્કેલ પડે એમ ઘર ચાલતું. અને એ લગ્ન માં તેવીસ હાજર રૂપિયા ખર્ચીને બગી મંગાવી હતી અને ભાઈ ને બગીમેં બેસાડી અગિયાર હજારના ખર્ચે વાગતા ડી.જે ના તાલે દોઢ કલાક માં એ વરરાજા ના ૫ મહિના નો પગાર ઉડાવી દીધો. મેં પૂછ્યું કે રાજાની જેમ ભાઈને આપડે અંબાડી ઉપર બેસાડી દીધા આ લગન ના ૪ દિવસ પછી શુ કામે લાગવાના છે? તો જવાબ મળ્યો કે ભાઈ કોઈ ની ગાડી ચલાવી મહિને સાત હાજર કમાય છે.મને થયું દીકરાને વહુતો બગી વગર આવતી તો પણ આજ વહુ હોતી સાથે દેવા નો શણગાર શુકામ કરવો છો યાર. મેં એને ઠપકા ના રૂપમાં કહ્યું હતું કે એક વરસ પહેલાજ તારા પત્ની ના પ્રેગ્નનસી વખતે ડોક્ટરે કહેલા ચાર સોનોગ્રાફી માંથી બે ને તે મજબૂરી આગળ ધરીને તો નજર અંદાજ કરી હતી. એ કોઈ જોવાનું નહોતું એટલે ? આ દુનિયા જોવે એટલે કરવું પડે છે એમને?  બે વરસ પછી એના ઘરે એક બાળક હશે એને પણ લાઈટ વારા બુટ અને ગરગડીવારી ગાડી લઇ આપવી પડશે.એને પણ દાંત ફૂટશે, શરદી તાવ કે બદલાતા વાતાવરણ ને કારણે દવાખાનાના ચક્કર લગાવવા પડશે. આવતા સમય ને સલામત બનાવને કોઈ નું જોઈએ આપડે પણ કારવુજ છે એવું  જરૂરી કોણે કહ્યું?

કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા મતલબ માં કે આપણા વટ ને ઉજાગર કરવા ની ઘેલસામાં આવનારી પેઢી ને કુપોષણ ની શિકાર બનાવવાનો આપણ ને કોઈ અધિકાર નથી. તમે શક્તિ કરતા વધુ દેખાડો કરશો તો સામે જે વાહવાહી કરતા હશે એજ સગાઓ બાજુમાં જઈને ટીકા કરશે. અને આજથી ત્રણ વરસ પેહલા ગયેલા કોઈ એક સબંધી ના લગન યાદ કરો શુ જમ્યા હતા ? કેવી રોશની હતી? કેવું દારૂખાનું ને રાસદાંડિયા.પાર્ટી હતી કંઈજ યાદ નહિ આવે.

અને ઓછો ખર્ચ કરીને કોઈ ટીકા કરશે તો કરવા દો ધૂમ ખર્ચ કરવા વાળાની પણ ટીકા કરવાના રસ્તા લોકો તો શોધીજ લે છે. લોકો માટે કે લોકો ને બતાવવા માટે આવનારી પેઢીને દેવામાં ના ઉતારાય. તમારી પાસે લખો હોય તો એવા લગન પણ ના કરો  કે છોકરાઓ હજારો માં આવીને રહી જાય અને હજારો હોય તો માઇનસ માં આવી જાય.

લગ્ન નો પ્રસંગ સગા સબંધીઓ ને આ વ્યસ્ત જિંદગી માં થી મળવાનો એમની પ્રેમભાવ થી આગતાસ્વાગતા કરવાનો બાનવીયે તો કેવું સરસ.

પતિ ને પત્ની મળવી અને પત્ની ને પતિ મળવો એ સમાજ વ્યવસ્થા નો એક હિસ્સો જ છે. અને એમાં કેટલા ખર્ચા કે કેટલા ના દેવા કર્યા કેટલા લોકો ને આમંત્ર્યા એના ઉપર સ્ત્રી કે પુરુષ ની પાત્રતા નક્કી નથી થવાની.સરળતાથી જિંદગી જીવવાના રસ્તા ખુલ્લા હશે તો એક બીજા સાથે મનમેળ પણ બેસવા ના  રસ્તા ખુલ્લા રેહશે. ભવિષ્યમાં ..૫લાખ ખર્ચીને તને લાવ્યો છું શેની તું મારી સામે ઊંચા અવાજે બોલે એવા વાહિયાત સંવાદો ની જરૂર નહિ પડે.

હું તો કોર્ટ મેરેજ નો હિમાયતી છું. સંપૂર્ણ સંવિધાનિક લગ્ન. પણ એના માટે બંને પક્ષ સમાન વિચારધારા ધરાવતા હોય એવું જરૂરી નથી એટલે બીજા પક્ષ ને પણ એક પક્ષ સાથે જોતરાવું પડતુ જ હોય છે. ક્યારેક તો બીજા પક્ષ ના મોભા ને અનુરૂપ આવે એ પ્રમાણે લગ્ન ની વ્યવસ્થા ગોઠવવાની સામે ચાલી ને માગણીઓ પણ કરવામાં આવે છે.

જેમની પાસે ખર્ચ ને પોહચી વળવા માટે લોન ની સહાય લેવી પડે એ લોકો એ ખરેખર આ ખર્ચને અવોઇડ કરવો હોય તો પણ નથી કરી શકતા એ ખુબજ દુઃખદ છે.

આવા ખર્ચ ના બોજમાંથી સમાજને બહાર કાડવા માટે યુવાનો અને એ પણ એવા યુવાનો કે જેમના માં બાપ પાસે ધામધૂમ થી લગન કરવાની આર્થિક શક્તિ હોય એવા યુવાનો અને એમના માબાપ એ સુધારા લક્ષી વિચાર અપનાવીને સમાજ ને ઉદાહરણરૂપ બનીને બિનજરૂરી રૂઢિઓ કે દેખાદેખી ને તિલાંજલિ આપવા આગળ આવવું જરૂરી છે.

આવા ખર્ચ ના બોજમાંથી સમાજને બહાર કાડવા માટે યુવાનો અને એ પણ એવા યુવાનો કે જેમના માં બાપ જેમના કુટુંબ પાસે ધામધૂમ થી લગન કરવાની આર્થિક શક્તિ હોય એવા યુવાનો અને એવા  માબાપ એ પણ સુધારાલક્ષી વિચાર અપનાવીને સમાજ ને ઉદાહરણરૂપ બનીને બિનજરૂરી ખર્ચ ને ઘટાડવા સમાજ માં જાગૃતિ લાવવા પહેલ કરવી જોઈએ.

મારી પાસે ગાડી ના હોય ને હું રોજ સટલ રીક્ષા માં સવારી કરીશ તો એમાં કઈ હું ખર્ચ બચાવનારો સાબિત નહીંજ થાઉં. કારણકે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. પણ જેની પાસે હાઈ વેલ્યુ ગાડીઓ ખરીદવાની ને ફરવાની ત્રેવડ છે એવા લોકો ને એક દિવસ પણ રીક્ષા માં જોશો તો એ ન્યુઝ બની જશે. બસ એવુજ કંઈક આ લગ્ન ના ખર્ચ બાબતે  જરૂરી છે. ૧૦ લાખ માં લગન પ્રસંગ કરી શકવા ની શક્તિવાળા  જયારે સામાન્ય માણસ ને પોસાય એવા ઓછામાં ઓછા ખર્ચ માં  લગ્ન કરી ને બીજાઓ ને પ્રેરણા પુરી પાડીને સાચા અર્થમાં સમાજની સેવા કરે તો એ ને કંજુસાઈ નહિ પણ સરાહનીય કદમ કહેવાશે અને ગરદન ઊંચી કરીને બીજા અનેક ને આજ રસ્તે ચાલવાની પ્રેરણા આપતા ગર્વ મેહસૂસ કરશે.

ઓછા ખર્ચે કે બિનઉપયોગી ખર્ચ ને દૂર કરીને લગ્ન કરવાની ખરેખર તો ફેશન બનાવવી જોઈએ કંઈક નવું કરીશુ તો ટીકાતો થવાની. પરંતુ એની સામે સમાજના મોટા હિસ્સા ને ખર્ચ માટે દેવાના ખાડામાં ઉતરી જતા બચાવવાનો આનંદ પણ મળશેજ.

સમાજ માં જાગૃતિ લાવવા માટે કામ કરતી સંસ્થાઓ એ તો આવા લોકો ને બિરદાવવા જોઈએ, જેથી ઓછા ખર્ચે લગન કરીને વધુમાં વધુ માન પ્રાપ્ત કરે અને સમાજને એ રસ્તે ચાલવા હાકલ કરે.

કૌશિકભાઈ ના એ વિડિઓ ની કોમેન્ટ માં કુસીમબેન ડાભી તેઓ શિક્ષીકા છે એમના કેહવા મુજબ તો બંને પક્ષે સાથે મળી ને રિસેપ્શન રાખી નાચી લેવાય કૂદી લેવાય જમી લેવાય  એકજ દિવસ માં ઘણા ખર્ચને બચાવીને લગ્ન પ્રસંગ ને આટોપીઃલેવાય.આ બેન ની એક સલાહ માં મારી આખી મથામણ પુરી. સમયનો બચાવ, ખર્ચ માં કાપ, અને ભરપૂર ધમાલ મસ્તી તો ખરીજ.

એક સોનલબેન છે એમને આટલી મોંઘવારીમાં એક વર્ષ પહેલાજ માત્ર સીતેર હાજર માં લગ્ન કરેલા અને એ પણ સાતલાખ થી કર્યા હોય તો પણ જેટલા ખુશ હોતા એટલાજ ખુશ એમના પરિવાર સાથે આજે પણ  છે જ. હું સોનલબેન ના માતા પિતા, પતિ સાસુ સસરા ને ધન્યવાદ આપીશ કે એમના વિચારો નો વિરોધ કાર્ય વગર એમની ઈચ્છા મુજબ એક સરળ અને છતાં ખુશી થી એક દિવસ માં લગ્ન વિધિ પતાવી પેટ ભરીને સાદુભોજન. પાર્લર ના ખર્ચ માં સામાન્ય રીતે થતા વિષ પચીસ હજાર ની સામે જાણી ને મને પણ આશ્ચર્ય થયું કે એક હાજર માં સંપૂર્ણ તૈયાર થઇ ગયેલા. એટલે લગ્ન પછી ની ખુશી ને ખર્ચ સાથે કઈ લેવાદેવા નથી માત્ર કરવું પડે એટલે કરતા લોકો સમાજ ની ચિંતામાં દેવાદાર ના થાય કારણ કે પુત્રવધુ બનીને  આવનારી કોઈ ની દીકરી ને દેવાદાર ઘર ની માલકીન ના બનાવો થોડો ખર્ચ કરો પણ માન થી દીકરા દીકરી પરણાવો એ આવકાર્ય છે.

એક અજયકુમાર એ સરસ વાત કરી છે કે કેટલાક સમાજના બંધારણ એટલા સરસ હોય છે કે જો બંધારણ મુજબ સમાજ ચાલે તો લાખ રૂપિયામાં તો પ્રસંગ પતિ જાય.સમાજ ના નિયમ ને તોડી ને ગુનેગાર થવાનું એના કરતા એ નિયમો ને બધાજ વળગી રહેતો કેટલો બધો બિનવ્યવ્હારિક ખર્ચ બચી જાય.

સમૂહ લગ્ન ને ખર્ચ બચાવવાના વિકલ્પ માં જોવાની જગ્યાએ સમૂહ લગ્ન ને એક સમાજ સુધારણા માં મહત્વનું સ્થાન આપવું જોઈએ. ખર્ચ ઓછો થાય એટલે સમૂહ લગ્ન માં જાય. આવા  વિચારો ના કારણે સમૂહ લગ્ન નો તો નેનો ગાડી એટલે ગરીબોની ગાડી એવો ઘાટ બની ગયો છે.  સમૂહ લગ્ન ગરીબો માટે છે એ માન્યતાને તોડવા જાણી જોઈને એના આયોજકોએ જ ધનવાન કુટુંબ ને દાખલારૂપ સમૂહ લગન માં વિનંતી કરીને પણ સામેલ કરવા જોઈએ તો સમૂહ લગન માં આવતા લોકો ને ગરીબો ની વ્યવસ્થા હોવાનો એહ્સાહ ના થાય.અને બધાજ માનભેર આવી વ્યવસ્થાનો લાભ લઇ શકે.જે લોકો ખરેખર સક્ષમ છે છતાં સમૂહ લગ્ન માં જોડાય છે એમને હું તો લગ્ન ખર્ચ ઘટાડા ના બ્રાન્ડ એમ્બેસેડર માનું છું. અને એ સાચા અર્થમાં માનનીયાજ કહેવાય.

સમાજ ને ખર્ચ જેવી બાબતો થી ઉગારવો હશે તો અઢળક ખર્ચો કરવા સમર્થ લોકો એજ સામે આવીને આ સેવાયજ્ઞ ના પાટલા ને શોભાવવો પડશે એમના ઘરે થી જો ખર્ચા ની દેખાદેખી લોકો પોતાના ઘરે લઇ જતા હશે તો કરકસર ની શીખ પણ એમણેજ આપવા આગળ આવવું ખુબજ સરાહનીય કહેવાશે.

તો જાગૃત લોકો માં સ્થાન મેળવવા યુવાનો આગળ આવો સમાજ માં દાખલ રૂપ બનવાનું  જેમના માં ઝનૂન છે ,સેવાની ભાવના છે એમને સમય ને ઓળખી કંઈક કરી બતાવવા ના પડકારને ઉઠાવી લેવા આગળ આવુંજ રહ્યું.

લગ્ન વ્યવસ્થાનો ઉદ્દેશ બે માણસે પતિ પત્ની તરીકે ભેગામળીને જીવન ચલાવવું. બે અલગ અલગ કુટુંબમાંથી આવતી વ્યક્તિઓ દ્વારા એક પોતાનું અલગ કુટુંબ બનાવી પરમ્પરાને આગળ ધપાવવી. દરેક સમાજ ના અલગ અલગ રિવાજ હોય છે અને એ રિવાજો માં અવાર નવાર નવીનતા આવતી જાય છે  અને કેટલીક બાબતો સરસ સરાહનીય હોય છે તો કેટલીક બાબતો ના મૂળ એટલા ઊંડા ઉતરેલા હોય છે અને ઉતારતા જાય છે કે એમાં સમાજ નો સામાન્ય માનસ પીસાતો જાય છે. હકીકત માં લગ્ન એ બે વ્યક્તિએ સાથે રહીને જીવન જીવવાની એક વ્યવસ્થા માત્ર છે. એમાં દુનિયા એ ટીકા ટિપણીઓ ને અને વાહ વાહી ને હથિયાર બનાવી ને વ્યવસ્થા નો સાચો અર્થ ઉત્સવ અને જલસો બાનવીને રાખી દીધો  છે.

જીતેન્દ્ર વાઘેલા
9924110761

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.